દરેક વ્યક્તિને દિવસ દરમિયાન ભોજન માં રોટલી ખૂબ મહત્વની વસ્તુ તરીકે ગણવામાં આવે છે. ડૉક્ટરો પણ ઘઉં ની રોટલી ખાવાની સલાહ આપે છે. રોટલી એ માણસ ના શરીરમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાયબર જેવા ફાયદાકારક ખનિજ ને પૂરી પાડે છે. જો તમને પેટ અથવા ડાયાબિટીસની ગંભીર બિમારીથી પીડિત હોવ તો તમને મુખ્યત્વે ફક્ત રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે.એવી રીતે, જો તમે રોટલી બનાવવા દરમિયાન લોટમાં આ વસ્તુ ઉમેરો તો, તમારી રોટલીનો સ્વાદ પણ વધશે. વધુમાં, તે ઘણી રીતે ફાયદાકારક સાબિત કરી શકે છે. જાણો કે લોટ માં શુ ભેળવવાથી દૂર થાય છે પેટ રોગો..
ફૂલેલી અને સોફ્ટ રોટલી બનાવવા માટે લોટ બાંધતી વખતે આટલુ ધ્યાન રાખો
રોટલી ખાવી તેમજ રોટલી સાથે શાક ખાવું તેનાથી તમે શ્રેષ્ઠ સ્વાદ મેળવી શકો છો, આમ લોકો આ કારણે વધુ રોટલી ખાય છે અને તેમને ગેસ અને અપચો જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. ઘણા લોકો તેમના વધારે બ્લડ-પ્રેશર અને ડાયાબિટીસ દ્વારા મુશ્કેલીમાં મુકાય છે. જો રોટલીના લોટમાં ઓટ્સ ને ભેળવવા માં આવે તો તમારા ભોજન ના સ્વાદમાં વધારો થશે અને તમારી તંદુરસ્તી પણ જળવાય રહેશે.
મધુ પ્રમેહ
આજ ના સમય માં મોટે ભાગે ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે અને આ ગંભીર રોગો તરફ દોરી શકે છે. ડાયાબિટીસ ના રોગીયો ને રોટલી ના લોટ માં ઓટ્સ ભેળવીને રોટલી ખાવી જોઈએ. આ ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.
ગેસ અને કબજિયાત
જે વ્યક્તિઓ ને વાયુ કે અપચાં ની સમસ્યા હોય તેમને રોજ ૧/૪ ભાગનો ઓટ્સ રોટલી ના લોટ બાંધતી વખતે ભેળવીને આની બનેલી રોટલી અરોગવી જોઈએ જે તમારા પાચનતંત્ર ને મજબુત કરે છે તેમજ તમને અપચો અથવા વાયુની સમસ્યા થી દુર કરે છે. કેમકે તેમાં ઘણી માત્રામાં ફાઇબર જોવા મળે છે જે તમારા ભોજનને પચાવવા માં મદદરૂપ થાય છે.
બ્લડ પ્રેશર
આજના ઝડપી જીવનમાં તમામ ઉંમરના લોકો ને બ્લડ પ્રેશર અથવા બી.પી ની તબલ રહે છે. તો તેઓ એ ઘઉં ના લોટ માં ઓટ્સ ભેળવીને તેની રોટલી કે ભાખરી ખાવી જોઈએ.આ મુખ્યત્વે આવા રોગની સારવાર છે. તે તમને તમારા બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને તમને ફીટ કરે છે.
ફિટ રાખવામાં મદદરૂપ
જો તમારા શરીર માં વધતા જતા વજન થી તમે ચિંતિત છો અને વ્યાયામ શાળા માં જતા પછી પણ તમને કમી લાગે છે તો હવે પરેશાન થવાની જરૂર નથી, તમારા માટે આ એક અકસીર ઔષધી નુ કામ કરશે. આમ કરવાથી તમારી પાચન ક્રિયા સારી રહેશે સાથે જ તમારું વજન પણ ઓછું થશે.