શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે છે. રક્ષાબંધનનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57થી લઈને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેશે. પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13થી શરૂ થઈ જશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેશે.
30 ઓગસ્ટે ભદ્રા મૃત્યુ લોકની હોવાના કારણે સવારે 10.13 વાગ્યાથી લઈને 8.57 સુધી રક્ષાબંધન નહીં કરી શકાય. માન્યતા છે કે ભદ્રાનો યોગ હોવા પર રાખડી બાંધવી શુભ નથી હોતી. રાખડી હંમેશા ભદ્રા રહિત કાળમાં જ બાંધવી શુભ માનવામાં આવે છે.
પૂજા- સામગ્રીની લિસ્ટ
રાખડી
રક્ષાબંધન પર સૌથી જરૂરી વસ્તુ છે રાખડી. પૂજાની થાળીમાં જ રાખડી મુકીને પછી ભાઈને તિલક કરીને રાખડી બાંધવી.
કંકુ
રક્ષાબંધનના દિવસે બહેન સૌથી પહેલા ભાઈના માથા પર તિલક લગાવે છે. તિલક લગાવવા માટે કંકુની જરૂર પડે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં રાખડીને જરૂર મુકો. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા તિલક લગાવવની પરંપરા છે.
અક્ષત
તિલક લગાવ્યા બાદ માથા પર ચોખા પણ લગાવવામાં આવે છે. તેને અક્ષત કહે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં અક્ષત જરૂર મુકો.
મિઠાઈ
તહેવાર હોય અને મિઠાઈ ન હોય એવું કઈ રીતે બને. રક્ષાબંધનના પર્વમાં બહેન ભાઈને મિઠાઈ ખવડાવે છે. પૂજાની થાળીમાં મિઠાઈ જરૂર રાખો.