સેક્સમાં ભરપૂર સંતુષ્ટિ માટે મગજ અને શરીરની વચ્ચે તાલમેળ ખૂબ જરૂરી છે. યૌન સુખ પણ ત્યારે ચરમ પર પહોંચી શકે છે. જ્યારે બન્ને પાર્ટનર શરીર અને મગજ બન્નેથી એકાકાર થઇ જાય એકનું સુખ બીજાને સુખ આપે અને એકની સંતુષ્ટિ બીજાને ચરમ સંતુષ્ટિ બની જાય સેક્સ નિષ્ણાંતોની સલાહ છે કે જો તમે સંભોગ દરમિયાન પૂર્ણ સંતુષ્ટિ એટલે ઓર્ગેજમ હાંસલ કરવા માંગો છો તો જાણી લો આ વાત…સેક્સમાં આનંદ મેળવવા માટે જરૂરી છે કે તમારો પાર્ટનર તેના માટે માનસિક રીતે તૈયાર છે જેથી જરૂરી છે કે સૌથી પહેલા તમે તમારા પાર્ટનરમાં સેક્સની ઇચ્છા જગાવો..
યૌન ક્રિયાનો આનંદ લેવા માટે જરૂરી છે કે તેમા બન્ને પાર્ટનરની દરેક ઇન્દ્રિયો સામેલ કરો. મગજની સાથે-સાથે શરીરનું દરેક અંગ યૌન ઉત્તેજનાને અનુરૂપ કાર્ય કરે અને સેક્સ સુખનો અનુભવ કરે તેનાથી સેક્સમાં ગતિ આવે છે. અને ઉત્તેજના વધતા-વધતા આનંદના સ્તર સુધી પહોંચી જાય છે.
યૌન ક્રિયા દરમિયાન એવું પણ જરૂરી છે કે તમે તમારી ઇચ્છાઓ, ભાવનાઓ તેમજ સુખને ખુલીને પાર્ટનર સાથે શેર કરો. ઉદાહરણ માટે એકબીજાને જણાવો કે ક્યારે સારુ લાગી રહ્યું છે ક્યારે રોકાવાનું મન છે ક્યારે સેક્સમાં ગતિ વધારવાની ઇચ્છા થઇ રહી છે જેથી સંભોગનો ભરપૂર આનંદ માણી શકો છો.