આજે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કાચા તાંતણાથી બંધાયેલ પ્રેમનો આ મજબૂત ડોર ભાઈ અને બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. બાળપણમાં લડતા લડતા આ ભાઈ -બહેન એકબીજાના સારા મિત્રો ક્યારે બની જાય છે તે કોઈ જાણી શકતું નથી. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ કિંમતી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના ભાઈ -બહેનો સાથે આ ઉત્સવને ખૂબ ઉત્સાહથી ઉજવી રહ્યા છે. જોકે આ ખાસ પ્રસંગ રાજપૂત બહેનો માટે ખૂબ જ દુ:ખદ છે.
સુશાંતને યાદ કરી તેની બહેનો ખુબ ભાવ વિભોર થઇ છે. શ્વેતાએ સુશાંતની એક એવી તસવીર શેર કરી છે જે તેમની બચપનની યાદોને તાજી કરે છે. સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી અને રક્ષાબંધન પ્રસંગે તેની બહેનોએ ફરી એકવાર તેમના એકના એક ભાઈને યાદ કર્યા છે. સુશાંતની બહેનો દરેક ક્ષણે તેમના ભાઈને યાદ કરે છે, પરંતુ રક્ષાબંધન જેવા પ્રસંગોએ આ યાદ ખૂબ જ દુ: ખ પહોંચાડે છે. હવે આ ખાસ પ્રસંગે, તેની બહેન શ્વેતાએ સોશિયલ મીડિયા પર સુશાંતની એક નાનપણની તસવીર શેર કરી છે, જે તસવીરને પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યા છે.
સુશાંતની બહેન શ્વેતાએ સુશાંત અને તેની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં સુશાંત તેની બહેનના હાથમાં હાથ રાખી ઉભેલો જોવા મળે છે. તસવીરમાં દેખાય છે કે શ્વેતા કોઈ વાત પર મોટેથી હસી રહી છે અને સુશાંત પણ સતત કેમેરા સામે જોઈને હસી રહ્યો છે.
આ તસવીર શેર કરતા શ્વેતાએ લખ્યું, ‘લવ યુ ભાઈ, આપણે હંમેશા સાથે રહીશું. ગુડિયા ગુલશન ‘. હવે રાખીના પ્રસંગે શ્વેતાની આવી તસવીર શેર કરવાથી સુશાંતના પ્રશંસકો ખૂબ ભાવુક થઈ ગયા. એક યુઝરે લખ્યું, ‘હેપી રક્ષાબંધન તે આપણને બધાને જોઈ રહ્યો છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘આપણો સુશાંત હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે.
સુશાંત ચાર બહેનોનો એકનો એક લાડલો ભાઇ હતો. નાનપણમાં તેની માતાનું નિધન થયુ હતુ. આથી નાનપણથી બહેનોએ સુશાંતને ખુબજ લાડકોડથી રાખ્યો હતો. સુશાંતના નિધનથી તેની બહેનને ખુબજ આઘાત લાગ્યો હતો. જો કે ગમે તેમ કરીને શ્વેતાએ પોતાની જાતને સંભાળી લીધી શ્વેતા સતત પોતાના ભાઇને ન્યાય મળે તેવી અપીલ કરતી રહી છે. શ્વેતાએ હવે તો મનને મનાવી પણ લીધુ છે કે સુશાંત જ્યાં પણ રહેશે હંમેશા ખુશ રહેશે.