રસોઇ ઘરમાં આ વસ્તુ રાખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ || સંસ્કારની વાતો

Posted by

આ બે દિવસે ભૂલથી પણ ન ખરીદવા વેલણ પાટલી, જાણો તેની સાથે જોડાયેલા વાસ્તુ નિયમ.દરેકના ઘરમાં વેલણ-પાટલી તો હોય જ છે. તેના વગર રસોડું અધૂરું લાગે છે. તેને લગભગ દરરોજ જ ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અમે તમને વેલણ-પાટલી સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે પહેલા સાંભળી નહીં હોય.

જણાવી દઈએ કે, ઘરમાં રોટલી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા વેલણ-પાટલીના સંબધ પણ વાસ્તુ સાથે હોય છે. જ્યોતિષમાં તેને ખરીદવા, ઉપયોગ કરવાથી લઈને જાળવણી સુધીના કેટલાક વાસ્તુ નિયમ દર્શાવવામાં આવ્યા છે. જો તે નિયમોને ધ્યાન બહાર કરવામાં આવે તો તેના ખરાબ પરિણામ મળી શકે છે. જાણો તે નિયમો વિષે.

વાસ્તુ મુજબ વેલણ-પાટલીને ઘણા શુભ માનવામાં આવે છે. તે ખરીદવા માટે પણ દિવસ નક્કી છે. બુધવારના રોજ તેને ખરીદવા અતિ શુભ રહે છે. પણ મંગળવાર અને શનિવારના દિવસે વેલણ-પાટલી ન ખરીદવા જોઈએ. તેનાથી ઘણા પ્રકારની તકલીફો આવી શકે છે.વેલણ-પાટલીનો ઉપયોગ કર્યા પછી ધોઈને જ રાખવા જોઈએ. તેને ગંદા રાખવાથી વાસ્તુ દોષ થાય છે અને ઘરમાં બીમારીઓ અને આર્થીક સમસ્યાઓ આવે છે.એવા વેલણ-પાટલી ક્યારેય પણ ન ખરીદવા જોઈએ, જેની ઉપર રોટલી વણવા પર અવાજ આવતો હોય. માન્યતા છે કે તેનાથી ઘરમાં પણ ઝગડા અને કંકાશની સ્થિતિ ઉભી થાય છે.

જો તમે પણ ઘરમાં વેલણ-પાટલીને ઉંધા રાખો છો, તો આ ટેવને આજે જ બદલી લો. તેને અશુભ માનવામાં આવે છે. તેમજ વેલણ-પાટલીને લોટ કે ચોખાના ડબ્બામાં પણ ન રાખવા જોઈએ. તેનાથી ઘરની બરકત જાય છે.જો તમે ઉપર જણાવેલી વાતોનું ધ્યાન રાખશો તો વાસ્તુ દોષથી બચી શકો છો.

લાકડાના વેલણ પાટલી લાકડાના વેલણ પાટલીને સાફ રાખવાની બેસ્ટ રીત છે કે તમે તેનો ઉપયોગ કર્યા પછી હળવા ભીના કપડાથી ઘસીને સાફ કરી લો. ભૂલથી પણ ડીટર્જેંટના પાણીમાં લાકડાના વેલણ પાટલીને ન ડુબાડીને રાખો. જો વેલણ પાટલીમાં લોટ ચોટયો છે અને કપડાથી નથી નીકળી રહ્યો, તો તમે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

ઘણા બધા ઘરમાં વેલણ પાટલીને આમ પણ ક્લીન કરવામાં આવે છે, જેમ કે બીજા વાસણને પાણીમાં ડુબાડીને કરવામાં આવે છે. પણ લાકડાના વેલણ પાટલી વધુ સમય સુધી જો પાણીમાં રહે છે, તો લાકડું ફૂલી જાય છે અને તેમાં પાણી ભરાઈ જાય છે. તેનાથી વેલણ પાટલીમાં જીવાણું પણ થવા લાગે છે.

વેલણ પાટલીને સ્ટોર કરતા પહ્નેલા એ સુનિશ્ચિત કરી લો કે તે સંપૂર્ણ રીતે સુકાઈ જાય. જો તમે ભીના વેલણ પાટલીને સ્ટોર કરો છો, તો ભેજને કારણે વંદા તેને પોતાનું ઘર બનાવવાનો પ્રયત્ન કરશે અને તમારા સારા એવા વેલણ પાટલી ખરાબ થઇ જશે.ક્યારે પણ વેલણ પાટલીને ગરમ પાણીથી વોશ ન કરો. ક્યારે ક્યારે એમ કરવાથી લાકડામાં તિરાડ પડી જાય છે. એવા વેલણ પાટલીથી રોટલી બનાવવી સરળ નથી હોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *