સારો સમય આવતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આ 7 સંકેત આપે છે, ભાગ્ય બદલાઈ જશે

Posted by

વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે. સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો તમને પહેલાથી ખબર પડી જાય છે.

આ સંકેતોને આપણે સમજી નથી શકતા. કેમ કે, આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી, જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે પરંતુ નિર્ણય અને નાસમજનાં કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે.

આજે અમે તમને કેટલાંક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે.

    1. સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે. ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે.
  1. જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો, કૂતરો, સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે. સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
  2. કોઈ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપતા વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે.
  3. છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો, તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે. તેવી જ રીતે કપડા ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
  1. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે.
  2. લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે.
  3. જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે. તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ છે.
  4. જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનુ થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે તે વાતનો સંકેત આપે છે.
  5. પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલુ મળે તો તે સફળતાની નિશાની છે. સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *