સરકારી શાળામાં ભણેલી એક જ પરિવારની ત્રણ દીકરીઓ ડોક્ટર બની માતા પિતા નું સ્વપ્ન સાકાર કર્યું

દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રે જ્યારે દીકરીઓ નામ રોશન કરી રહી છે ત્યારે હવે લઘુ’મતી સમાજ માં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઉચ્ચ શિક્ષણ તરફ ઝોક વધી રહ્યો છે.
પિતાની ઇચ્છાને એક પછી એક ત્રણ એ દીકરી એ પૂરી કરી તેનાથી વિશેષ ગર્વ હોય હવે દીકરીઓ લોકોની સેવા કરે એ જ દુઆ પિતા અયાજ ખરોડિયા દીકરાઓનો મોહ છોડો આજે પરિવારથી લઈ દેશ અને દુનિયામાં તમામ ક્ષેત્રે દીકરીઓ છે આગળ.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે રહેતા આયાજ અહમદ ખરોડિયા કોંછા ગામે એક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમની પત્ની પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે લઘુમ’તી સમાજના શિક્ષિત દંપતીના પરિવારમાં ત્રણ પુત્રીઓ ડોક્ટર બની છે આ ત્રણે પુત્રીઓ ડોક્ટર બનતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે
આ દંપતીએ પુત્રીઓને ડોક્ટર બનાવવાનું સપનો જન્મ સમયે જ નક્કી કર્યું હતું જેના લીધે આજે તેમની ત્રણ પુત્રીઓ ડોક્ટર બની છે મોટી પુત્રી ડોક્ટર ઝયનબ ગાયનેક, બીજી પુત્રી ડોક્ટર સઈદા અયાજ ડેન્ટલ સર્જન છે જ્યારે ત્રીજી પુત્રી ડો શમી એમબીબીએસ બાદ હાલમાં ત્રણ રાજ્યોની ખ્યાતનામ હોસ્પિટલોમાં ફરજ બજાવી રહી છે.
માતા-પિતાની ઇચ્છા કે જોયેલું સ્વપ્ન સંતાન પૂરું કરે તેનાથી મોટી ઉપલબ્ધિ શું હોય શકે તેમાં પણ જો તમામ સંતાનો ડોક્ટર બને તે કયા માતા-પિતા માટે ગર્વ લેવા સમાન ના હોય આચાર્ય દંપતીએ જોયેલા સપના ત્રણે દીકરીઓ એ પૂરા કર્યા લઘુમ’તી સુ’ન્ની વહોરા સમાજમાં એક પરિવારમાં ત્રણ દીકરીઓ ડોક્ટર બની પ્રેરણાદાયી કિસ્સો અંકલેશ્વર તાલુકાના ખરોડા ગામે સાકાર થયો છે
પુત્રીના પિતા અહમદ ખરોડિયા એ જણાવ્યું હતું કે મારે પુત્ર નથી તેનું મને કોઈ રં’જ નથી મારી ત્રણ પુત્રીઓ જ મારા માટે સર્વસ્વ છે મારી અને મારી પત્નીની ઇચ્છા હતી કે મારી ત્રણે દીકરીઓ ડોક્ટર બને એ તેમના જન્મથી જ અમારી ઇચ્છા હતી પુત્રીઓને શિક્ષણ પણ તે પ્રમાણે જ આપ્યું હતું અને આજે ત્રણે દીકરીઓ ડોક્ટર બનતા હું ગર્વ અનુભવું છું
ખરોડિયા પરિવારની ત્રણ બહેનો ડોક્ટર બની અલગ અલગ સ્થળે ડોક્ટર તરીકે ફરજ બજાવી રહી છે કોરોના કાળમાં પણ ખૂબ જ જોખમી રીતે ફરજ બજાવી ચૂકી છે હાલમાં કોરોના નો કહેર ઓછો થતાં રજા મેળવી પરિવાર સાથે ખરોડ ગામે સમય પસાર કરી રહી છે.
ગુજરાતમાં આજે પણ જ્યારે કોઈ માતા દીકરીને જન્મ આપતી હોય છે ત્યારે ઘણી વખત દીકરી માતા-પિતા ઉપર બોજ બનતી હોવાની દ’હે’શતના કારણે દીકરી ને તર’છોડી મૂકવામાં આવી છે આવો જ કિસ્સો એક અઠવાડિયા પહેલા ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં એક બાળકીને તેની માતાએ તર;છોડી મૂકી હતી અને બાળકી મૃ’ત અવ’સ્થામાં મળી આવતા તે બાળકીને ત’રછોડી જનાર માતા-પિતા સામે ભયં”કર આ”ક્રોશ ફાટી નીકળ્યો હતો.