સતયુગ અને ત્રેતાયુગમાં માં માણસો ની ઊંચાઈ કેટલી હતી

સતયુગ અને ત્રેતાયુગમાં માં માણસો ની ઊંચાઈ કેટલી હતી

મિત્રો હિંદુ ધર્મ અનુસાર કુલ ચાર યુગ માનવામાં આવ્યા છે. એ ચાર યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગ. જેમાંથી ત્રણ યુગ સમાપ્ત થઈ ગયા છે. અને આ ત્રણેય યુગમાં ભગવાને અલગ અલગ અવતાર ધારણ કર્યા છે. અને વર્તમાન સમયમાં છેલ્લો યુગ એટલે કે કળીયુગ વર્ષો પહેલા શરુ થઇ ગયો છે. અને આ યુગના અંત સાથે સૃષ્ટિનો અંત થશે એવી જાણકારી આપણને આપના વડવાઓ મારફતે મળે છે.

કળીયુગ અંત થવા પહેલા આપણને થોડા લક્ષણ જોવા મળશે એવી વાત પણ આપણને સાંભળવા મળે છે. એના અનુસાર જયારે કળીયુગમાં ઘરતી પર પાપ ચરણ સીમાએ પહોંચી જશે, અને ચારેય તરફ અત્યાચાર અને અધર્મ ફેલાવા લાગશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર લેશે, અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કળીયુગનો અંત કરી ફરીથી નવા ધર્મયુગની સ્થાપના કરશે. આજે અમે તમને એવા જ 6 લક્ષણો જણાવવાના છીએ, જેને જોઈને તમે કળીયુગના અંતનો અંદાજો લગાવી શકો છો.

1. પહેલો લક્ષણ એવું જણાવે છે કે, જયારે આ કળીયુગનો અંત સમય આવી જશે, ત્યારે લોકોને સૌથી વધારે સમસ્યા ભોજનની જ આવશે. અને દરેક સમયે લોકોને ભૂખ તરસની ચિંતા લાગેલી રહેશે. મનુષ્યના શરીરમાં અનેક ગંભીર રોગ થઈ જશે, અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત રહી જશે.

2. તેમજ જયારે કળીયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી-તળાવ સુકાઈ જશે. પાણીનો અંત આવી જશે, અને પાણી ન હોવાને કારણે આખી ધરતી પર હાહાકાર મચી જશે. પાણીની અછતથી બધા વૃક્ષ-છોડ અને જીવ-જંતુનો નાશ થઈ જશે. અને કળીયુગનો અંત થશે.

3. ત્રીજું લક્ષણ એવું છે કે, જયારે કળીયુગનો અંત આવવા લાગશે ત્યારે પતિ-પત્નીના સંબંધ ઘણા ખરાબ થઈ જશે. પતિ-પત્ની એકબીજા સાથે શત્રુ જેવો વ્યવહાર કરશે. એને બીજા સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવશે. લોકોને લગ્ન કરવામાં કોઈ રુચિ નહિ રહે અને સંબંધોનો કોઈ અર્થ નહિ રહે.

4. એવી ભવિષ્ય વાણી પણ છે કે કળીયુગના અંત સમયમાં તીર્થ સ્થળ, ધર્મ અને પવિત્રતાના સ્થાનોનો નાશ થઈ જશે, અને દરેક જગ્યાએ અધર્મ અને પાપ થવા લાગશે. અને જે પણ ધર્મ સ્થાન રહેશે તે ફક્ત ઘન કમાવવાનું સાધન બની જશે.

5. અન્ય એક લક્ષ્ય એ પણ છે કે કળીયુગના અંત સમયમાં લોકો નાના-નાના સ્વાર્થ માટે બીજાની હત્યા કરવા લાગશે. ત્યારે મનુષ્યના જીવનની કોઈ કિંમત નહિ રહે. અને ધન કમાવવા માટે મનુષ્ય કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર રહેશે. પછી ભલે તે કામ ખોટા કેમ હ હોય.

6. તેમજ છેલ્લો સંકેત એવો છે, કે કળીયુગના અંતમાં ધર્મની જગ્યાએ અધર્મના પૂજા-પાઠ થવા લાગશે. ધર્મમાં માનવા વાળા લોકો પણ નાસ્તિક બની જશે. અને સમગ્ર માનવ જાતિનો સંહાર થઈ જશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *