શ્રી ગણેશ દાદાની કૃપાથી આ રાશિના જાતકોને આર્થીક સ્થિતિમાં જોવા મળશે સુધારો, સ્વાસ્થ્યની ચિંતા થશે દુર

Posted by

Table of Contents

મેષ રાશિ

આજે તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવાના પ્રયત્નો કરશો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી બનશે. લગ્ન થઈ ગયેલાં વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઈ વિવાદ થાય તેવી શક્યતા છે. આ સમયે પરિસ્થિતિઓને ઉકેલવા માટે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. થોડા વ્યક્તિગત કારણોના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકાશે નહીં. તેમ છતાં મહેનત અને સમય કાઢીને તમે તમારા અટકેલા કામો પૂરા કરવાના પ્રયત્ન કરશો. નોકરીમાં ફાઈલો તથા કાગળિયા ને લગતું કામ પૂરું કરવા માટે વધારે સમય કાઢવો પડશે. સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશે નહીં. પરંતુ ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે.

વૃષભ રાશિ

મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં આજે મોટાભાગનો સમય પસાર થશે. તમે તમારી દિનચર્યામાં પણ થોડું પરિવર્તન લાવશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે, જો તે પોતાનું પૂરું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત રાખશે તો. કોઈ મિલકત કે રૂપિયાને લગતી લેવડ-દેવડને લઇને થોડા વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈપણ સમસ્યાને એકબીજની સહમતિ સાથે ઉકેલવાના પ્રયત્નો કરશો તો વધારે સારું પરિણામ મળી શકશે. મોટાભાગનો સમય માર્કેટિંગ, પેમેન્ટ વગેરે ભેગુ કરવામાં સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં આજે વધારે સમય નહીં આપી શકો. પરંતુ સાવધાન રહેવાની જરૂર છે કારણકે નજીકના વ્યક્તિની દખલગીરી કર્મચારીઓ વચ્ચે હસ્તક્ષેપ કરી શકે છે. પતિ-પત્નીને કામ વધારે રહેવાને કારણે ઘરમાં વધારે સમય આપી શકશે નહીં. પરંતુ ઘરના વડીલોના અનુશાસન અને દેખરેખથી ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે.

મિથુન રાશિ

આજના દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવના કારણે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. પરંતુ બપોર પછી તમારી આ મહેનતનું અનુકૂળ પરિણામ પણ મળવાનું શરૂ થઈ જશે. તેનાથી મન પ્રસન્ન રહેશે. હરવા ફરવામાં તેમજ મનોરંજન સાથે જોડાયેલી ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે. ધ્યાન રાખો કે રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઈ ભૂલ થવાથી નુકસાન થઈ શકે છે. જેના કારણે લોકો સાથે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. માનસિક શાંતિ માટે અધ્યાત્મ અને મેડિટેશનને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરવો. પબ્લિક ડીલિંગ, ગ્લેમર અને કમ્યૂટર સાથે જોડાયેલાં વેપારમાં સફળતા મેળવી શકશો. તમારો વ્યાપારિક દ્રષ્ટિકોણ તમારી પ્રગતિમાં સહાયક રહેશે. વીમા એજન્ટ પોતાનો ટાર્ગેટ પુરો કરવામાં સક્ષમ રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. તેમજ સંબંધોમાં નજીક તા રહેશે. પ્રેમ સંબંધોમાં એક-બીજાની ભાવનાઓને સન્માન કરવું જરૂરી છે.

કર્ક રાશિ

તમને જે કાર્યોમાં અડચણો આવી રહી હોવાથી નિરાશા હતી, આજે તે કાર્યો સરળતાથી પૂરા થઈ શકે છે. સજાવટને લગતા કાર્યોમાં સમય પસાર થઈ શકે છે. કોઈ સમારોહમાં હાજર થવાની પણ તક મળશે. ત્યાં તમારું વર્ચસ્વ પણ જળવાયેલું રહેશે. આવકની જગ્યાએ ખર્ચ વધારે રહેશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે, તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખવો. કોઈ સાથે ખોટી રીતે વાર્તાલાપ કરવો તમને નુકસાન કરાવી શકે છે. વેપારને લગતા કાર્યોમાં ભાગ્ય પૂર્ણ રૂપથી તમને સહયોગ કરશે. સંપર્ક સૂત્રો તેમજ મીડિયા તરફથી મહત્વની જાણકારી મળી શકે છે. નોકરી કરતા લોકોને સ્થાનાંતરણ સાથે જોડાયેલી શુભ સૂચના મળી શકે છે. અધિકારી વર્ગ સાથેના સંબંધો વધારે સારા બનશે. પતિ-પત્નીના સંબંધો વધારે પ્રગાઢ બની શકે છે. પરિવારના લોકો સાથે ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકો છો.

સિંહ રાશિ

આજનો દિવસ નજીકના સંબંધીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક ચર્ચા-વિચારણા પણ થશે. ઘરમાં સુધારાને લગતી યોજનાઓને શરૂ કરવા માટે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. બિન જરૂરી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. જો લોન લેવાની યોજના બની રહી છે, તો તેમાં તમારી શક્તિ કરતા વધારે રૂપિયા ઉધાર લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં શાંતિપૂર્ણ રીતે કામ પૂરા થતા જશે. પરંતુ તમારા વિરોધીઓની ગતિવિધિથી સાવધાન રહેવું. તમારી વ્યવસાયિક યોજનાઓ લીક થવાથી તેનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. જે લોકો બદલી કરવા ઈચ્છતા હોય તેની બદલી જલદી થઈ શકશે. પતિ-પત્ની વચ્ચે સારા સંબંધો રહેશે. એકબીજાના સહયોગથી પોત પોતાનું લક્ષ્ય મેળવવામાં સફળતા મળશે.

કન્યા રાશિ

આજે નજીકના લોકો સાથે મુલાકાત તથા મનોરંજનને લગતા કાર્યોમાં સુખમય સમય પસાર થશે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્ર રહેશે. ઘરમાં કોઈ રાજનૈતિક પ્રભાવશાળી વ્યક્તિના આવવાથી આસપાડોસમાં તમારું સન્માન વધશે. ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. હાલ ઉધાર આપેલા પૈસા પાછા મળવા શક્ય નથી. મોજમસ્તીના કારણે અનેક મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે. પરંતુ તમારી માનસિક શાંતિ આગળ આ બધી બાબત નાની લાગશે. ઉચ્ચ અધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવો તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે. તમને સારા ઓર્ડર અથવા તો કરાર મળી શકે છે. નોકરી કરતા લોકોએ કામમાં વધારે રહેવાને લીધે ઓવરટાઈમ કરવો પડશે. જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂરો સહયોગ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં સમય બરબાદ કરવા સિવાય બીજું કંઈ નહીં મળે.

તુલા રાશિ

શારીરિક અને માનસિક રૂપથી આજે તમે પોતાને તંદુરસ્ત અનુભવશો. તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. તમારી જીવનશૈલીને વધારે સારી બનાવવામાં તમને સફળતા મળશે. ધ્યાન રાખો કે કોઈ નાની વાત ઉપર સસરા પક્ષ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણુ રાખવું. ક્યારેક-ક્યારેક તમને અનુભવ થશે કે પરિશ્રમ પ્રમાણે પરિણામ મળી રહ્યું નથી. ઘરના વડીલોના આરોગ્યને લઇને ચિંતા રહેશે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વિશ્વાસ કરવો અને મિત્રતાભર્યો વ્યવહાર કરવો તેમની કાર્યક્ષમતાને અને આત્મબળને વધારશે. તેના ઉચિત યોગદાનને લીધે તમે તમારી વ્યક્તિગત બાબતો ઉપર વધારે ધ્યાન આપી શકશો. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઇને કોઇ કર્મચારી સાથે બોલાચાલી થઈ શકે છે. કામ વધારે રહેવાના કારણે ઘરમા વધારે સમય પસાર કરી શકશો નહીં. પરંતુ પરિવારના સભ્યોનો પ્રેમ અને સ્નેહ તમારા ઉપર બની રહેશે.

વૃશ્ચિક રાશિ

નજીકના સંબંધીઓના આગમનથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. ખર્ચ સાથે-સાથે આવકમાં પણ વધારો થવાથી તણાવ રહેશે નહીં. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીનું સમાધાન મળવાથી રાહત મળશે. પરિવારના જ કોઈ વ્યક્તિના અંગત જીવનમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહી શકે છે. ધ્યાન રાખો કે ઘરની વાત બહાર જાય નહીં. નહીંતર તેનાથી પરિસ્થિતિઓ વધારે ગંભીર થઈ શકે છે. આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. આ સમયે બધા વ્યવસાયિક કામ પૂરા કરવામાં તમારું યોગદાન રહેશે. કોઈ બીજા પર ભરોસો કરવો ઉચિત નથી. ઓફિસના વાતાવરણમાં સકારાત્મક સુધારો આવશે. પતિ-પત્ની વચ્ચે થોડી ગેરસમજણ ઊભી થઈ શકે છે. પરંતુ એકબીજા સાથે બેસીને વાત કરવાથી પરિસ્થિતિ સારી બની જશે.

ધન રાશિ

આ સમયે રોકાણને લગતા કાર્યોમાં તમારું સંપૂર્ણ ધ્યાન આપવું, કેમ કે પરિસ્થિતિઓ અનુકૂળ છે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ આપશે અને માન-સન્માન પણ વધારશે. ધ્યાન રાખવું કારણકે ઘરની કોઈ મહત્વપૂર્ણ વાત જાહેર થઈ શકે છે. જેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા ઉપર પડશે. આ સમયે ખોટા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે કેમ કે અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે. માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી સફળતા મળી શકે છે. આવકના સ્ત્રોત ઓછા રહેશે. પરંતુ ચિંતા ન કરવી વર્તમાન ગતિવિધિઓનું શુભ પરિણામમાં તમને નજીકના ભવિષ્યમાં જ મળી જશે. ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.

મકર રાશિ

કેટલાક ખાસ લોકો સાથે લાભદાયક અને સન્માનજનક મુલાકાત થશે. તેમની સાથે થોડો સમય પસાર કરવો અને સામાજિક ગતિવિધિઓમાં પણ હાજર રહેવું તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે. અટવાયેલાં કાર્યો બની શકે છે, તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. તે તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તેમા કોઈ પ્રકારનું આર્થિક નુકસાન થવાની પણ સ્થિતિ બની રહી છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ બિન જરૂરી કાર્યોમાં સમય બરબાદ ન કરીને પોતાના અભ્યાસ અને કરિયર ઉપર ધ્યાન આપવું. પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંબંધ વ્યવસાયિક દૃષ્ટિકોણથી સંબંધો પણ ખૂબ જ લાભદાયક રહેશે. પરંતુ આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાનો પ્રોગ્રામ બનાવવો. સરકારી સેવા કરતા વ્યક્તિઓ ઉપર કામનું ભારણ વધારે રહેવાથી તણાવ રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં વધારે મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં અલગાવવાની સ્થિતિ બની રહી છે.

કુંભ રાશિ

આજે તમારા કાર્યોમાં કેટલાક લોકો અડચણો ઊભી કરી શકે છે. પરંતુ તમારે ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. તમને ચોક્કસ સફળતા મળશે. તમને કોઈ ઉપલબ્ધિ મળવાથી લોકો તમારી પ્રશંસા કરશે. તમારા મનને સંયમિત કરીને રાખવું ખુબજ જરૂરી છે. ક્યારેક અભિમાન અને ઘમંડ તમને તમારા લક્ષ્ય પરથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ ઉપર પણ ધ્યાન આપવું. કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કામ અડચણો વગર પૂરા થતા જશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી બનતી જશે. નોકરી કરતા લોકોએ પોતાના કામ પૂરી નિષ્ઠાથી કરવા, કારણ કે આ સમયે પદ ઉન્નતિના અવસર બની રહ્યા છે. કોઈ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે. ખુશનુમા યાદો તાજી થશે. ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ બની રહેશે.

મીન રાશિ

આજે તમે વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્ત રહી શકો છો. થોડી સકારાત્મક પ્રવૃત્તિના લોકો વચ્ચે સમય પસાર કરવાથી ઘણું બધી શીખવા મળી શકે છે. વિદ્યાર્થીઓના કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળી શકે છે. ધ્યાન રાખો કે ઘરમાં કામ વધારે રહેવાના કારણે તમારા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. એટલે તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી ખુબજ જરૂરી છે. ક્યારેક-ક્યારેક ગુસ્સો કે કઠોર શબ્દોનો ઉપયોગ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ વધારે દેખરેખ રાખવાની જરૂર રહી શકે છે. કર્મચારીઓને બેદરકારીને લીધે તમારે નુકસાન ભોગવવું પડશે. ઓફિસમાં પોતાના કામ સમયસર પૂરા કરવાના નહીંતર ઉપરી અધિકારીઓની નારાજગી સહન કરવી પડશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. પરંતુ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સમયે અલગાવ જેવી સ્થિતિ લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *