મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય ઉત્તમ રીતે ફળદાયક રહેશે. પરિવારના ખર્ચમાં વધારો થવાને કારણે તમે કેટલીક પરેશાનીઓ અનુભવશો અને તેના માટે તમારે તમારા ખર્ચાને કાબૂમાં રાખવા પડશે, નહીંતર ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમે તમારા વેપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકો છો અને જેના કારણે તમારા વેપારમાં વધારો થશે. સાંજના સમયે આજે તમે તમારા પિતાજીના આરોગ્યને લઇને ચિંતિત રહેશો. જેને કારણે તમારે ભાગદોડ કરવી પડશે.
વૃષભ રાશિ
આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં કેટલીક નવી યોજનાઓ ઉપર ધ્યાન આપશો, તો જ તમે આગળ વધી શકશો. જો તમારા મગજમાં કોઈ નવા વિચારો આવે તો તરત જ એ વિચારોને અમલમાં મુકવા, જો તમે આવું કરશો તો તમને બધા વિષયોમાં લાભ મળશે. પરંતુ તમારે તમારા વિચારોને કોઇ સાથે શેઅર ન કરવા નહીંતર તમારા શત્રુઓ તમારો ફાયદો ઉઠાવવાના પુરા પ્રયત્નો કરી શકે છે. જો ધન સંપત્તિ સાથે જોડાયેલ કોઈ વાદવિવાદ ચાલી રહેલો હોય તો આજે દૂર થશે અને તેમા તમે સફળતા મળશે.
મિથુન રાશિ
આજના દિવસે રચનાત્મક કામમાં તમારું મન વધારે લાગશે. જેને કારણે તમારા સ્વભાવમાં ચંચળતા રહેશે. જેનાથી આજુબાજુના લોકો તમારાથી પ્રસન્ન રહેશે. આજે તમારા પરાક્રમમાં વધારો થશે, એટલા માટે તમારે એજ કામ કરવા જે તમને વધારે પ્રિય હોય. આજે તમે જે કોઈપણ કામ કરવાના પ્રયત્નો કરશો તેમાં તમને સફળતા મળશે. પરિવારના કોઈ સભ્યની વાત સાંભળીને તમારું મન દુઃખી થઈ શકે છે. પરંતુ તમારે કંઈ પણ એવું ન કરવું જેનાથી સંબંધો ખરાબ થાય.
કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. કામના ક્ષેત્રે વધારે પડતી યોજનાઓમાં સફળતા મળશે અને તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે તમારા ઘર અથવા તો ઓફિસના કામ પુરા કરશો. કામના ક્ષેત્રે તમારી ઇચ્છા મુજબનું વાતાવરણ રહેવાથી સહકર્મચારીઓ પરેશાન રહી શકે છે પરંતુ જો એવું હોય તો તમારે એની સાથે વાત કરવી જોઈએ અને તેને સમજાવવા જોઈએ. વ્યાપારમાં કોઈની ખોટી સલાહથી લેવામાં આવેલા નિર્ણયથી તમને મુશ્કેલી થઈ શકે છે.
સિંહ રાશિ
આજનો દિવસ તમારા માટે વ્યસ્તતા વાળો રહેશે. ધાર્મિક અને સામાજિક કામો માટે તમે સમય નહીં કાઢી શકો, પરંતુ તમારે તમારા જરૂરી કામને ટાળવા નહીં. જો તમે આવું કર્યું તો કારણ વગર જ લાંબા સમયથી તમારા કામ અટકેલા હશે તેમાં અડચણ આવી શકે છે. સાંજના સમયે તમે તમારા પરિવારના લોકો સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. વિદ્યાર્થીઓને ગુરુજનોના આશીર્વાદ મળશે. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજી કરેલી હોય તો તેમાં સફળતા મળશે.
કન્યા રાશિ
આજે તમારા ઘરની સુખ સુવિધાઓ વધારવા અને મનોરંજનના કામ ઉપર પૈસા ખર્ચ કરશો. આજે તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા મળશે. જો તમારા પૈસા લાંબા સમયથી અટકેલા હોય તો આજે તમને પાછા મળશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમ ઉપર ચર્ચા થઇ શકે છે. આજે પરિવારના બધા સભ્યો આગળ પડતા રહીને ભાગ લેશે. સાંજના સમયે તમે તમારા માતા-પિતા સાથે દેવ દર્શનની યાત્રા પર જઈ શકો છો.
તુલા રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ લાભ આપનારો રહેશે પરંતુ આજે તમારે તમારા વેપારમાં કોઈપણ નિર્ણય લેવો નહીં અને કોઇની વાતોમાં ન આવવું, કારણ કે તેનાથી તમને મુશ્કેલી રહી શકે છે. નોકરી કરી રહેલા જાતકોને આજે તેના સહયોગીનો સાથ મળશે, જેને કારણે એ લોકોના બગડેલા કામ પૂરા થઈ શકશે અને એ લોકો અધિકારીઓની આંખોના તારા બની શકશો. આજે તમારા માટે પૈસા ખર્ચ કરશો જેમાં તમે નવા કપડાં, મોબાઇલ, લેપટોપ વગેરે ખરીદી શકો છો.
વૃશ્ચિક રાશિ
આજે બધા કામ પૂરા થતા જશે જેનાથી આખો દિવસ તમને લાભ મળશે. પરિવારમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે તમારે પારિવારિક મિત્રો સાથે સારો વ્યવહાર બનાવી રાખવો. નોકરી-વેપારમાં આજે તમે સકારાત્મક આનંદનો અનુભવ કરશો. સાંજના સમયે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. નોકરીમાં આજે કોઈ મહિલા મિત્રોના સહયોગથી ધન લાભ મળી શકે છે. આજે તમારા સંબંધીઓ અને પાડોશીઓની કોઈ મૂંઝવણમાં તમે ફસાઈ શકો છો.
ધન રાશિ
આજના દિવસે તમે તમારા વેપાર ધંધામાં થતાં નુકસાનથી પરેશાન થઈને તમે અનુભવી સભ્યની સલાહ લઈ શકો છો. નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને પ્રમોશન મળી શકે છે. વેપારમાં નવી યોજનાઓ શરૂ કરવાથી તમને લાભ મળી શકે છે. જો તમને કોઈ જગ્યાએથી લાભ મળતો હોય તો લાભનો પુરો ફાયદો ઉઠાવવાના પ્રયત્ન કરવા. રોજ-બરોજના કામથી અલગ આજે કંઈક નવા કામ કરી શકો છો. સાંજનો સમયે તમે તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો, જેમાં તમે કોઈ મહત્વની જાણકારી મેળવી શકો છો.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. ભાગીદારીમાં જો કોઈ વેપાર કરેલો હોય તો તેનાથી તમને ઉત્તમ લાભ મળશે. ઘરેલુ કામ પુરા કરવા માટે આજે ખૂબ જ સારા અવસરો મળતા રહેશે. આજે તમારા અટકેલા બધા કામ પૂરાં થશે અને તમારા સાથીઓનો સહયોગ મળશે. આજે કામના ક્ષેત્રે તમારે તમારું ધ્યાન આજુબાજુ ભટકી શકે છે, જેને કારણે તમારી કેટલીક ભૂલ થઈ શકે છે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. આજે તમારે તમારા બધા કામ સમયસર પૂરા કરવા પડશે નહીંતર તમારા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. નોકરી કરી રહેલા જાતકોને તેના ઉપરી અધિકારીઓ સાથે મનભેદ ચાલી રહેલો હોય તો તે આજે દૂર થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય તમારા પરિવાર માટે સુખ શાંતિના કારક બનશે અને રોજગારની દિશામાં મુશ્કેલી ચાલી રહેલી હોય તો તે દૂર થશે. આજે તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું જેથી તે સફળ બની શકે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નવા રસ્તાઓ ખુલશે.
મીન રાશિ
આજનો દિવસ તમારા આરોગ્ય માટે થોડો નબળો રહી શકે છે. આજે તમારે તમારા આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે. કારણકે વાતાવરણને લીધે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. એટલા માટે આજે તમારે ખાવા પ્રત્યે સાવધાની રાખવી અને કોઈ એવી વસ્તુ ન ખાવી જેનાથી તમને મુશ્કેલી ઊભી થાય. જીવનસાથીનો સહયોગ મળી રહેશે. વેપારમાં જો કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવશો તો તે તમને લાભ અપાવી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે.