ભારતીય સમાજમાં છોકરીઓનો ઉછેર એવા માહોલમાં થાય છે કે તેમના મગજમાં સેક્સને લઇને અનેક ડર હોય છે. પહેલી વખત સંભોગથી કેટલીક જાતના મિથક જોડાયેલા હોય છે. લોકોના મનમાં પહેલાથી જ એવું ભરાવી દેવામાં આવ્યું છે કે, પ્રથમ વખત સેક્સ કરતી વખતે છોકરીઓને યોનિમાર્ગમાં ખુબ જ દુખાવો થતો હોય છે. આ દરમિયાન બ્લીડિંગને લઇને અનેક જાતના વિચારો લોકોના મગજમાં ચાલતા હોય છે.
સેક્સ કરવાની સ્થિતિથી ખૂબ દુખે છે એવો ભ્રમ લોકોના મનમાં મોટેભાગે હોય છે. કેવી રીતે તમે તેનાથી છુટકારો મેળવીને સેક્સ લાઇફની મજા લઇ શકો છો અને તમારા સંબંધોને સામાન્ય બનાવી શકો છો. સેક્સ દરમિયાન થતાં દુખાવાને મેડિકલની ભાષામાં દાઇસ્પેરેનિયા કહેવામાં આવે છે. આ એવો દુખાવો છે એક વખત થવાથી વારંવાર થઇ શકે છે અને આ દુખાવાની અસર મહિલા-પુરુષના સંબંધો ઉપર પડે છે.
હકીકતમાં પહેલી વખત સેક્સ દરમિયાન મહિલાઓમાં થનારો દુખાવાનું મુખ્ય કારણ યોનિનું વધાર પડતું ટાઇટ હોવું છે. આવું ત્યારે થાય છે જ્યારે યોનિની માંસપેશિય ખેંચાઇ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. આવી સ્થિતિમાં સંભોગ સમયે મહિલાને ખૂબજ દુખાવો થાય છે. આવું તેવી મહિલાઓ સાથે થવાની શક્યતા છે જે સેક્સ સંબંધને ખરાબ માને છે અને સેક્સ સમયે પુરુષો સાથે સહયોગ કરતી નથી. તેની મનોવૈજ્ઞાનિક અસર એ થાય છે કે સંભોગ સમયે યોનિની માંસપેશિયો સંકોચાઇ જાય છે અને ઘણો દુખાવો થાય છે. યોનિમાં કોઇ પણ પ્રકાવૉરનું ઇન્ફેક્શન પણ સેક્સ કરતી વખતે દુખાવાનું મોટુ કારણ છે. મોટાભાગે યોનિના આકારમાં પરિવર્તન થઇ જાય છે જેને એડ્રિયોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. જો તમને પણ સેક્સ દરમિયાન દુખઆવો થતો હોય તો તમારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. સેક્સ દરમિયાન થતાં દુખાવાનું એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે.
છોકરીઓને યુવાવસ્થા અને કિશોરાવસ્થા દરમિયાન તેવું પણ સાંભળવા મળે છે કે પહેલી વખત કરવામાં આવેલું સેક્સ ઘણું કષ્ટદાયક હોય છે અને તે દરમિયાન ખૂબ બ્લીડિંગ પણ થાય છે. લાંબા સમય સુધી એવું માનવામાં આવે છે કે છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય નહીં તો તે છોકરી પહેલા સેક્સ કરી ચૂકી છે. આ તમામ વાત છોકરીઓના મનમાં મનોવૈજ્ઞાનિક રૂપથી સેક્સ પ્રત્યે ડર ઉત્પન્ન કરે છે અને આ રીતની છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન મોટાભાગે દુખાવાની ફરિયાદ રહે છે.જો તમે ઇચ્છો છો કે તમને સેક્સ દરમિયાન દુખાવો થાય નહીં તો તમારે કેટલીક સેક્સ પોઝિશનનો ઉપયોગ પહેલી વખત સેક્સ દરમિયાન કરવો જોઇએ અને તમારા મગજમાંથી સેક્સ માટેના દુખાવા માટેનો ડર દૂર કરી દેવો જોઇએ. આ બધું કરવા છતાં પણ તમને દુખાવો થતો હોય તો તમે ડોક્ટરની સલાહ લો.
સામાન્ય રીતે સેક્સએ સાંપ્રત સમાજમાં એક ટેબુ સબ્જેક્ય છે. જેના વિશે કોઇ પણ વ્યક્તિ મુક્ત મને વાતચીત કરવાનું ટાળતો હોય છે. આના જ કારણે સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓએ ભોગવવાનું આવે છે તો કેટલાક કિસ્સાઓમાં પુરૂષોએ. ત્યારે આજે એક મહત્વનાં વિષય પર સેક્સ અંગેના નિષ્ણાંત ડોક્ટર સાથેની વાતચીતનાં કેટલાક અંશો….
શું કામ પુરુષ લિંગ લાંબુ કે જાડુ કરવા ઈચ્છે છે ?
કોરોનાના લોકડાઉન સમયમાં સૌથી વધુ પતિ અને પત્ની સૌથી વધુ સમય સાથે રહયા છે, ત્યારે હાલના સમયમાં અમદાવાદના સેક્સોલોજીસ્ટ ડોક્ટર પારસ શાહ પાસે દરોજના ત્રણથી ચાર પુરુષ પોતાનું લિંગ લાંબુ કે જાડુ કરાવવા માટેની પૂછપરછ કરવા માટે આવે છે. તેવામાં સેકસોલજિસ્ટ ડોક્નીટરની પ્રેક્ટીસમાં સામે આવ્યું છે કે, પુરુષ બ્લુ ફિલ્મ જોઈ-જોઈને આવી માનસિકતા થઇ જતી હોય છે, ત્યારે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે, જ્યારે થિયેટરમાં તમે પત્ની સાથે એક્શન ફિલ્મ જોવા માટે જાવ છો અને એક્શન ફિલ્મમાં હીરો જે ફાઇટ સ્ટન્ટ કરતો હોય છે એ જ ફાઇટ સ્ટન્ટ પુરુષ ઘરે આવીને કરે છે? એટલે કે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે, પુરુષ પોતાની જાત કે લિંગને બ્લુ ફિલ્મના પોર્નએક્ટરની સાથે સરખામણી કરી લેતા હોય છે. જેના કારણે આ માનસિકા થઇ જતી હોય છે, એટલે પુરુષને પોતાની જાતને પોર્નએક્ટર સાથે સરખામણી ન કરવી જોઈએ.
શું પુરુષનું લિંગ લાંબુ કે જાડુ થઇ શકે છે ?
આ અંગે જવાબ આપતા ડૉ. પારસ શાહે જણાવ્યું કે, મેડિકલ ક્ષેત્રેમાં લિંગ લાબું કે જાડુ કરવા માટે કોઈ જ દવા નથી. કોઈ જ ઓઇલ નથી, કોઈ જ પમ્પ નથી, બે રસ્તા છે લિંગ લાબું કે જાડુ કરવા માટે ના જેમાં પહેલો રસ્તો છે લિંગનું ઓપરેશન જે એક જ દિવસમાં પૂર્ણ થઇ જતું હોય છે. જેનો ખર્ચ આશરે એક લાખ જેટલો થતો હોય છે. જેમાં લિંગ લાબું લાંબુ કરી શકાય છે. બીજો રસ્તો છે ફેટના ઈન્જેક્શન જે માટે પણ એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે. જેમાં જાડાઈ વધતી હોય છે ત્યારે ફેટના ઇન્જેક્શનમાં 6 માસ પુરુષને તકલીફ ઉભી થતી હોય છે.
લિંગ જાડુ કે લાબું કરવાનો ખર્ચ શું થાય છે ?
જો કે ડોક્ટર પારસ શાહ આ પ્રકારનું ઓપરેશન કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તેમના મતે લિંગ જાડું કે લાબું કરવાનું ઓપરેશન કરવાની કોઇ જરૂર નથી. શું કોઈ પુરુષનું નાક આપણે ઓપરેશન કરીને લાંબુ કે જાડુ કરીએ તો શું એ પુરુષ વધારે સુગંધ કે ઓક્સિજન લઇ શકે છે? ત્યારે લિંગ લાબું કરવા માટૅ તો એક લાખ જેટલો ખર્ચ થતો હોય છે. લિંગ લાંબુ કે જાડુ કરવાથી મહિલા વધારે ખુશ થાય છે તે માત્ર એક માન્યતા છે.
પુરુષનું લિંગ જાતીય સંતોષ માટે કેવું હોવું જોઈએ ?
સિનિયર સેક્સોલોજીસ્ટ ડોક્ટરના અનુસાર લિંગ મોટું કરવાનો કોઈ જ ફાયદો જાતીય જીવનમાં થતો નથી. જ્યારે ડોક્ટરની પ્રેક્ટિસમાં આમે આવ્યું છે કે, પુરુષનું લિંગ નોર્મલ જ હોય છે માત્ર 2 ઇંચ કે તેનાથી વધુ પુરુષનું લિંગ પણ સ્ત્રીને સારો સંતોષ આપી શકે છે. ત્યારે સેક્સ કેટલી વાર કરો તે મહત્વનું નથી. તમે કેટલું ખાવ છો તે મહત્વનું નથી પરંતુ કેટલું પચાવી શકો તે મહત્વનું છે તે પ્રકારે ઇન્ટીમેશન દરમિયાન બંન્ને એકબીજામાં ઓતપ્રોત થઇને એકબીજાને કેટલો સંતોષ આપી શકે તે મહત્વનું છે.
સ્ત્રીની યોની શું છે ?
લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં શિક્ષિત કે અશિક્ષિત દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. સિનિયર સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહના મત મુજબ સ્ત્રીનો યોનીમાર્ગ એવી જગ્યા છે, જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે. બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ જન્મ લે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગએ એક ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે, એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે. આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના લિંગની જાડાઈ કે લંબાઈ વધુ મહત્વ ધરાવતી નથી હોતી.