દ્રોપદી મહાભારત ના સૌથી પ્રસિદ્ધ પાત્રોમાંના એક છે. આ મહાકાવ્ય અનુસાર દ્રોપદી પાંચાલ દેશના રાજા દ્રુપદ ની પુત્રી છે જે પછી પાંચ પાંડવો ની પત્ની બની. દ્રોપદી પંચ કન્યાઓ માં થી એક છે, જેને ચિર-કુમારી કહેવામાં આવે છે. આ કૃષ્ણા, યજ્ઞસેની, મહાભારતી. સૈરન્ઘ્રી, પાંચાલી, અગ્નીસુતા વગેરે અન્ય નામો માંથી વિખ્યાત છે. દ્રોપદી ના વિવાહ પાંચો પાંડવો ભાઈઓ સાથે થયા હતા. પાંડવો દ્વારા એને જન્મેલા પાંચ પુત્ર (ક્રમશઃ પ્રતીવિન્દ્ય, સુતસોમ, શ્રુતકીર્તિ, શતાનીક અને શ્રુતકર્માં) ઉપ-પાંડવ નામથી જાણીતા હતા.
આ કહાની મહાભારત કાલ માં બતાવવામાં આવી છે કે દ્રોપદી ના શ્રાપ ના કારણે કુતરા એકબીજા સાથે સહવાસ કરે છે. આ લોકકથા ખુબ જ પ્રચલિત છે, પરંતુ એનું પ્રમાણ કોઈ પણ ગ્રંથ માં મળતું નથી. કહેવામાં આવે છે જયારે અર્જુન વિવાહ કરીને દ્રોપદી ને ઘરે લાવ્યો હતો તો માતા કુંતી એ એમના કોઈ કામ માં વ્યસ્ત હોવાના કારણે જોયા વગર અજાણ માં દરેક ભાઈઓ ને એ આદેશ આપી દીધો હતો કે દરેક ભાઈ મળીને બરાબર એનો ઉપયોગ કરો.
માતા કુંતી ની વાત નું માન રાખવા માટે દરેક ભાઈઓ એ દ્રોપદી સાથે વિવાહ કર્યા હતા. પાંડવો માં એ પણ નિર્ધારિત થયું હતું કે દ્રોપદી દર વર્ષ એક જ પાંડવો ની સાથે એમનો સમય પસાર કરશે અને જયારે દ્રોપદી કોઈ પાંડવની સાથે કક્ષમાં સમય પસાર કરી રહી હોય તો એના કક્ષ માં કોઈ બીજા ને આવવા માટે મનાઈ હતી.
જયારે પણ કોઈ એક પાંડવ દ્રોપદી ના કક્ષ માં જતા હતા તો તે એમની ચપ્પલ દ્વાર પર ઉતારી ને જતા હતા, જેથી કોઈ બીજા પાંડવ, પાંડવ ના ચપ્પલ જોઇને કક્ષ માં પ્રવેશ ન કરે. એક વાર જયારે અર્જુન એમની ચપ્પલ પ્રવેશ દ્વાર ની બહાર ઉતારીને દ્રોપદી ની સાથે પ્રેમ પ્રસંગ માં લીન હતા, ત્યારે ત્યાં એક કુતરો આવ્યો અને રમત રમત માં તે કુતરા એ ચપ્પલ લઇ લીધી અને પાસેના જંગલ માં એની સાથે રમવા લાગ્યા. એ સમય દરમિયાન ભીમ એમના કક્ષ તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા, એમણે જોયું કે દ્રોપદી ના કક્ષ ની બહાર કોઈ ચપ્પલ નથી અને તેમણે દ્રોપદી ના કક્ષ માં પ્રવેશ કરી લીધો.
આ રીતે ભીમ ને એમના કક્ષ માં જોઇને દ્રોપદી શરમાઈ ગઈ અને ખુબ જ ક્રોધિત થતા એમણે ભીમ ને કહ્યું કે કક્ષ માં પ્રવેશ શા માટે કર્યો, જયારે અર્જુને એમના ચપ્પલ પ્રવેશ દ્વાર ની બહાર ઉતર્યા છે. એના પર ભીમે કહ્યું કે કોઈ પણ ચપ્પલ દ્વાર પર રાખેલી નથી. ત્યારે બંને ભાઈ કક્ષ માંથી બહાર નીકળ્યા અને એમણે ચપ્પલ ને શોધવાનું ચાલુ કર્યું.
શોધતા શોધતા પાસેના જંગલ માં તે બંને પહોચી ગયા, એમણે જોયું કે એક કુતરો અર્જુન ના ચપ્પલ ની સાથે રમી રહ્યો હતો. દ્રોપદી આ વાતથી ખુબ જ લજ્જિત મહેસુસ કરી રહી હતી તો એમણે ક્રોધ માં આવીને કુતરા ને એવો શ્રાપ આપી દીધો કે જેવી રીતે આજે કોઈએ મણે સહવાસ કરતા જોયા છે એ જ રીતે તને આખી દુનિયા સહવાસ કરતા જોઈ શકશે, ત્યારથી માનવામાં આવે છે કે કુતરા સહવાસ કરતા સમયે લોક લજ્જા ની ચિંતા કરતા નથી.