રામદેવપીર નવરાત્રી માં સાંભળો રામદેવપીર પ્રાગટ્ય કથા સાંભળવાથી રોગ ગરીબી દૂર થાય સુખ સંપત્તિ પ્રાપ્તથાય

રામદેવપીર નવરાત્રી માં સાંભળો રામદેવપીર પ્રાગટ્ય કથા સાંભળવાથી રોગ ગરીબી દૂર થાય સુખ સંપત્તિ પ્રાપ્તથાય

દુઃખીયાના બેલી રામદેવપીર એટલે તો બાર બીજના ધણી. અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે.

શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાંક લોકો ઉપવાસ પણ રાખે છે. તો ઘણાં રામદેવપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે. તો આ જ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવપીરનો જન્મદિવસ મનાય છે. અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ.

રામદેવપીરને ભક્તો રામદેપીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિ.સં. 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મિનળદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોઈ તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા. જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો.

અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું. અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું.

એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવીપીરના દર્શને આવ્યા હતા. અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગૂગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની ઝોળી ભેટ આપેલ. જેમ-જેમ રામાપીર મોટા થતાં ગયા તેમ-તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી. અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું.

રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો. અને બાર બીજના ધણીનું નામ આપ્યુ. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે. અને આ દિવસે તેમના દર્શનનો, તેમના ભજનોનું વિશેષ મહત્વ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.