તમે સાચા હોય અને કોઈ તમને ખોટા સાબિત કરે ત્યારે શુ કરવું

Posted by

” દરેક પરિવાર એ દિવ્ય અસ્તિત્વ છે ” એટલે કે એક પરિવાર માં સાથે રહેતા તમામ લોકો વચ્ચે પરસ્પર સ્નેહ ની ભાવના જળવાય રેહવી જોઈએ રોજ સાથે રહેતી વ્યક્તિ સાથે સંપી ને રહેવામાં જ સુઃખ અને શાંતિ રહેલી છે આ એક સિદ્ધાંત વાત છે ગમે તેવા સંજોગો હોય કપરી પરિસ્થિઓ નો સામનો કરવાનો હોય આપડા જ આપણને કામ આવતા હોય છે, તો પછી આપડે શા કારણે કોઈ નાની વાતો માં ઝઘડા અને વેરભાવ ઉભો કરીએ છીએ,આ વાત દરેકે વિચારવા જેવી તો ખરી જ,

એટલા માટે સૌ કોઈ એ આ વાત યાદ રાખવી હળીમળી ને આનંદ કરીને એકબીજા ને સમજીને એકબીજાને સ્વીકારીને એક બીજું નું સહન કરીને પણ આનંદથી જિંદગી પસાર કરવી એક સુંદર ઉદાહરણ સાથે સમજીયે તો કોઈ એક વ્યક્તિ મુંબઈ થી સુરત ની ટ્રેન માં પસાર થઈ રહી છે એ નક્કી કરેલ સમયે પોહ્ચવાની જ હોય છે પણ મુસાફરી દરમિયાન

એણે નક્કી કરવાનું મુસાફરી કરવી રીતે પસાર કરવી છે આજુ-બાજુ માં બેસેલા પેસેન્જરો સાથે આનંદ કરતા કરતા કે પછી એમની મસ્તી કે પછી ખોટી હેરાન ગતિ કરી ને મુસાફરી પસાર કરવી.બસ આ એક ઉદાહરણ જેવું જ કંઈક આપડી જિંદગી નું પણ છે નક્કી આપડે કરવાનું કે આ જિંદગી રૂપી મુસાફરી ને આપડે કેવી રીતે પસાર કરવી ઝગડતા ઝગડતા જ જિંદગી પુરી કરવી કે સ્વીકાર અને સહન ની ભાવના થી સુખે થી પુરી કરવી

સાંસારિક જીવનમાં મોટેભાગે ચલાવી લેવું, મોટું મન રાખવી આ પ્રકારની ભાવનાઓ જ સાંસારિક જીવનમાં મીઠાશ ભરી દેતું હોય છે, દર-વખતે આપડા કેહવા પ્રમાણે જ બધું થાય એ તો શક્ય નથી જ અને લગ્ન-જીવન સુખી રીતે પસાર કરવામાં નિર્ણયો માં એક-બીજા ની સંમતિ ખુબ મોટો ભાગ ભજવતું હોય છે આ સમયે મોટું મન રાખી પરસ્પર એક બીજાની વાત સમજીને નિર્ણય કરવો જોઈએ.

એકબીજાને સમજવાની ત્યારી, એકબીજાને સમજવાની ત્યારી, એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ આ તમામ મુદ્દાઓ જ તમારા પારિવારિક જીવન આનંદ અને સુખમય રીતે બનાવતા હોય છે, અમદાવાદ ના એક ખુબ મોટા નામાંકિત જ્જને એક સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ” તમારા દ્રષ્ટિએ પરિવાર માં વિખવાદ નું મુખ્ય કારણ શું હોય છે ”

ત્યારે જજ પોતાના 30 વર્ષ ના અનુભવના સાર રૂપે એક જ વાક્યમાં એમને ઉત્તર આપેલો ” સહન કરવાની વૃત્તિ અને એકબીજા ને સ્વીકાર કરવાની ભાવના ” મોટાઓ ની મર્યાદા સાચવવા માટે પરિવારમાં પરસ્પર એકતા રાખવા માટે સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અને પેઢીઓ ના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આ ચાર કારણો માટે સહન તો પરિવાર માં દરેકે કરવું જ પડે.

હાલના સમયમાં ઘણા અભિગમ એવા હોય છે હું જો ખોટો હોવ તો મને જાહેર માં લાફો મારજો પણ હું સાચો હોવ તો હું કોઈ નું જરીક પણ સહન નહીં જ કરું, પરંતુ સામાજિક જીવનના ચાર કારણો સુરક્ષિત રાખવા માટે આપડો વાંક ન હોય છતાં પણ સહન તો કરવું જ પડે છે. વડીલો નું માન એજ પરિવારની મૂડી છે મર્યાદા માં જ રહી દરેક કાર્ય કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *