જો શરીરના કોઈપણ ભાગ પર અનિચ્છનીય વાળ હોય તો આપણે એવું જ ઇચ્છીએ કે એ વાળ હંમેશ માટે દૂર થાય કારણ કે દરેકને સુંદર અને સરળ ત્વચા ગમે છે. પરંતુ જ્યારે આ અનિચ્છનીય વાળ આવે ત્યારે ચહેરાની સુંદરતા સમાપ્ત થાય છે. કેટલાક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે વેક્સનો ઉપયોગ કરે છે, પરંતુ તે કરવામાં તેમને ઘણી પીડા સહન કરવી પડે છે અને આ કર્યા પછી પણ થોડા સમયમાં વાળ ફરીથી ઉગી જાય છે.
તેથી સ્ત્રીઓ તેમનાથી છૂટકારો મેળવવા અને તેમના ચહેરા પર બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જે થોડા દિવસો સુધી જ તેમની સમસ્યા દૂર કરવામાં કામયાબ રહે છે. આજે અમે તમને આવી ચીજ વિશે જણાવીશું જેના ઉપયોગથી તમે તમારા અનિચ્છનીય વાળની સમસ્યા હંમેશ માટે દૂર કરી શકશો. તો ચાલો જાણીએ એ ચીજ વિશે.
અનિચ્છનીય વાળને દૂર કરવા માટે મહિલા પોતાનો સમય અને પૈસા બંનેનો વ્યય કરે છે. કેટલીકવાર આ બ્યુટી પ્રોડક્ટ્સ ચહેરાને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. તમારા અનિચ્છનીય વાળ દૂર કરવા માટે ક્યારેય સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તે સમયે તો આ સમસ્યા દૂર થાય છે, પરંતુ ફરીથી થોડા સમયમાં જ તે સમસ્યા ખૂબ મોટી થઈ જાય છે, કેટલીકવાર આ સૌંદર્ય ઉત્પાદનો છે ચેહરા પર લાલ ધબ્બાઓનું કારણ પણ બને છે.
જો તમે અનિચ્છનીય વાળથી પરેશાન છો તો નીચે આપેલી ટીપ્સને અનુસરીને તમારા અનિચ્છનીય વાળથી છૂટકારો મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે તે અનિચ્છનીય વાળ તો દુર કરે જ છે સાથે તમારો ચહેરો પણ સુંદર બનાવે છે.
આ સમસ્યા દૂર કરવા માટે તમારે કોલગેટ અને એક એવરયુથ પીલ માસ્કની જરૂર છે. જો તમે કોલગેટમાં સફેદ પેસ્ટનો ઉપયોગ કરો છો, તો તે વધુ સારું રહેશે. આ ઉપાય કરવા માટે, સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં 2 ચમચી એવરયુથ પીલ માસ્ક લો અને પછી તેમાં એક ચમચી કોલગેટ લો. ત્યારબાદ આ દરેક ચીજને મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો.
ત્યારબાદ શરીરના જે ભાગ પરથી તમે વાળ કાઢવા ઈચ્છો છો ત્યાં આ પેસ્ટને લગાવો અને તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. જ્યારે આ પેસ્ટ 20 મિનિટ પછી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તમે જોશો કે તે ત્વચા પર એક પાતળી પરત જેવી બને છે જેને તમે સરળતાથી દૂર કરી શકો છો અને આ ઉપાય કરવામાં તમને કોઈ પીડા નહીં થાય અને આ ઉપાય કર્યા પછી તમારા શરીરના એ ભાગ પર ક્યારેય અનિચ્છનીય વાળ નહીં આવે.