આજે રક્ષાબંધન પર આ રાશીને મળશે અતિ સારા સમાચાર, ભવિષ્યની પ્રગતિના રોપાશે બીજ

Posted by

Table of Contents

મેષ રાશિ

કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનું આમંત્રણ મળશે. ઘણાં સમય પછી લોકો સાથે હળવા-મળવાથી ખુશી મળશે. જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો સમજણ અને વિવેકથી કામ લેવું, જેથી તમને નિશ્ચિત સફળતા મળશે. કોઈપણ નિર્ણય ઉતાવળની જગ્યાએ શાંતિથી લેવો. તમને લાભદાયક પરિણામ મળી શકે છે. યાત્રા કરતા સમયે અજાણ્યા લોકોના સંપર્કમાં જવાનું ટાળવું. જમીન-સંપત્તિને લગતા દસ્તાવેજની કાર્યવાહી સાવધાનીથી કરવી. મિલકતને લગતા વેપારમાં મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ આ પ્લાન કોઈ સાથે શેર ન કરવો નહીતર કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ઓફિસના વાતાવરણમાં કોઈ પ્રકારની રાજનીતિ ચાલી રહેલી હોય તો તેનાથી સાવધાન રહેવું.vજીવનસાથી તથા પરિવારના લોકોનો તમને યોગ્ય સહયોગ મળી શકે છે. તેનાથી તમારા કામનું ભારણ ઓછું થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃષભ રાશિ

કામ વધારે હોવા છતાં તમે તમારા વ્યક્તિગત તથા રસ વાળા કાર્યો માટે સમય કાઢી શકસો. નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને અભ્યાસ સાથે-સાથે બીજા ક્ષેત્રોમાં પણ જાણકારી મેળવવાનો રસ રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં સમસ્યા આવવાથી તણાવ રહેશે. આ સમયે ધીરજ અને સંયમથી પરિસ્થિતિઓને સાંભળવાના પ્રયત્નો કરવા. બહારના વ્યક્તિઓની દખલ તમારા પરિવારમાં થવા દેશો નહીં. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સરકારી નોકરીમાં કોઈ પ્રકારના બિનજરૂરી કામમાં રસ ન લેવો. કોઈ પૂછપરછ વગેરે થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે અહંકારના કારણે તણાવ રહી શકે છે. એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું તેમજ ઘરમાં પણ મધુરતા બનાવી રાખવી.

મિથુન રાશિ

થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો તથા તેમની સમસ્યાઓનું સમાધાન શોધવું. તેનાથી તેમનું મનોબળ વધશે. કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમે સફળ થઈ શકો છો. ઘરમાં મહેમાનોની અવરજવર રહી શકે છે.bઆ સમયે આવકથી વધારે ખર્ચની સ્થિતિ રહેશે. કોઈપણ કામ કરતા પહેલાં બજેટ બનાવી રખવું. વિદ્યાર્થી વર્ગ એ મસ્તી સાથે-સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું. ગેરકાયદેસર કાર્યોમાં પડવું નહીં. તમારે તમારા વ્યવસાયમાં જે ફેરફારને લગતી યોજના બનાવી છે, તેને શરૂ કરવાનો અનુકૂળ સમય છે. નજીકના ભવિષ્યમાં તેના અનુકૂળ પરિણામ મળશે. પરંતુ ટેક્સ સાથે જોડાયેલ કોઇ પણ સમસ્યા નો ઉકેલ આવી શકે છે.પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તણાવ દૂર થશે.

કર્ક રાશિ

રચનાત્મક તથા ધાર્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઈ નજીકના વ્યક્તિની પરેશાનીમાં તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ મળી શકે છે. જો કોર્ટને લગતી કોઈ બાબત ચાલી રહી છે, તો આજે તેનું સકારાત્મક પરિણામ મળી શકે છે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ તણાવ આપી શકે છે. તમારી સમજદારી અને સમજણ દ્વારા સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. પાડોસી કે કોઈ બહારના વ્યક્તિ સાથે ખોટા વિવાદમાં પડશો નહીં, તેનાથી તણાવ સિવાય બીજું કંઈ મળશે નહીં. વ્યવસાય કાર્યોને લગતી નજીકની યાત્રા થઈ શકે છે. સમયે પરિસ્થિતિ વધારે ફાયદાકારક તો નહીં રહે પરંતુ ગતિવિધિઓમાં થોડો સુધારો જરૂર થશે. જીવનસાથી સાથે સંબંધ સારા જળવાયેલા રાખવા માટે તમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે પરંતુ લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું.

સિંહ રાશિ

તમારા વિચાર સકારાત્મક અને સંતુલિત જાળવી રાખવા. તમારી પરેશાનીઓનો ઉકેલ તમને મળી શકશે. ઘરને લગતી જવાબદારીઓને સમજો અને ગંભીરતાથી તેને પૂરી કરો. જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કોઈ નજીકના મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. માટે વધારે સારું રહેશે કે તમે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. અચાનક જ કોઈ મોટો ખર્ચ આવવાથી બજેટ ખરાબ થઈ શકે છે. કોઈપણ પ્રકારના પ્રલોભનથી બચવું. કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગ કરવામાં તમારો રસ રહેશે. તમારો રસ આર્થિક રીતે ફાયદા કારક રહેશે. નોકરી કરતા લોકોએ ફાઇલોને સંભાળીને રાખવી. ઓફિસિયલ યાત્રા થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહી શકે છે. પરંતુ પ્રેમ સંબંધોમાં વિશ્વાસ જેવી સ્થિતિ બની શકે છે.

કન્યા રાશિ

થોડા અનુભવી તથા વડીલ લોકોનું માર્ગદર્શન અને સહયોગ મળશે. તમને જીવનના થોડા સારા અનુભવ થશે. માનસિક અને આત્મિક રૂપથી તમે શાંતિનો અનુભવ કરશો. આ સમયે આર્થિક લાભની પણ શક્યતા છે. બીજા કાર્યોમાં વ્યસ્ત રહેવાની સાથે-સાથે બાળકોની ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન રાખવું. આ સમયે કોઈપણ પ્રકારના રોકાણને ટાળવું. કેમ કે નાની ભૂલ પણ નુકસાનદાયી સાબિત થઈ શકે છે. વ્યવસાયિક સ્થળે અનુભવી અને વડીલોની સહમતિથી અનેક સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે. પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારના બદલાવ કરવા યોગ્ય નહિં રહે. નોકરી કરતા લોકો ઉપર મુશ્કેલીઓ આવવાથી પોતાના અધિકારીઓને મદદ લેવી જરૂરી છે. લગ્નજીવન મધુર રહી શકે છે. પરિવારમાં ખુશનુમા અને સુખદ વાતાવરણ બની રહેશે.

તુલા રાશિ

દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવું તથા પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું તમને સફળતા આપશે. તમે તમારી વાતો દ્વારા તમામ અડચણો દૂર કરીને તમે આગળ વધશો. ઘરમા મહેમાનોની અવરજવર રહેશે તેમજ આ સમય હસી ખુશી થી પસાર થશે. ક્યારેક તમારા સ્વભાવમાં આવેશ અને ગુસ્સા જેવી સ્થિતિ રહેશે, જેની અસર સંબંધો ઉપર પણ પડશે. ખર્ચ વધારે રહેવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. ક્યારેક વધારે વિચારવામાં સમય હાથમાંથી સરકી શકે છે. ઇન્શ્યોરન્સ તથા પોલિસીને લગતા વેપારમા નફાની સ્થિતિ બની શકે છે. પરંતુ સ્પર્ધા વધારે રહેવાને લીધે મહેનત પણ વધારે કરવી પડશે. બધો સમય તમારે ગતિવિધિઓ ઉપર ધ્યાન આપતા રહેવું પડશે. નોકરી કરતા લોકોનો ઉચ્ચ અધિકારીઓ સાથેનો તાલમેલ સકારાત્મક  રહેશે. લગ્નજીવન સુખમય રહી શકે છે. મિત્રો સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે.

વૃશ્ચિક રાશિ

કોઈપણ કામ કરતા પહેલાં તેના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી લેવી. તેનાથી તમને ઉત્તમ પરિણામ મળી શકે છે. આત્મચિંતન તથા મનન કરવાથી તમારી જ ગુંચવાયેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. ઘરમાં શાંતિ વાળું વાતાવરણ રહેશે. બીજા લોકો ઉપર વધારે અનુશાસન ન રાખીને પોતાના વ્યવહારમાં થોડું લચીલાપણુ લાવવું. પોતાના પ્રમાણે પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવો જરૂરી છે. મકાન અને ગાડીને લગતા કાગળિયાને લઇને થોડી મુશ્કેલીઓ રહી શકે છે. કોઈપણ કામમાં વધારે સમજવા વિચારવાની જરૂર નથી. કાર્યક્ષેત્રમાં બધા કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં જશે. પરંતુ ભાગીદારી વાળા કામમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. આર્થિક બાબતોમાં સુધારો થશે. ઓફિસનું વાતાવરણ પહેલા જેવું રહેશે માટે ધીરજ રાખવી. પતિ-પત્નીમાં અભિમાને લઇને મતભેદ રહી શકે છે. તેની અસર પારિવારિક વ્યવસ્થા ઉપર ન પડવા દેવી.

ધન રાશિ

છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં અડચણો આવી રહી હતાં, આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઈ શકે છે. માત્ર ઉતાવળ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા. ખાસ લોકો સાથેની મુલાકાત તમને ફાયદો આપી શકે છે. ક્યારેક અભિમાન અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ નુકસાન આપી શકે છે. ઘરમાં વડીલોની સલાહ ઉપર અમલ કરવો. બાળકોની સમસ્યાઓને સાંભળો અને શાંતિથી તેનો ઉકેલ મેળવવાના પ્રયત્નો કરવા. તેનાથી તેના મનોબળમાં વધારો થશે. વ્યવસાયિક કાર્યોને લગતા ઉધાર કે લોન લેતી સમયે એકવાર ફરી વિચાર કરવો જરૂરી છે. કેટલાક નવા કરાર થઈ શકે છે અને તેનાથી લાભ પણ મળશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં સામંજસ્ય બેસાડવામાં થોડી મુશ્કેલીઓ રહેશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે. તેમજ આ ઘરમાં સુખદ અને ખુશનુમા વાતાવરણ બની રહેશે.

મકર રાશિ

કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા સકારાત્મક વિચાર રાખવાથી તમને નવી દિશા મળી શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે, બીજાની અપેક્ષાએ તમારે તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. તમારી બેદરકારીના કારણે થોડી મુશ્કેલી આવી શકે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સમજ્યા વિના કોઈના ઉપર વિશ્વાસ ન કરવો. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતાનો અભાવ રહેશે. સોશિયલ મિડીયા તેમજ બિનજરૂરી વાતોમાં તમારો સમય બરબાદ ન કરવો. વ્યવસાયિક કાર્યોમાં સહયોગિઓના નિર્ણયને મહત્વ આપવું. જેનાથી તમને યોગ્ય સમાધાન મળી રહેશે. પરંતુ વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓને સ્થગિત રાખો તો સારું રહેશે. નોકરી કરતા લોકોને તેની ઇચ્છા મુજબના કામ મળશે. પતિ-પત્ની એકબીજાના સંબંધો દ્વારા ઘરની વ્યવસ્થાને સારી બનાવી રાખશે. પ્રેમસંબંધોમાં કેટલીક ગેર સમજણ થઇ શકે છે, સમય રહેતા તેને ઉકેલવાના પ્રયત્નો કરવા.

કુંભ રાશિ

તમારી વ્યક્તિગત બાબતે બહાર ખુલાસો ન કરવો. કોઈપણ કામ ગુપ્ત રૂપથી કરવાથી તમને સફળતા મળી શકે છે. જો તમે રાજનૈતિક સંપર્ક સાથે જોડાયેલા છો તો તેમને વધારે મજબૂત બનાવવા. તેનાથી તમને યોગ્ય લાભ મળી શકે છે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓ ઉપર ખર્ચ કરતા સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું. ભાવના ઓમાં વહીને તમે ખર્ચ ઉપર નિયંત્રણ રાખી શકશો નહીં. પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં. કારણ કે તેની અસરો તમારામાં સન્માન ઉપર પડી શકે છે. વ્યવસાયિક સ્થળે સહયોગીઓ તથા કર્મચારીઓના સહયોગ અને સલાહથી અટવાયેલી ગતિવિધિ ફરી શરૂ થઈ શકે છે. સકારાત્મક પરિણામ મળશે. આજુબાજુના વેપારીઓ સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં તમારી જીત નક્કી છે એટલા માટે પ્રયત્ન કરતા રહેવું. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક નજિકતા વધશે. પ્રેમી પ્રેમિકાને ડેટિંગના સારા ચાન્સ મળશે.

મીન રાશિ

ફાયનાન્સને લગતા કાર્યોમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. તમારું વધારે સમજી-વિચારીને નિર્ણય લેવું તમારી ગતિવિધિઓને વ્યવસ્થિત રાખશે. અટવાયેલા રૂપિયા ટુકડાઓમાં મળશે પરંતુ તેનાથી આર્થિક સ્થિતિ થોડી સારી રહેશે. ધ્યાન રાખો કે કોઈપણ વડીલ વ્યક્તિનું તમારા દ્વારા અપમાન થાય નહીં. તમારી ભાવનાઓ અને આવેશ ઉપર કાબૂ રાખવો. ક્યારેક બીજાની ગતિવિધિઓ ઉપર ધ્યાન જવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ સમયે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહેવું. વેપારને લગતા કાર્યો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા કામ પૂરા થતા જશે પરંતુ પ્રતિસ્પર્ધા પણ રહેશે. કોઈ સહયોગીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. માટે વધારે સારું રહેશે કે દરેક ગતિવિધિઓમાં તમારી હાજરી રાખવી. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક નજીકતા વધશે. પ્રેમસંબંધોમાં નજીકતા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *