સગાઇ કરેલા યુવક-યુવતીની ધુળેટાના જંગલમાં લટકતી લાશ મળતા ચકચાર, ડોગ સ્કવૉડ, FSL, પોલીસ તપાસમાં લાગી

સગાઇ કરેલા યુવક-યુવતીની ધુળેટાના જંગલમાં લટકતી લાશ મળતા ચકચાર, ડોગ સ્કવૉડ, FSL, પોલીસ તપાસમાં લાગી

અરવલ્લી જીલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જીલ્લામાં લટકતી લાશો મળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગળે ફાંસો ખાઈ કે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કરવાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. શામળાજી નજીક આવેલા ધુળેટાના ગાઢ જંગલમાં સગાઇ કરેલ ધુળેટા ગામના યુવક અને ઓડ ગામની યુવતીની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતા જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

ઘટનાની જાણ શામળાજી પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી યુવક-યુવતીના મોતનું કારણ જાણવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી. જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં દંપતીની લાશ જોવા મળતા લોકોમાં આત્મહત્યા કે હત્યા સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.

શામળાજી નજીક આવેલા ધુળેટા ગામના ગાઢ જંગલમાં ધુળેટા ગામના સંજયભાઈ રસીકભાઇ પાંડોર અને તેની સાથે સગાઇ કરેલી ઓડ ગામની સાનિયાબેન પોપટભાઈ ડામોર નામની યુવતીની ઝાડ સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. યુવક-યુવતીના પરિવારજનો અને લોકોના ટોળેટોળા જંગલમાં ઉમટ્યા હતા યુવક-યુવતીની લાશ ધુળેટી ગામના જંગલમાં ઝાડ સાથે લટકતી હોવાની જાણ શામળાજી પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશને ઉતારી પીએમ માટે ખસેડી મૃતક યુવક-યુવતીના મૃત્યુનું તથ્ય જાણવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લઇ શામળાજી પોલીસે મૃતક યુવતીના પિતા પોપટભાઈની ફરિયાદના આધારે એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *