ઋષિપાંચમ નાં દિવસે ચોખાના લોટ થી કરો આ ઉપાય પાંચમ ના દિવસે પિતૃઓ પાસે માંગો ધનવાન બનવાનું વરદાન

ઋષિપાંચમ નાં દિવસે ચોખાના લોટ થી કરો આ ઉપાય પાંચમ ના દિવસે પિતૃઓ પાસે માંગો ધનવાન બનવાનું વરદાન

ભાદરવા સુદ પાંચમને એટલે ઋષિપંચમ. આ દિવસ સામાપાંચમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે મહિલાઓ અરુંધતિ સહિત સપ્ત ઋષિઓનું સ્મરણ કરે છે. અને નદી, તળા કે જળાશયોમાં સ્નાન કરે છે. આ દિવસે મહિલાઓ કોઇપણ પ્રકારનું અન્ન કે બટેટા કે સુરણ જેવી વસ્તુઓ ખાવામાં લઈ શકાય નહિં. આખો દિવસ ઉપવાસ કરવો અને જમવામાં માત્ર સામો (મોરૈયો નહિં)  લેવામાં આવે છે. સામા જોડે કોઈ વેલાનું શાક જેવું કે તુરિયા, દૂધી, ચીભડું, કાકડી, ગલકા વગેરે લઈ શકાય છે. પણ બટેટા કે સુરણનો નિષેધ કરવામાં આવ્યો છે. આ દિવસે પવિત્ર નદી કે સમુદ્રમાં સ્નાન કરાવાનું પણ વિશેષ મહાત્મ્ય છે.

બ્રહ્મ પુરાણ અનુસાર માસિક ધર્મમાં આવતી હોય તેવી તમામ બહેનોએ આ વ્રત કરવું ખાસ જરૂરી છે. માસિક ધર્મ ન પાળવાથી જો કોઈ દોષ લાગ્યો હોય તો આ વ્રત થકી તેમાંથી મુક્તિ મળે છે. પવિત્ર નદીઓ કે જળાશયો કે સમુદ્રમાં સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આવા સ્થળે સાત વાર સ્નાન કરવું જોઈએ કે સાત ડુબકી મારવી જોઈએ. જેટલી વાર ડુબકી મારવામાં આવે તેટલી વાર પાપો ધોવાઈ જાય છે.

આદી કાળથી આ વ્રત કરાય છે. શહેર તેમજ ગામડામાં મોટાંભાગે તમામ ધર્મના લોકોની મહિલાઓ આ વ્રત કરે છે. શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે. આ દિવસોમાં તરણેતરના કુંડમાં પણ સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. અહિં તરણેતરનો ભાતીગળ મેળો ભરાય છે. જે સ્થાનિક ધોરણે એક પ્રકારનો વેલેન્ટાઈન ફેસ્ટિવલ હોય છે. તરણેતરના આ ભાતીગળ મેળામાં અનેક વયસ્ક યુવક યુવતીઓ પોતાના મનનો માણીગર મેળવી જનમ જનમ સાથે રહેવાના કોલ આપે છે. ભારતીય સંસ્કૃતિની વિશેષ ઓળખ સમાન આ તહેવારની જાણો અહિં શું છે કથા..

ઋષિપાંચમની કથા :વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તેણે માસિક ધર્મનું પાલન ન કરતાં, વાસણોને અડી ગઇ હતી. તે કર્મના ફળ સ્વરૂપ તેની આ સ્થિતિ થઈ છે. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હોવાથી તેને ભોગવટો કરવો પડી રહ્યો છે.

પિતાએ પુત્રીને ઋષિપાંચમનું વ્રત કરવા સમજાવી. પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કેવી રીતે કરવું વ્રત : સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. તે પછી પૂજા સ્થળે કે ઘર આંગણમાં જગ્યાએ હળદરથી ચોરસ કરવું. માટીના સાત ઋષિ અને દેવી અરુધતિ બનાવીને તેના પર સ્થાપિત કરવા. આ સાતેય ઋષિ અને દેવી અરુંધતિનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ વડે અબીલ, ગુલાલ, ચંદન, કંકુ, ચોખા ફૂલ, નાગલા – ચુંદડી, નાડાછડી વિગેરે ચ઼ડાવી પૂજન કરવું. ઘીનો દિવો કરવો. ધૂપ કરવો. પ્રસાદમાં કોઈ ફળ ચઢાવવું. તે પછી આરતી કરવી. આ વ્રત આજીવન કરવું. જો કોઈ ગુરુ તમે બનાવ્યા હોય તો આ દિવસે તેમની પણ પૂજા-અર્ચના કરવી.

આ દિવસે  અન્નનો ત્યાગ કરવો, કંદ- મૂળનો ત્યાગ કરવો. :શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી કે મંદિરે સીધુ(એક ટંક રસોઈ થાય તેટલું પુરુ( અન્ન, લોટ, શાક, તેલ, મસાલા, ઘી વિગેરે) આપવું. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. અને રાતના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. ઋષિ પાંચમીની કથા સાંભળવી.

કોઈપણ છડેલું ધાન આ દિવસે ખાવાનો નિષેધ છે તેથી જ માત્ર સામો જ એક એવું ધાન છે કે જે આ દિવસે ખાવામાં આવે છે. આવી રીતે  કરેલું ઋષિપાંચમનું વ્રત તમામ દોષોમાંથી મુક્તિ આપે છે. જો ચામડીનો થયો હોય તો તેને મટાડે છે. સર્વ પ્રકારે શુભ કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *