સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં નોકરીની તક સામે આવી છે. આ નોકરી માટે કોઈ પણ ઉમેદવારે પરીક્ષા આપવાની થતી નથી. આ નોકરીઓ ઇન્ટર્વ્યુ બેઝ પર યોજાવાની હોવાથી, અરજી કરનાર ઉમેદવારે ઇન્ટર્વ્યુમાં પાસ થવું પડશે. ઇન્ટર્યુમાં પાસ થનાર ઉમેદવારને આ નોકરી માટે નિમણુક આપવામાં આવશે. હાલ બેરોજગારીનો સામનો કરી રહેલાં ગ્રેજ્યુએટ યુવાનો માટે આ એક સુવર્ણ તક કહી શકાય. તેથી આ તક ઝડપી લેવામાં જ સમજદારી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં લેબ ટેક્નિશિયન, જુનિયર લેબ આસિસ્ટન્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારોને ૧૧ માસના કરાર આધારીત નોકરી માટે નિમણુક આપવામાં આવશે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ
લેબ ટેક્નિશિયન:- ૦૧
જુનિયર લેબ આસિસ્ટન્ટ:- ૦૧
ટેક્નિકલ આસિસ્ટન્ટ:- ૦૧
જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાતની વિગત
• લેબ ટેક્નિશિયન:- B.Sc. in Microbiology/Biochemistry/Clinical Laboratory/Biotechnology from recognized University
અનુભવ:- લેબ ટેક્નિશિયન તરીકે કામ કરવાનો એક વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન
• જુનિયર લેબ આસિસ્ટન્ટ:- B.Sc. in Chemistry/Physics/Bioscience with at least 50% marks from recognized University
અનુભવ:- કોઈ પણ સાયન્સ લેબમાં કામ કરવાનો એક વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન
• ટેક્નિકલ આસિસ્ટન્ટ:- MCA, M.Sc.(Information Technology/Computer Science)/B.E,B.Tech(Information Technology/Computer Science) from recognized University
અનુભવ:- કોઈ પણ કોમ્પ્યુટર લેબમાં કામ કરવાનો બે વર્ષનો અનુભવ
પગારધોરણ
• લેબ ટેક્નિશિયન:- ૧૮,૦૦૦/- રૂપિયા પ્રતિ માસ
• જુનિયર લેબ આસિસ્ટન્ટ:- ૧૨,૩૨૪/- રૂપિયા પ્રતિ માસ
• ટેક્નિકલ આસિસ્ટન્ટ:- ૧૫,૦૦૦/- રૂપિયા પ્રતિ માસ
ઇન્ટર્વ્યુ વિશે વિગતમાં
• આ ભરતી માટે કોઈ પણ ઉમેદવારે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી. પોસ્ટ, કુરિયર કે ઇ-મેઇલ દ્વારા કરવામાં આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
• આ ભરતી માટે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવને લગતા બધા જ ડોક્યુમેન્ટ્સની નકલ કઢાવીને ઇન્ટર્વ્યુ સ્થળ પર રૂબરૂ હાજર રહેવું.
• ઇન્ટર્વ્યુમાં પસંદગી પામનાર ઉમેદવારને ૧૧ માસના કરાર આધારીત નોકરી માટે નિમણૂક આપવામાં આવશે.
• જે તે ઉમેદવારનો ૧૧ માસનો સમય પૂર્ણ થતાં જ તેમનો ફરજકાળ આપોઆપ પૂર્ણ થયેલો માનવામાં આવશે.
ઇન્ટર્વ્યુની તારીખ:- ૧૯/૦૬/૨૦૨૩
સમય:- સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે
ઇન્ટર્વ્યુનું સ્થળ:- વાઇસ ચાન્સેલરની ઓફિસ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ જિલ્લો, ગુજરાત