રવિવારે સૂર્યને જળ આપવાના લોટામાં આ વસ્તુ નાખી દો અધૂરા કામ પૂરા થશે || પરેશાનીઓ દૂર થશે

પૌરાણિક માન્યતા અનુસાર સૂર્યને મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર માનવામાં આવ્યા છે. તેઓ પોતાની માતાના નામ પરથી આદિત્ય તરીકે ઓળખાયા.સૂર્યદેવ સમગ્ર ગ્રહોના રાજા છે. નવ ગ્રહોમાં તેમનું સર્વોચ્ચ સ્થાન છે. સૂર્ય તેજોમય ગ્રહ તરીકે ઓળખાય છે.
ૐ ધૃણિ: સૂર્ય આદિત્ય, ૐ ઐ હ્રી હં સૂર્યાય નમઃ ।આ મંત્રનો નિયમિત જપ કરવાથી વ્યક્તિને અપાર લાભ થાય છે.
સૂર્યનારાયણ વહેલી સવારે બ્રહ્મસ્વરૂપ હોય છે. મધ્યાહ્ન વેળાએ શિવસ્વરૂપ અને સાયંકાળે વિષ્ણુસ્વરૂપ હોય છે. ભગવાન આદિત્યદેવ માતા અદિતિના જ્યેષ્ઠ પુત્ર છે તેમના પિતા કશ્યપ છે. સૂર્યદેવ રોગ અને રોગાણુઓનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય તેમજ ઊર્જા પેદા કરે છે. આરોગ્યદાયક ભાસ્કારાદિચ્છેત સૂર્ય પાસે આરોગ્યની કામના કરવામાં આવે છે.
સૂર્યને જળ ચઢાવતી વખતે કેટલીક જરૂરી વાતોનુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સૂર્યને નિયમિત જળ આપવાથી શરીર પર પ્રભાવ પડે છે અને એ વ્યક્તિને ઊર્જાવાન બનાવે છે. જે લોકોને નોકરીમાં પરેશાની ચાલી રહી છે તેઓ નિયમિત રૂપે સૂર્યને જળ આપે. આવું કરવાથી તેમને વિકાસના અવસરો બનશે અને કામમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
પણ સૂર્યને જળ આપવાના અનેક નિયમ છે. જેનુ પાલન કરવું પણ ખૂબ જરૂરી છે. રોજ સૂર્યને જળ ચઢાવવું ખૂબ ચમત્કારિક કામ છે. ભગવાન સૂર્યને અર્ધ્યદાનનું વિશેષ મહત્વ છે. સૂર્યને જળ ચઢાવતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ.
સૂર્યને વહેલી સવારે જળ અર્પિત કરો તો તાંબાના લોટા દ્વારા જ જળ અર્પિત કરવાની સાથે જળમાં લાલ ચંદન કે નાડાછડી મિક્સ કરો અને લાલ પુષ્પ સાથે સૂર્યને જળ અર્પિત કરો. સૂર્યના અર્ધ્યનું પાણી ગમે ત્યાં નાખવું ન જોઈએ.સૂર્યને જળ ચઢાવતી વખતે એ ધ્યાન રાખો કે તમારે કયારેય સૂર્યને સીધા મતલબ ડાયરેક્ટ જોવાનું નથી.
જળ ચઢાવતી વખતે પાણીની ધારા વચ્ચેથી સૂર્યદેવને જુઓ આ રીતે સૂર્યની કિરણોથી તમારા આંખોની રોશની પણ વધશે. આ ઉપરાંત સૂર્યની કૃપા મેળવવા માટે રવિવારના દિવસે સૂર્યની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આ ઉપરાંત રવિવારે પીળા વસ્ત્ર કે પીળા વસ્તુની ખાદ્ય સમાગ્રીનું દાન કરવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે.