સંકટમોચક હનુમાનજી વસે છે અહીં, પુત્ર પ્રાપ્તિની મનોકામના થાય છે પૂર્ણ

Posted by

1. નર્મદામાં છે અનેક હનુમાન મંદિર

નર્મદામાં છે અનેક હનુમાન મંદિર
આરતી માછી, નર્મદા: હિંદુ ધર્મમાં હનુમાનજીને સંકટમોચક કહેવામાં આવે છે.નર્મદા જિલ્લામાં સંકટમોચક હનુમાન દાદાના અનેક મંદિરો જેવા કે જાગેશ્વર હનુમાન મંદિર, હઠીલા હનુમાન મંદિર, ઢીકી હનુમાનજીનું મંદિર વગેરે આવેલા છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે.

2. પુત્રપ્રાપ્તિની મનોકામના થાય છે પૂર્ણ

પુત્રપ્રાપ્તિની મનોકામના થાય છે પૂર્ણ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુંટા આંબા ગામમાં આવેલ ઢીકી હનુમાનજીનું મંદિર ભકતોની આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. ઢીકી હનુમાનજી મંદિર ખાતે 2 પૂજારી સેવા આપી રહ્યા છે. આ મંદિર ખાતે ભકતોની પુત્ર પ્રાપ્તિ સહિતની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે.

3. 1982માં કરાઈ હતી સ્થાપના

1982માં કરાઈ હતી સ્થાપના
રાજપીપળાની બાજુમાં જૂના રાજ તરીકે ઓળખાતા ગામમાં ઢીકી હનુમાનજીનું મંદિર હતું. 1982માં આ ગામથી હનુમાનથી મૂર્તિ શિવ ભક્તો ખુંટા આંબા ખાતે લઈને આવ્યા હતા. હનુમાનજીની મૂર્તિ આ સ્થળે સ્થાપિત કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેથી આ મંદિરનુ નામ ઢીકી હનુમાનજી મંદિર છે.

4. મંગળ અને શનિવારે હોય છે ભારે ભીડ

મંગળ અને શનિવારે હોય છે ભારે ભીડ
ઢીકી હનુમાનજી મંદિર ખાતે મંગળવાર અને શનિવારના દિવસે ભકતોની ભારે ભીડ જામે છે. હનુમાન જયંતિ, અમાસ સહિતના દિવસે મંદિર ખાતે હવન, ભજન કીર્તન, ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

5. દૂર દૂરથી આવે છે ભક્તો

દૂર દૂરથી આવે છે ભક્તો
ઢીકી હનુમાનજી મંદિર ખાતે સુરત, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, રાજપીપળા સહિતના દૂર દૂરના સ્થળોએથી ભકતો દર્શનાર્થે ઉમટી પડે છે. નેત્રંગ, ડેડીયાપાડા અને રાજપીપળાને જોડતા માર્ગ ઉપર શાંત વાતાવરણમાં બિરાજમાન હનુમાનજીના આ મંદિરે ભકતો પણ પોતાનું શીશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *