સાસુ-વહૂ વચ્ચે રોજ થાય છે ઝઘડા? તો અપનાવો આ સાતમાંથી કોઈ એક ઉપાય અને જુઓ ચમત્કાર

સાસુ-વહૂ વચ્ચે રોજ થાય છે ઝઘડા? તો અપનાવો આ સાતમાંથી કોઈ એક ઉપાય અને જુઓ ચમત્કાર

રોજ થતા સાસુ વહૂ વચ્ચેના વિવાદોની અસર ઘરના અન્ય સભ્યો ઉપર પણ પડે છે. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી આ પરેશાનીઓથી બચી શકાય છે.

સામાન્ય રીતે અત્યારના જીવનમાં સાસુ વહૂના ઝઘડા થવા સામાન્ય છે. પરંતુ કેટલાક ઘરોમાં રોજ રોજ સાસુ વહૂના ઝઘડા થતા હોય છે. રોજ થતા સાસુ વહૂ વચ્ચેના વિવાદોની અસર ઘરના અન્ય સભ્યો ઉપર પણ પડે છે. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી આ પરેશાનીઓથી બચી શકાય છે.

1. સાસુ-વહૂ વચ્ચેના સંબંધો સારા રહે એટલા માટે જરૂરી છે કે સવારે સૂર્યોદય પહેલા ઘરમાં ઝાડુ લગાવીને કચરાને બહાર ફેંકી દો. ઘરમાં કોઈ જ પ્રકારની ગંદકી ન થવા દો.

2. જો વહૂ દરરોજ સવારે સૂર્ય ભગવાનને પોળીના મિશ્રણવાળું જળ ચડાવે તો સાસુ સાથે તેના સંબંધો મધુર બને છે.

3. જો સાસુ-વહૂ વચ્ચે વિવાદ વધારે રહે છે તો બંનેએ ગળામાં ચાંદીની વસ્તુ પહેરવી જોઈએ. આવું કરવું શક્ય ન હોય તો ચાંદીની એક ઠોસી ગોળી બંને પોતાની સાથે રાખવી.

4. વહૂ જો સાસુને 12 લાલ અને 12 લીલી કાંચની બંગડી ભેંટ કરે તો આનાથી બંને વચ્ચેના મતભેદ ઓછા થાય છે.

5. વહૂ રોજ પૂજા કર્યા પછી હળદર અથવા કેસરની બિંદી માથા ઉપર લગાવે તો આનાથી પણ બંને વચ્ચે સંબંધોમાં સુધારો આવે છે.

6. કોઈ શુક્રવારે વહૂ મા ગૌરી સુવર્ણ લાલ રંગની સાડી ચઢાવે અને પછી તેને પોતાની સાસુને ભેંટ કરે આનાથી પરેશાનીથી બચી શકાય છે.

7. પ્રત્યેક પૂર્ણિમા ઉપર વહૂ ખીર બનાવીને પોતાની સાસુને ખવડાવે અને સ્વયં પણ તેની સાથે ખાય તો તેનાથી બંને વચ્ચેનો સંબંધ મધુર બને છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.