સારી ઊંઘ
આદ્યાત્મિક વૃતિ ધરાવતી કોઈપણ વ્યક્તિ માનશે કે આરોગ્ય સંબંધી બધી જ સમસ્યાઓનો ઉપાય દવાની બોટલમાં નહિં પરંતુ માણસના મનમાં છે. આજના સમયમાં અનેક લોકો અનિદ્રાની સમસ્યા સામે લડી રહ્યા છે. કેટલાંક લોકોને રાત્રે ખરાબ સપના આવે છે અને પ્રયત્ન કરવા છતાં તે ખરાબ સપનાથી છૂટકારો મેળવી શકતા નથી. ઘણા લોકો ઊંઘ ની ગોળીના લે છે જેની અનેક સાઈડ ઈફેક્ટ્સ હોય છે.
આયુર્વેદમાં મંત્ર
તમને જાણીને નવાઈ લાગશે પણ પૂરતી ઊંઘ માટે આયુર્વેદમાં કેટલાંક મંત્રોનો ઉલ્લેખ છે. અમુક મંત્રો તો હજારો વર્ષ કરતા પણ જૂના છે. આ મંત્રો આપણી વૈદિક સંસ્કૃતિનો ભાગ છે. આયુર્વેદ મુજબ પૂરતી ઊંઘ થાય તો જ વ્યક્તિ પોતાની શરીરની ઉર્જાને યોગ્ય રીતે સક્રિય કરી શકે છે.
અનિદ્રાનું કારણ
આયુર્વેદ મુજબ અનિદ્રાની સમસ્યા વાત દોષના કારણે થાય છે. વાત દોષ શરીરમાં ઉર્જાના પ્રવાહને કારણે પેદા થાય છે. જો તમને આ દોષ હશે તો તમે સ્વસ્થતા નહિ અનુભવી શકો, અને તમારુ દિમાગ શાંત રહેશે નહિ. સારી ઊંઘ મેળવવા માટે વાત દોષને કાબૂમાં કરવો જરૂરી છે.
મંત્ર શક્તિ
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ધ્યાન અને મંત્ર ઉચ્ચારણથી જીવન શૈલી સ્વસ્થ બને છે અને જીવનમાં આરામ મળે છે. મંત્ર શક્તિ એક એવી શક્તિ છે જેના ઉચ્ચારણથી ખરાબમાં ખરાબ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. રાત્રે શક્તિશાળી મંત્રોના ઉચ્ચારણને કારણે અનિદ્રાનો ભોગ બનતી વ્યક્તિ પણ શાંતિથી ઊંઘી શકે છે.
જાણો કયા છે મંત્ર
પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ સૂતા પહેલા અમુક મંત્રનો જાપ કરવાનો રિવાજ છે. તેમાં તમારે તમારી જાતને એટલું જ કહેવાનુ છે- હું શાંત અને સ્થિર છું. દુનિયા ઊંઘી રહી છે અને બધુ જ ઠીક છે. હું ઊંઘનું સન્માન કરુ છું. હું ઊંડાણપૂર્વક અને શાંતિથી શ્વાસ લઈ રહ્યો છું. દરેક શ્વાસ સાથે હું વધુને વધુ આરામ મહેસૂસ કરી રહ્યો છું. આ રટણથી તમને સારી ઊંઘ આવી જશે.
ચાર અક્ષરનો જાદુઈ મંત્ર
સા તા ના મા. ચાર અક્ષરનો આ મંત્ર એટલો ચમત્કારિક છે કે તે દિમાગની અંદર જઈને નસોને શાંત કરે છે. આ ચારેય અક્ષર તમે સાથે બોલશો તો તમને સતનામ જેવુ લાગશે. આ મંત્રનો અર્થ કંઈક આવો થાય છેસ- જન્મ, બ્રહ્માંડનો ઉદભવત- જીવનન- મૃત્યુ અને બદલાવમ- પુનર્જન્મતેના સતત જાપથી એક લય બનશે જે તમારુ દિમાગ શાંત કરશે, તમારા શરીરના ચક્રોને ગતિમાન કરશે, તમારી પિનિયલ અને પિચ્યુટરી ગ્રંથીઓને નિયંત્રણમાં રાખશે.
બીજો મંત્ર
અન્ય એક મંત્ર છે હર હર મુકુન્દે. આ મંત્ર દિમાગને શાંત કરી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. આ મંત્ર દિમાગના બધા જ ભય દૂર કરે છે, માનસિક બાધાઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
ગણેશ મંત્ર
સૂતી વખતનો સૌથી સારો ધાર્મિક મંત્ર છે ભગવાન ગણેશજીનો મંત્ર. તે ખરાબ સપનાની શક્યતાઓનો જડમૂળથી નાશ કરે છે. ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા- ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો.
શાબર મંત્ર
ઊંઘતા પહેલા હનુમાનજીના શાબર મંત્રનો જાપ પણ ઘણો અસરકારક પુરવાર થાય છે. તેનાથી ભૂતપ્રેતનો ડર અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.લાંબા સમય સુધી સારી ઊંઘ વિના રહેવાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેને તણાવનો શિકાર બનાવે છે. સાથે જ તેને અનેક શારીરિક બીમારીઓ પણ થાય છે. ઊંઘને લઈને ધાર્મિક-પુરાણોમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને વ્યક્તિ ઘણી બધી સમસ્યાઓથી બચી શકે છે.
ઊંઘને લગતા મહત્વના નિયમો
રૂમમાં સંપૂર્ણ અંધારું કરીને ક્યારેય સૂવું નહીં. જો રૂમમાં થોડો પ્રકાશ આવતો રહે તો સારું રહેશે.ઘર, મંદિર અને સ્મશાનમાં ક્યારેય એકલા ન સૂવું જોઈએ. જો તમારે ઘરમાં એકલા સૂવું હોય તો પીવાનું પાણી અને માથાની બાજુમાં ચાકુ રાખીને સૂઈ જાઓ.
જો તમે લાંબુ અને સ્વસ્થ જીવન ઈચ્છતા હોવ તો રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને જાગતાની સાથે જ 2 ગ્લાસ પાણી પીઓ. જો કોઈ વ્યક્તિ ગાઢ નિંદ્રામાં સૂતો હોય તો તેને અચાનક જગાડવો જોઈએ નહીં. પરંતુ ચાણક્ય નીતિ અનુસાર જો વિદ્યાર્થીઓ, નોકરો અને દ્વારપાળ લાંબા સમય સુધી સૂતા હોય તો તેમને જગાડવા જોઈએ. જો તમને વહેલા સૂવાની આદત હોય તો પણ સૂર્યાસ્ત પછી તરત સૂવું નહીં. સૂર્યાસ્તના એક પ્રહર પછી સૂવું અને સૂર્યોદય પહેલાં જાગવું શ્રેષ્ઠ છે.
ગંદા પગ અથવા ભીના પગમાં સૂવું ખૂબ જ ખરાબ છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તેથી દરરોજ રાત્રે સૂતા પહેલા પગ ધોઈને લૂછીને સૂઈ જાઓ.તૂટેલા પલંગ અને ગંદા પલંગ પર ક્યારેય સૂવું નહીં. આ સિવાય ક્યારેય પણ એંઠા મોઢા સાથે ન સૂવું જોઈએ. જેઓ આવું કરે છે તેઓ ગરીબીમાં ડૂબી જાય છે.
શાસ્ત્રોમાં કપડા વિના સૂવું પણ વર્જિત કહેવાયું છે. તે ગરીબી અને રોગોનું કારણ બને છે.સૂતી વખતે માથું હંમેશા દક્ષિણ તરફ હોવું જોઈએ. પશ્ચિમ અને ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી નુકસાન અને તણાવ થાય છે.રાત્રે તિલક કરીને ક્યારેય સૂવું નહીં. આમ કરવું ખૂબ જ અશુભ છે.