ઉથ સેન્ટ્રલ રેલ્વેએ ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ રેલ્વેમાં જુનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો SCR ની અધિકૃત સાઈટ scr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
આ ભરતી અભિયાન દક્ષિણ મધ્ય રેલવેમાં જુનિયર ટેકનિકલ એસોસિએટની 35 જગ્યાઓ ભરશે. જેમાં સિવિલ એન્જિનિયરિંગની 19 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ (ડ્રોઇંગ)ની 10 જગ્યાઓ અને S&T (ડ્રોઇંગ)ની 6 જગ્યાઓનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક લાયકાત
આ ઝુંબેશ માટે અરજી કરનાર ઉમેદવારો સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ સિવાય ઉમેદવારોએ મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ હોવુ જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે OBC કેટેગરી માટે મહત્તમ વય 36 વર્ષ અને SC/ST માટે 38 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી આ રીતે થશે
આ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી લાયકાત, અનુભવ અને વ્યક્તિત્વ/બુદ્ધિના આધારે કરવામાં આવશે.
અરજી ફી ભરવાની રહેશે
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC/ST/OBC/મહિલા/લઘુમતી/EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.