સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના આ સાત અંગ પર ખંજવાળ આવે તો શુભ સંકેત ગણાય છે, જુઓ આ વિડીયોમાં

Posted by

સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિનું અંગ ફરકે તો તેની પાછળનું કારણ પણ શોધવામાં આવ્યું છે. ઘણી વખત આંખ, પગ, કે હોઠ વગેરે જેવાં શરીરનાં અંગોમાં ફફડાટ થાય છે. તો આવો શરીરના વિવિધ અંગોમાં આવતા ફફડાટ પાછળના કારણ વિશે વિગતે માહિતી મેળવીએ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળકથન કરી શકાય છે. નિષ્ણાંતો શરીરના અંગ ફરકવાના આધારે આ ફળકથન કરતાં હોય છે. જેમકે

પુરુષના શરીરનું ડાબુ અંગ ફરે તો તેને ભવિષ્યમાં દુખદ ઘટનામાંથી પસાર થવું પડે છે. જો તેનું જમણું અંગ ફરકે તો તેને શુભ સમાચાર મળે છે. મહિલાઓનું ડાબુ અંગ ફરકે તો શુભ અને જમણી ફરકે તો અશુભ ઘટના બને છે. જો તમારા ડાબા ખભા પર ફફડાટ થાય તો તેનો સંકેત છે કે ધન લાભ થશે. અને જો જમણા ખભા પર ફફડાટ થાય તો સંબંધમાં લાભ થશે. જો બંને ખભામાં સાથે ફફડાટ થાય તો તમારો કોઇની સાથે ઝઘડો થશે, તેવું સુચન છે.

વ્યક્તિની હથેળીમાં ફફડાટ થાય તો માનવામાં આવે છે, કે તમારે ટૂંક સમયમાં કોઇ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. અને જો આંગળીઓ ફફડતી હોય તો તમારો કોઇ જૂનો મિત્ર મળે તેવી શક્યતા છે.જો વ્યક્તિની પીઠ પર ફફડાટ થાય તો મોટી સમસ્યાનો ભાર તેમની પર આવશે, તેવું માનવામાં આવે છે. ડાબા પગના તળીયા પર ફફડાટ થાય તો માનવું કે તમને સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ટૂંક સમયમાં જ પ્રાપ્ત થશે. અને જમણા પગમાં ફફડાટ થાય તો તેનો અર્થ થાય છે કે થોડા સમયમાં યાત્રાએ જવાનું થશે.

જો બંને ગાલ ફરકે તો ધનલાભ થાય છે. જો ડાબી આંખ ફરકે તો તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને જમણી આંખ ફરકે તો તેને સારા સમાચાર મળે છે. પરંતુ જમણી આંખ વધારે સમય સુધી કે દિવસો સુધી ફરકે તો બીમારી તરફ ઈશારો કરે છે.હોંઠ ફરકે તો નવા મિત્રો મળે છે. હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કે અણધારી સમસ્યા માથે આવી પડશે. આંગળીનો ભાગ ફરકે તો મિત્રો સાથે મુલાકાત થશે. જો ડાબા પગની પહેલી આંગળી ફરકેતો લાભ થાય છે અને એક સારું શુકન પણ માનવામાં આવે છે. જમણા પગની પહેલી આંગળી ફરકેતે તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પગની પીંડીઓ ફરકે તો તમારા દુશ્મન તરફથી તમને પરેશાની મળવાના સંકેત કરે છે.

ડાબી ઘુંટણ ફરકેતો તેને અશુભ માનવામાં આવે છે. જમણી ઘુંટણ ફરકે તો શુભ સંકેત પ્રાપ્ત થાય છે. બંને આંખની ભ્રમરોનો મધ્ય ભાગ ફરકેતો સુખ પ્રાપ્ત થાય છે. માથુ ફરકે તો તે જમીન લાભ મળવાનો સંકેત માનવામાં આવે છે. જો આંખોની આસપાસનો ભાગ ફરકે તો પ્રિય વ્યક્તિ સાથે મળવાનો સંકેત મળે છે.

જમણો ખભો ફરકે તો ધન લાભ થાય. ડાબો ખભો ફરકે તો નવા સંબંધ બંધાઈ શકે છે. બંને ખભા એકસાથે ફરકે તો કોઈ સાથે ઝઘડો થાય છે. પીઠ ફરકે તો સમજવું કે મોટી સમસ્યા આવી પડશે. જમણી કોણી ફરકે તો ઝઘડો થવાના સંકેત હોય છે. ડાબી કોણી ફરકે તો સમાજમાં માન વધે તેવી ઘટના બને. સાથળ ફરકે તો શરમજનક સ્થિતિમાં મુકાય જાય તેવી ઘટના બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *