સમગ્ર શિક્ષા અતર્ગત સીવીલ વર્ક્સ ૧૧૨ જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ ૧૧ માસના કરાર આધારિત ૧૧૨ જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ટેક્નિકલ પોસ્ટ જેવી કે સીવીલ ઈજનેર, ઈલેક્ટ્રીકલ ઈજનેર અને આસિસ્ટન્ટ આર્કિટેક્ટ જેવી પોસ્ટ માટે કુલ મળીને ૧૧૨ જેટલી ભરતી થવાની છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ તારીખ:- ૧૮/૦૫/૨૦૨૩ થી મંગાવવાની શરૂ થઈ ગઈ છે.
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાની અરજી ૨૭/૦૫/૨૦૨૩ સુધીમાં મોકલી દેવી પડશે. અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ વય મર્યાદા તથા અનુભવની ગણતરી કરવામાં આવશે. કોઈપણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો જ માન્ય ગણવામાં આવશે. આ ભરતી માટે ફરજીયાતપણે ઓનલાઇન અરજી જ કરવાની રહેશે, પોસ્ટ કે કુરીયર દ્વારા કરેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. જો ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરશે તો તેની અરજીઓ રદ કરેલી ગણવામાં આવશે.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત વિગત
1) સીવીલ ઇજનેર :- કુલ જગ્યાઓ:- ૯૨
શૈક્ષણિક લાયકાત:- બી.ઈ./બી.ટેક કક્ષાએ ૬૦% ફરજીયાત, ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. જો ઉમેદવાર એમ.ઈ./એમ.ટેક કરેલ હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ:- ઉમેદવાર બી.ઈ./બી.ટેક હોય તો તેને બાંધકામ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને જો તે એમ.ઈ./એમ.ટેક. હોય તો તેને બાંધકામ ક્ષેત્રનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
માસિક મહેનતાણું :- ૩૦,૦૦૦/- રૂપિયા
2) ઈલેક્ટ્રીકલ ઇજનેર :- કુલ જગ્યાઓ:- ૦૨
શૈક્ષણિક લાયકાત:- બી.ઈ./બી.ટેક કક્ષાએ ૬૦% ફરજીયાત, ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. જો ઉમેદવાર એમ.ઈ./એમ.ટેક કરેલ હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ:- ઉમેદવાર બી.ઈ./બી.ટેક હોય તો તેને બાંધકામ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને જો તે એમ.ઈ./એમ.ટેક. હોય તો તેને બાંધકામ ક્ષેત્રનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
માસિક મહેનતાણું :- ૩૦,૦૦૦/- રૂપિયા
3) આસિસ્ટન્ટ આર્કિટેક્ટ :- કુલ જગ્યાઓ:- ૧૮
શૈક્ષણિક લાયકાત:- બી. આર્ક કક્ષાએ ૬૦% ફરજીયાત, ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
અનુભવ:- ઉમેદવારને બાંધકામ ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
માસિક મહેનતાણું :- ૨૦,૦૦૦/- રૂપિયા
ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા
લાયકાતના ધોરણે ગુણાંકન
સીવીલ ઇજનેર:- બી.ઈ./બી.ટેક.માં મેળવેલ ગુણના ૩૦% + એમ.ઈ./એમ.ટેક.માં મેળવેલ ગુણના ૧૦% + માંગેલ અનુભવના પ્રત્યેક વર્ષના ૨ ગુણ પ્રમાણે મહત્તમ ૫ વર્ષ એટલે ૧૦ ગુણ = ૫૦ ગુણ
ઈલેક્ટ્રીકલ ઇજનેર:- બી.ઈ./બી.ટેક.માં મેળવેલ ગુણના ૩૦% + એમ.ઈ./એમ.ટેક.માં મેળવેલ ગુણના ૧૦% + માંગેલ અનુભવના પ્રત્યેક વર્ષના ૨ ગુણ પ્રમાણે મહત્તમ ૫ વર્ષ એટલે ૧૦ ગુણ = ૫૦ ગુણ
આસિસ્ટન્ટ આર્કિટેક્ટ:- બી.આર્ક.માં મેળવેલ ગુણના ૩૦% + માંગેલ અનુભવના પ્રત્યેક વર્ષના ૪ ગુણ પમાણે મહત્તમ ૨૦ ગુણ = ૫૦ ગુણ
• ઉમેદવારે લેખિત કસોટી આપવાની રહેશે તેના ૩૦ ગુણ + રૂબરૂ મુલાકાતના ૨૦ ગુણ + લાયકાત મૂલ્યાંકનના ૫૦ ગુણ = ૧૦૦ ગુણમાંથી મેરીટ બનશે.
૧૦૦ ગુણના મેરીટમાં આવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપીને નોકરીની તક આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ તારીખ ૨૭/૦૫/૨૦૨૩ સુધીમાં વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. ૨૭ મે પછીની કોઈપણ અરજી માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને જ્યારે પણ પ્રમાણપત્રોની ખરાઈ માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે.