ભારત એક અત્યંત પ્રાચીન સભ્યતા વાળો દેશ છે. અહીંયા ઘણી એવી માન્યતા અને રિવાજ છે, જે પ્રાચીન કાળથી ચાલતા આવી રહેલ છે. આજે પણ લોકો તે માન્યતાઓ અનુસાર કામ કરે છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ અંગ છે. હંમેશાથી લોકો તેનું પાલન કરતા આવ્યા છે અને સારું જીવન જીવતા આવી રહ્યા છે. આજનાં આધુનિક યુગમાં પણ ઘણા એવા લોકો છે, જેમને તેના ઉપર ખૂબ જ વિશ્વાસ છે.
ધનવાન લોકો પણ રહે છે જીવનમાં પરેશાન
અમુક એવા લોકો પણ છે જે ભારતીય સંસ્કૃતિની આ જૂની માન્યતાઓને બક્વાસ માને છે. આવા જ લોકો જીવનમાં અનેક પરેશાનીઓથી ઘેરાયેલા રહે છે. પૈસા હોવાનો મતલબ એવો નથી કે તમને જીવનમાં કોઈ પરેશાની નહીં થાય. ઘણા પૈસા વાળા લોકો પણ એવા છે, જેમના જીવનમાં પરેશાનીઓ રહેલી છે. ફક્ત પૈસા થી ખુશ રહી શકાતું નથી. સમય વિશે કહેવામાં આવે છે કે તે સૌથી બળવાન હોય છે, પરંતુ એક હકીકત એવી પણ છે કે તે કોઈના માટે રોકાતો નથી.
અમુક લોકો સફળતાનો શ્રેય ભાગ્યને આપે છે
ભાગ્ય કોઈનું હોતું નથી, આજે તમારી સાથે ચાલી રહ્યું છે તો કાલે તમારી વિરુદ્ધ પણ હશે. ભાગ્ય અથવા કિસ્મત એવા શબ્દ છે જે હંમેશાં સાંભળવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જે જીવનમાં પોતાની સફળતાનો શ્રેય ભાગ્યને આપે છે. સફળતા તે લોકોને મળે છે જે સાચા મનથી અને ઈમાનદારીથી મહેનત કરે છે. પરંતુ ઘણા લોકોને જીવનમાં ઈમાનદારી સાથે સખત મહેનત કર્યા બાદ પણ અસફળતાનો સ્વાદ ચાખવો પડે છે.
આ ઉપાયોથી ક્યારેય અસફળ બનશો નહીં
તેના અન્ય ઘણા કારણ પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેના માટે ઘણા કારણ અને ઉપાય બતાવવામાં આવેલ છે. જે વ્યક્તિ આ ઉપાયોને અપનાવી લે છે, તો તેને જીવનમાં ક્યારેય પણ અસફળતાનો સામનો કરવો પડતો નથી. આ ઉપાયોને અપનાવીને કોઈપણ વ્યક્તિ પોતાના નસીબને બદલી શકે છે. એવું કહેવામાં આવે છે કે અમુક એવા કામ હોય છે જેને રાત્રે સુતા પહેલા કરવા જોઈએ, આવું કરવાથી ખરાબ સમયને ટાળી શકાય છે.
સુતા પહેલા કરો આ કામ
- એવું કહેવામાં આવે છે કે રાત્રે સુતા પહેલા એક તાંબાના લોટામાં પાણી ભરીને પોતાના તકિયાની પાસે રાખવું અને સવારે ઊઠીને આ પાણીને કોઈ છોડમાં નાખી દેવું. આવું કરવાથી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જશે.
- દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. ખૂબ જ જલ્દી તમારો ખરાબ સમય દૂર થઈ જશે.
- પોતાના મનમાં કોઈ વ્યક્તિ માટે ખરાબ ભાવના રાખવી નહીં અને કોઈ વ્યક્તિને નુકસાન અથવા દુઃખ પહોંચાડવું નહીં.
- જે પણ કામ કરો તેને પૂરી ઈમાનદારી અને મહેનતથી સાથે કરવું. આવું કરવાથી તમને થોડા દિવસોમાં જ સકારાત્મક પરિણામ જોવા મળશે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
- જો તમને રાત્રિના સમયે ખરાબ સપના આવે છે અથવા તો ડર લાગે છે, તો સૂતા સમયે પોતાના તકિયા નીચે હનુમાન ચાલીસા રાખીને સૂવું. હનુમાનજીની કૃપાથી તમને કોઈપણ ભય આવશે નહીં.