ગુજરાત સહિત સમગ્ર દેશ કૃષિપ્રધાન છે. ત્યારે હાલ રાજ્યમાં કપાસના ભાવને લઈને એક ઈતિહાસ સર્જાયો છે. કપાસના ભાવ પહેલી વખત ઐતિહાસિક રીતે વધ્યા છે. આ તમામ વાતો વચ્ચે કપાસની ગુણવત્તા તપાસ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મશીન વસાવવામાં આવ્યું છે. જેથી હવે કપાસની ગુણવત્તાની સારી રીતે તપાસ થઈ શકશે. જેના પરિણામે હવે કપાસની સારી જાતો મળશે અને તેને હાઇબ્રીડમાં વિકાસ કરી શકાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં સફેદ સોના એવા કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં કપાસ મુખ્ય પાક છે. સૌરાષ્ટ્રનો કપાસ દેશભરમાં જાણીતો છે, પરંતુ ઘણી વખત બિયારણ ખરાબ હોવાથી ખેડૂતોનું આખું વર્ષ પાણીમાં જતું હોય છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આ કપાસની ગુણવત્તા તપાસ કરવા માટેનું મશીન વિકસાવવામાં આવ્યું છે. જેથી હવે ખેડૂતોને સારા બિયારણ મળી રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
અત્યાર સુધી કૃષિ યુનિવર્સિટી પાસે આ મશીન ન હતું. પરંતુ હવે આ મશીન આવતા કપાસના અલગ અલગ ટેસ્ટ થઈ શકશે. મોટાભાગે ખેડૂતો અલગ અલગ વેરાઇટીના બિયારણ આવતા હોય છે. જેથી તેનાં પરિણામો પણ આવતા હોય છે, ત્યારે આ મશીનથી દરેક જાતના બિયારણનો ટેસ્ટ પણ જાણી શકાશે. દરેક જાતના ગુણધર્મ તેમજ તેની લંબાઈ પણ આ મશીન દ્વારા જાણી શકાશે. જેમાંથી સારી જાતો મેળવી શકાશે.