રોજ સવારે માત્ર આટલું કરો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહિ શકે..

Posted by

વાણી-વર્તનની દ્રષ્ટિએ પણ થોડું આપણે વિવેક એ બહુ જ ઘરમાં જરૂરી છે મર્યાદાઓ તૂટી જાય એ વર્તનમાં ખાસ ધ્યાન રાખવાનું આજના સમયમાં તમે બધા જે સાથે બેસીને ટીવી જુઓ છો એમાં સંપ બહુજ તૂટે છે તમને ખ્યાલ નથી આવતો પણ અંતરથી એ બધું ખોખલું થઈ જાય બહારથી બધા હળે-મળે, બોલે-ચાલે સાથે ખાઈ-પીએ સાથે જ બેઠે-ઉઠે.

પણ આ ટીવી સિરિયલ એવી છે કદાચ ખુબ ઓછી સિરિયલ હશે કે આખો પરિવાર સાથે બેસી જોયા શકે કદાચ બહુ સીરીયલ એપીસોડ જોઈ શકે ક્યાંકને ક્યાંક દ્વિઅર્થીવાક્યો આવતા હોય ક્યાંક ને ક્યાંક બોડી લેંગ્વેજ તમારે સંબંધો કેવી રીતે લગ્નેતર સંબંધો કેવી રીતે શરૂ થાય એની બધી તરકીબ આ ટીવી સિરિયલ જોઈ ને જ લોકો શીખતાં હોય છે આ બહુ મોટા વર્તન સંબંધી વાત કરી.

અને પછી પછી બધું બરબાદ થાય ને પરિવારમાં બધા સંબંધ તૂટે જે બહુ હકીકત છે આપણે માન મર્યાદા રાખવાની એક ત્રણ વર્ષનો નાનો બાળક જેનું નામ અભિરામ એની માં એની નહરાવી રહી હતી ને વાસો ચોળતા હતા ત્યાં પેલો ત્રણ વર્ષનું બાળક અભીરામ બોલ્યો અભિરામ નાહી રહ્યો છે એમાં આ ભાગ sponsored by મોમ આ ત્રણ વર્ષના બાળકને સંસ્કાર ક્યાંથી આવ્યા.

તમારા ઘરમાં ઘણા બધા ઘરમાં કે ટીવી ચાલુ જ હોય દુનિયાભરનો કચરો તમારા અંતરમાં આવે પછી એને લઈને વિચારોમાં વૃત્તિઓમાં વર્તનમાં બધેજ ઠેકાણે ખામીઓ આવવાની શરૂ થશે અને એમાં જ્યાં સ્નેહ કરવાનો છે લાગણીથી પ્રેમથી રહેવાનું છે ત્યારે ઓછું રહેવાશે અને જ્યાં અને લાગણી અને જ્યાં સ્નેહ પ્રેમ ઓછા કે નથી જ કરવા ત્યાં વધવા માંડશે.

હમણાં અમેરિકામાં બધા દેશોમાં થતું હશે પણ ત્યાં જ દેશની માહિતી બાર વધારે આવતી હોય, એક મિટિંગ થઈ ૭૦૦ જેટલા છૂટાછેડાના લોયર્સ ભેગા થયેલા એમનું પણ એક સંગઠન બનેલું હોય છે ત્રણ દિવસની કોન્ફરન્સ થઇ અને એમાં એ લોકોની ચર્ચા થઈ કે છૂટાછેડાના મુખ્ય કારણો શું છે છૂટાછેડાના મુખ્ય કારણો માં પહેલું કારણ એ લોકોને આવ્યું હાથમાં છે.

જેનો 37% રોલ રહેલો છે એ છે વધારે પડતો ઇન્ટરનેટનો ઉપયોગ એના લઈને પરિવારમાં વિખવાદ થાય છે અને સંપ છૂટે છે અને પરિવાર વિભાજિત થઈ જાય છે 37% છૂટાછેડાનું કારણ આ છે અને આ બધું અત્યારે મફત મળે છે સમજવાનું જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડતી હોય છે વિચાર જે પદાર્થ ની કિંમત તમારા પૈસાથી ચૂકવવી પડે એ ઓછું નડે પણ જે પદાર્થ ની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે

એ વધારે પ્રમાણમાં નડતી હોય છે. આપણે વ્યવસ્થા સંબંધી આપણે ધંધા સંબંધી જાણીએ કઈ સમજતી ગતિવિધિઓ જાણીએ તો બરોબર છે પણ બીજો જાત-જાતનો કચરો તમે ખોલો તો એમાંથી કુસંપ થશે આ છૂટાછેડા નું મુખ્ય કારણ અત્યારે પૃથ્વી પર બન્યું છે ઇન્ટરનેટ આપણે જયારે સંપ ની વાત સમજી રહ્યા છે ત્યારે વાત સમજવાની રહી જ રહી.

સવારના પહોરમાં પાંચ વાગ્યે 5:30, 6:00 જ્યારે ઉઠો ત્યારે સૌથી પહેલું કામ આપડે મોબાઈલ ખોલી ઇન્ટરનેટ ચાલુ કરી whatsapp ચાલુ કરે અને વોટ્સઅપ જોવાનો પ્રયત્ન કરે છે અને પછી એમાં આવે કે તમારે આટલા મેસેજ છે હવે એમાં 80% તો ગુડ મોર્નિંગ ના ફોટા ને ફૂલ જ હોય એજ આપડે આગળ જવા દે છે આપડે કોઈ એવું અત્યંત કામ હોતું નથી કે સવાર માં વેહલા ઉઠી જોવાની જરૂર પડે.

આપડે પરિવારમાં સાથે જમવાનો કે નાસ્તો કરવાનો રિવાજ કે પ્રણાલી ચાલી જ આવે છે સંપની દ્રષ્ટિએ સારું જ છે પરંતુ જમતી વખતે પણ એક હાથમાં કોળિયો હોય અને બીજા હાથમાં મોટા-ભાગે એક ટેવ પડી ગયેલી હોય છે કે સાથે મોબાઈલ રાખવો જ પડે આ વાત યોગ્ય નજ કહી શકાય અને આ જ નાની-નાની વસ્તુઓ આપડી ટેવો જ આપણને સફળતાથી થોડા દૂર રાખતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *