રશિયામાં ઉડતાં વિમાનમાં આગ લાગી, રમકડાંની જેમ જમીન પર પડતાં આગના ગોળા જેવા ભયાનક દૃશ્યો સર્જાયા

રશિયામાં ઉડતાં વિમાનમાં આગ લાગી, રમકડાંની જેમ જમીન પર પડતાં આગના ગોળા જેવા ભયાનક દૃશ્યો સર્જાયા

રશિયામાં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અહીં મોસ્કો શહેર નજીક ફ્લાઈટ ટેસ્ટ વખતે વિમાનમાં અચાનક જ આગ લાગી અને ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મિલિટ્રી વિમાને ટેક ઓફ કર્યા પછીની ગણતરીની મિનિટોમાં જ તેમાં આગ લાગે છે. પાંખિયામાં લાગેલી આગ વિકરાળ બને છે અને જોતજોતામાં આખું વિમાન ભડભડ સળગવા લાગે છે. વિમાનમાં આગ લાગતાં પાઈલટ લેન્ડિંગ કરાવે છે.

જો કે, શાર્પ કટ લે એ પહેલાં જ વિમાન રમકડાંની જેમ ઊંધે માથે જમીન પર ખાબકે છે, અને આગના ગોળો બની જાય છે. ક્રેશ થતાંની સાથે જ આકાશમાં ઘુમાડાના ગોટેગોટા ઊડે છે. મહત્ત્વનું છે કે, દુર્ઘટનાગ્રસ્ત IL-112V વિમાનમાં બે પાઈલટ સહિત 3 ક્રુ મેમ્બર સવાર હતા. વિમાન બનાવતી કંપનીએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ જાનહાનિ અંગે કોઈ માહિતી આપી નથી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.