સાપ્તાહિક રાશિ ભવિષ્ય 16 થી 22 સપ્ટેમ્બર પરિવાર અને આર્થિક દ્રષ્ટિએ કોના માટે શ્રેષ્ઠ રહેશે સપ્તાહ?

Posted by

આ અઠવાડિયે સૂર્ય અને બુધના સંયોગની અસર બધી જ રાશિઓ પર જોવા મળશે. શુક્ર અને સૂર્યનો સંયોગ સિંહ રાશિમાં હતો. આ યોગ પૂર્ણ થતાં તેનો પ્રભાવ પણ બધી જ રાશિઓ પર જોવા મળવાનો છે. અહીં જણાવીશું કે સપ્ટેમ્બર મહિનાનું આ અઠવાડિયું તમારી રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે. આ અઠવાડિયે કઈ રાશિના જાતકોને લાભ મળશે અને કોને નુકસાન થશે? વાંચો સાપ્તાહિક રાશિફળમાં.

મેષ

મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેટલીય વિષમ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. વેપારમાં લાભ પ્રાપ્ત કરવામાં ભાગ્યની મદદ મળશે. આ અઠવાડિયે પ્રયાસ કરશો તો તમારે સ્થગિત થયેલી યોજનાઓને પૂરી કરી શકશો. એટલું જ નહીં આ અઠવાડિયે નુકસાન લાભમાં ફેરવાઈ જશે, આર્થિક સ્થિતિ સુધરશે. આ અઠવાડિયે વ્યવસાયમાં નવી ભાગીદારી થશે અને તેના લીધે વ્યવસાય વધારવામાં મદદ મળી શકે છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને ભાન થશે કે આ અઠવાડિયે સંબંધ સારા થઈ શકે છે. આ અઠવાડિયું અદ્ભૂત છે એમ લાગશે કારણકે બધું જ ધાર્યા પ્રમાણે થઈ રહ્યું છે. બની શકે કે તમે અઠવાડિયાના પહેલા ભાગમાં જ કામ પૂર્ણ કરી દો. જોકે, માત્ર ક્વોન્ટીટી પર ધ્યાન આપવાને બદલે ગુણવત્તા પર પણ ધ્યાન આપવું.

મિથુન

આ અઠવાડિયે કરિયરમાં સકારાત્મક બદલાવ અનુભવી શકો છો. હાલમાં તમે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છો અને નોકરી છોડવા અંગે વિચારી રહ્યા હો તો તમારું કરિયર એ સર્વોચ્ચ દિશામાં વળશે, જેના વિશે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમે કરેલા રોકાણનું અપેક્ષિત પરિણામ નહીં મળે. આ અઠવાડિયે આધ્યાત્મ તરફ ઝુકાવ રહેશે. જ્યારે સ્થિતિ તમારી કાબૂ બહાર હોય ત્યારે પરેશાન કે નિરાશ ના થવું કારણકે તમને તમારી ભૂલોમાંથી શીખવાની અને વ્યવહારિક નિર્ણય લેવાની તક મળે છે.

કર્ક

આ રાશિના લોકો આ અઠવાડિયે કોઈક મોટું રોકાણ કરી શકે છે. આ પ્રક્રિયા તમે ઝડપથી પૂરી કરી શકો છો અને વિશ્લેષણ તેમજ રણનીતિના ભાગને છોડી શકો છો જેના કારણે ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. રોકાણ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકારની વાત સાંભળવી. આ અઠવાડિયે લવ લાઈફ સારી રહેશે. તમે છેલ્લા થોડા સમયથી કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહ્યા હો તો ભાગ્યનો સાથ આ સપ્તાહે મળશે.

સિંહ

સિંહ રાશિના જાતકોની આ અઠવાડિયે પ્રતિદ્વંદ્ધીઓ ઈર્ષ્યા કરી શકે છે. જેના કારણે તમારે બોલાચાલી થઈ શકે છે. હાલ તો તમારે કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કાર્યસ્થળે જાહેરમાં કોઈપણ માહિતી આપતાં પહેલા સાવધાની રાખવી. કારણકે આનો ઉપયોગ તમારી જ વિરુદ્ધમાં થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિના જાતકોને આ અઠવાડિયે વ્યવસાયમાં અડચણોને લીધે અપેક્ષિત પરિણામ નહીં મળે. તમારે માત્ર એ ધ્યાન રાખવાનું છે કે આવેગમાં આવેની કોઈ નિર્ણય ના લેવો નહીં તો નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયે તમને કાર્યક્ષેત્રે તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળશે. જેનાથી પદોન્નતિ થઈ શકે છે. જો તમે કુંવારા હો તો આ અઠવાડિયે તમે કેટલાક ગહન અનુભવ થઈ શકે છે જેના કારણે તમે વધુ આત્મવિશ્વાસી બનશો.

તુલા

આ અઠવાડિયાની શરૂઆત સામાન્ય રહેશે. અઠવાડિયાના પહેલા બે દિવસ તમે જ્ઞાનમાં સુધારો કરી શકો છો. જીવનમાં કંઈ નવું કરવાની લાલસા રહેશે. નવી વસ્તુઓ ખરીદશો. આ અઠવાડિયે પાછલા દિવસોમાં કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારી પાસે ઘણો ખાલી સમય રહેશે અને કરવા માટે કંઈ ખાસ નહીં હોય.

વૃશ્ચિક

આ અઠવાડિયું રોકાણની દ્રષ્ટિએ તમારા માટે સારું રહેશે. આ સપ્તાહે મોટું રોકાણ કરી શકો છો. હાલ તો રોકાણ પહેલા આર્થિક સલાહકારની વાત માનવાની સલાહ છે. અઠવાડિયા દરમિયાન લવ લાઈફ ગૂંચવાયેલી રહેશે. જોકે, તમારો પાર્ટનર કાળજી રાખશે અને તમને પ્રેમ આપશે. જોકે, ભવિષ્યનો ઉલ્લેખ કરશો તો તમારાથી દૂર થઈ શકે છે.

ધન

આ અઠવાડિયું ઘણી બાબતોમાં સારું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ શકે છે. તમે પોતાના જીવનમાં સૌને વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસ પડકારરૂપ રહી શકે છે. આવકમાં વૃદ્ધિ થવાની છે અને તમે જે પણ કામ કરશો તેમાં પરિવારનો સાથ મળી શકે છે. લવ લાઈફમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે.

મકર

આ અઠવાડિયું સરળ અને શાંતિભર્યું રહેશે. જોકે, જીવનનું દરેક પાસું તમને ગમે છે તેવું નહીં હોય પરંતુ તમે એટલા સંઘર્ષ કર્યા છે તમે પહેલા કરતાં વધુ મજબૂત અને હોંશિયાર થયા છો. કૌશલ્યની દ્રષ્ટિએ પોતાને અપગ્રેડ કરવાની જરૂર છે કારણકે તમારાથી જૂનિયર લોકો સ્થિતિ વધુ સારી રીતે સંભાળી રહ્યા છે. તમને બિઝનેસ પાર્ટનરનો સાથ મળશે અને તેઓ તમારી મુશ્કેલીને સમજશે. અઠવાડિયાના મધ્યમાં એવું લાગશે કે આર્થિક ફાયદો અપેક્ષાથી ઓછો થયો છે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે તમે વેપારને લગતા મહત્વના નિર્ણય લઈ શકો છો. આ અઠવાડિયે વિશ્લેષણ અને રણનીતિ તમારા પક્ષમાં રહેશે. રોજ પાંચ મિનિટ ફાળવીને ધ્યાન કરવું. આ અઠવાડિયે સાથી સાથેના સંબંધો ખૂબ મજબૂત થશે અને તમને એવું અનુભવાશે કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે મારે આખું જીવન વિતાવવું છે.

મીન

મીન રાશિના જાતકોએ આ અઠવાડિયે આરામ કરવાની સલાહ છે. આ અઠવાડિયે કામની વચ્ચેથી થોડો સમય પોતાના માટે પણ કાઢી લેશો તો સારું રહેશે. આ અઠવાડિયે તમારી વ્યવસાયિક અને આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો અને પરિવારે હંમેશા મુશ્કેલીમાં તમારો સાથ આપ્યો છે અને આ અઠવાડિયે પણ મળશે. આ અઠવાડિયું તમારું વ્યક્તિત્વ મજબૂત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *