નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઇ રહ્યું છે. માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો હતો.ત્યારે હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહયું હતું.
જે સંદર્ભે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પલ્લી સમયે રૂપાલમાં પ્રવેશતાં તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવનાર છે.વિશ્વભરમાં ઘણાં પ્રકારના મંદિર આવેલા છે જે અલૌકિક ચમત્કારો માટે ઓળખાતામાં મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આમ તો ભારત આસ્થાનો દેશ કહેવામાં આવે છે. પરંતુ અહીં અલગ-અલગ વર્ગના લોકોની આસ્થા પણ જુદા-જુદા ધર્મોમાં હોય છે અને તે અનુસાર પૂજા કરવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરથી દર વર્ષની જેમ જ આ વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે આજે રાત્રે પલ્લી ઉત્સવ યોજાશે. રૂપાલમાં પાંડવો-શ્રીકૃષ્ણ ભગવાને શરૂ કરેલી માતાજીની પલ્લી પરંપરા આજે અકબંધ રહી છે. એવી માન્યતા છે કે, માતાજીએ પોતાના લોહીવાળા વસ્ત્રો અને શરીર શુદ્ધ કરવા માટે અહીં માનસરોવર પ્રગટ કર્યું હતું અને રાક્ષસોનો નાશ કરીને પોતાના લોહીવાળા વસ્ત્રો અહીં શુદ્ધ કર્યા હતા.
ત્યારબાદથી અહીં જ વસવાટ કરી દીધો હતો. આજે પલ્લીના ભાગરુપે પા‹કગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.આજે અમે તમને એક આવા મંદિર વિશે જણાવીશું જેમની અલગ પરંપરાના પગલે મંદિરને ઘીથી ધોવામાં આવે છે. જણાવી દઈએ કે મંદિરમાં આ કાર્ય કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જોકે આ મંદિર બીજી કયાંય નહીં પરંતુ ગુજરાતના રૂપાલા ગામમાં આવેલું છે.લાખો ભક્તોના ધસારાને લઇને મંદિરના આસપાસના વિસ્તારમાં અનેક સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી.
પાર્કિંગના સ્થળે જમીન માલિકોને વરદાયિની માતા ટ્રસ્ટ દ્વારા પૈસાની ચુકવણી કરવામાં આવનાર છે. ગયા વર્ષે માતાજીની પલ્લીમાં પાંચ લાખ ઘીનો અભિષેક કરાયો હતો. લાખો શ્રદ્ધાળુ પલ્લી અને મંદિરના દર્શનનો લ્હાવો લેવા પહોંચી ચુક્યા છે. નવરાત્રી પર્વના છેલ્લા દિવસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામ નજીક વરદાયીની માતાના મંદિરથી અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે પલ્લી કાઢવામાં આવનાર છે.રૂપાલા ગામમાં સ્થિત આ માતાજી વરદાયિનીનું અદ્દભુત મંદિર છે.
આ જાણીને તમને ત્યારે આશ્ચર્ય થશે જ્યારે આ મંદિરની પરંપરા વિશે જાણશો. અહી માતાજીના મંદિરમાં ઘીથી અભિષેક કરવાનો રિવાજ છે જેના પગલે અહી ઓક્ટોમ્બર મહિનામાં પલ્લી મહોત્સવ મનાવવામાં આવે છે આ મહોત્સનો લાહ્વો લેવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું આવે છે.બાધા પુરી કરવા આવેલા ભક્તો દ્વારા ઘી ખરીદવા માટે મંદિર આસપાસ શરૂ થયેલી દુકાનોમાં ભીડ થવા લાગી હતી.તેની સાથે મંદિર નજીક પોલીસ કાફલો બંદોબસ્તમાં તહેનાત થઈ રહ્યો હતો.
ભક્તોનું ધોડાપુર ઉમટી પડવાની ધારણાને લક્ષમાં લઈ સાંજના ૫ વાગ્યા પછી મંદિર તરફ જતા રસ્તાને વાહનો માટે બંધ કરી દેવામાં આવનાર હતી.મંદિર સૂત્રોનાં કહેવા મુજબ આ વખતે લાખો ભક્તોનો ધસારો થઇ રહ્યો હતો.માતાની પલ્લી ઉપર લાખોના શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવનાર હતા.મહત્વની વાત એ છે કે આ પરંપરા મહાભારત કાળથી ચાલી આવી રહી છે. આ વિશે લોકો માને છે કે ઘીથી માતાજીનો અભિષેક કરવાથી માતાજીની કૃપા વરસે છે.
દર વર્ષ આ કાર્ય કરવા માટે નવરાત્રી પર પલ્લી સમારોહનું આયોજન પણ થાય છે. નવરાત્રીના પગલે માતાજીના દરબારમાં ભક્તો એકઠા થાય છે. આ નવ દિવસોમાં નવમીએ અહીયા એક યુવતીથી બનાવેલો એક રથને આખા ગામમાં ફેરવવામાં આવે છે.ગાંધીનગરથી ૧૨ કિલોમીટરના અંતરે સ્થિત રૂપાલ ગામની ઓળખ પલ્લી તરીકે વધારે થાય છે. અહીં શુદ્ધ ઘીની નદીઓ નવરાત્રી દરમિયાન જાવા મળે છે. નવરાત્રી દરમિયાન નોમના પલ્લીનું આયોજન કરાય છે.
પૂજા અર્ચનામાં અનાજ, કઠોળ, ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. નોમના દિવસે પલ્લીની શરૂઆત સવારથી જ કરવામાં આવે છે અને માતાજીનો પંચબલી યજ્ઞ કરવામાં આવે છે. પલ્લીના કાર્યમાં ગામના લોકો જાડાઈને માતાજીની સેવાનો લ્હાવો લેતા હોય છે. પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે.ગુજરાતના પાટનગર ગાંધીનગરમાથી ,13 કિલો મીટર ના અંતરે આવેલ શ્રી વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે.
પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે.રૂપાલના પ્રખર વિધવાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઉંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રી વરદાયીની માહાત્યમ નામના ગ્રંથની રચના કરી હતી. જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મુકયો છે.
સુષ્ટિના પ્રારંભે અહી દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો.તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયીની માતાજીના પુત્રરુપે શરણે ગયા. શ્રી માતાજીએ તમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાત્વના આપી અજેય દૈત્ય દુર્મદ સાથે દારુણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયીની માતાજીયે અહિ જ નિવાસ કર્યો.
આસો સુદ 9ના દિવસે ગામમાં શ્રદ્ધાળુંઓનો મહાસાગર ઉમટે છે. 33 દિવડાઓની આરતી સાથે મોડી રાત્રે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે. સવારે પલ્લી માતાજીના મદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવે છે. પલ્લી ઉપર લોકો ધીનો અભિષેક કરે છે. દ્વાપર યુગમાં કૌરવ સામે જુગારમાં હારી જતા, પાંડવોને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસમાં જવાનું હતું. ધર્મરાજા સત્યવાદી હોવાથી તેઓ માટે ગુપ્તવાસ અત્યંત કઠિન હતો.
ત્યારે પાંડવોએ ધૌમ્ય ઋષિના આદેશથી દધિયી ઋષિના આશ્રમથી છ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી વરદાયિની માતાજીના શરણે જઈ પુજા આશીર્વાદ માગ્યા.માતાજીએ પ્રસન્ન થઈ ત્યા આવેલા ખીજડાના ઝાડ ઉપર પોતાના અસ્ત્રો-શસ્ત્રો સંતાડી પોતે આપેલા વસ્ત્રો ધારણ કતરી વિરાટનગર (હાલનું ધોળકા)માં ગુપ્તવાસ માટે જવાનું કહ્યું. મહાભારતના યુદ્ધમાં વિજય બાદ પાંડવો અને શ્રી કૃષ્ણ અહીં ચતુરંગી સેના સાથે આવ્યા હતા.
માતાજીની સોનાની પલ્લી બનાવી, તેના ઉપર પાંચ કુંડાની સ્થાપના કરી. ત્યાર બાદ ગામમાં પલ્લી યાત્રા કાઢી. ત્યારથી આ પલ્લી-યાત્રાની પરંપરા આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે.મંદિર પૌરાણિક છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહ પર માતાજીની કૃપા વરસતા તેઓએ રૂપાલ આવી માતાજીનું નવેસરથી મંદિર બનાવી તેમાં માતાજીની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી.
હાલનું મંદિર જીર્ણ થઈ જતા માતાજીની મૂર્તી અને શિવલીંગને યથાવત રાખી રૂ. 15 કરોડના ખર્ચે 101 ફૂટના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.એક હજાર વર્ષ સુધી મંદિરને કઈ ન થાય તેવા રાજસ્થાની પથ્થરો મંગાવી મંદિર બંધાઈ રહ્યું છે. નવા મંદિરના બાંધકામમાં હજુ બે વર્ષનો સમય લાગશે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.