રવિવારે નથી તોડી શકાતા તુલસીના પાન, જાણો શું છે ધાર્મિક માન્યતા

ભગવાનની અલગ અલગ ચીજોથી પૂજા કરી છીએ તેનું પણ એક અલગ મહત્વ છે. એક માન્યતા એવી છે કે રવિવારે તુલસીના પાન ના તોડવા જોઈએ. ચાલો જાણીએ શું છે આ પાછળનું કારણ?
હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેના સમયનું ખુબજ મહત્વ છે. લગ્નથી લઈને ઘરનો કોઈ પણ નાનામાં નાનો પ્રસંગ શુભ મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે. આ સાથે જ પૂજામાં વપરાતી દરેક નાની નાની વસ્તુઓનું પોતાનું એક અનેરું મહત્વ છે. એવી જ રીતે ભગવાનની અલગ અલગ ચીજોથી પૂજા કરી છીએ તેનું પણ એક અલગ મહત્વ છે. એક એવી માન્યતા છે કે રવિવારે તુલસીના પાન ના તોડવા જોઈએ. ચાલો જાણીએ શું છે આ પાછળનું કારણ?
તુલસી
તુલસીના પત્તાને લઈ ઘણી માન્યતાઓ છે, જેમ કે ગુરુવારે તુલસીનો છોડ વાવવો જોઈએ જેને ઘરની અંદર નહીં પણ ઘરના આંગણાંમાં વાવવો જોઈએ, આનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવી માન્યતા છે કે તુલસીના પાનને રવિવારે ના તોડવા જોઈએ. લોકોનું માનવું છે કે રવિવારે ભગવાન વિષ્ણુનો પ્રિય વાર છે અને તુલસી ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે એટલા માટે રવિવારના દિવસે તુલસી ના તોડવી જોઈએ.
વિષ્ણુ પુરાણ મુજબ રવિવાર,એકાદશી, દ્વાદશી, ચંદ્ર ગ્રહણ, સુર્ય ગ્રહણ અને સંધ્યા સમયે તુલસીના પાન ના તોડવા જોઈએ. આ સિવાય એકાદશીના દિવસે અગર જો તુલસીના પાનને તોડવામાં આવે તો ઘરમાં ગરીબી આવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ નાહ્યા વગર તુલસીના પાન તોડે છે તો ભગવાન વિષ્ણુ તે પાનને સ્વીકારતા નથી. તુલસીના પાન ભવાં શિવ, ગંરશ એન ભૈરવને નથી ચડાવવામાં આવતા. તુલસીના પત્તાઓને 11 દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા.