સરકારી વીમા કંપનીમાં નોકરી મેળવવાની ખાસ તક, પગાર છે 60 હજાર, ફટાફટ આ રીતે કરો અરજી

Posted by

સરકારી સંસ્થા કૃષિ વીમા કંપનીમાં મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન 24 જૂન 2023ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 9 જુલાઇ 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમે ઓફિશિયલ વેબસાઇટ https://www.aicofindia.com/ પરથી મેળવી શક્શો.

એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AIC ની સત્તાવાર વેબસાઈટ https://www.aicofindia.com/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યા

કૃષિ વીમા કંપનીની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈનીની કુલ 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ રીતે કરો અરજી

સૌ પ્રથમ AIC ની વેબસાઈટ https://www.aicofindia.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.

હવે આ ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.

હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *