રાજકોટ માં નેચરોપેથ મહિલા તબીબનો અનોખો પ્રયોગ રાખડી ને કયારા માં વાવી દેશો તો તુલસી માં ઉગી નીકળશે

રાજકોટ માં નેચરોપેથ મહિલા તબીબનો અનોખો પ્રયોગ રાખડી ને કયારા માં વાવી દેશો તો તુલસી માં ઉગી નીકળશે

રક્ષાબંધનની ઉજવણી નજીક છે, જેને કારણે બજારમાં અત્યારથી રાખડીઓની અનેક વરાઇટીઓ ગોઠવાઈ ગઈ છે. હાલ ફેન્સી રાખડીની સામે વૈદિક રાખડી તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. ત્યારે રાજકોટની બજારમાં આ વર્ષે ઈકો ફ્રેન્ડલી રાખડીઓ આકર્ષણ જમાવશે. રાજકોટમાં નેચરોપેથ મહિલા તબીબે પર્યાવરણની આ થીમને અનુરૂપ ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે, જે રક્ષાબંધન પછી માટીના કુંડામાં વાવી દેવાથી થોડા જ સમયમાં એ તુલસીના છોડમાં રૂપાંતરિતથી જશે.

રાખડી તુલસીના છોડમાં રૂપાંતરિત થઈ જાય છે

ઇકો ફ્રેન્ડલી રાખડી વિશે વાત કરતાં દીપ્તિ ગાંધીએ જણાવ્યું હતું કે આ રાખડીમાં સીડ (છોડના બીજ) પેપરનો ઉપયોગ થાય છે. સફેદ કલરના સીડ પેપરમાં તમે છોડના બીજને નરી આંખે જોઈ પણ શકો છો. આ સીડ પેપરને આકર્ષક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. એ પછી આ ઈકો ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર થાય છે. રાખડી રક્ષાબંધન પછી માટીના કુંડામાં વાવી દેવાથી થોડા જ સમયમાં એ તુલસીના છોડમાં રૂપાંતરિત થશે.

સમયના અભાવે માત્ર બાળકો માટે આ રાખડી તૈયાર કરાઈ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રાખડીના સીડ પેપરથી લઈને તેના ક્રાફટિંગ (ડિઝાઈન) માટે અલગ અલગ ટીમ અથવા તો કંપનીની મદદ લેવામાં આવે છે, જેને લીધે આ રાખડીનો ખર્ચ પણ વધી જતો હોય છે. તેમ છતાં લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ બને એવા ઉદ્દેશથી આ રાખડીઓનું વેચાણ ઘણી ઓછી કિંમતે કરી રહ્યા છે. આ વર્ષે સમયના અભાવે માત્ર બાળકો માટે આ રાખડી તૈયાર કરવામાં આવી છે.

ઇકો ફ્રેન્ડલી કોસ્મેટિક આઈટમો પણ બનાવી છે

લ રાજકોટમાં નેચરોપેથ તબીબ તરીકે પ્રેકિટસ કરતાં દીપ્તિ ગાંધીએ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ કુંડામાં વાવતાં જ એ તુલસીના છોડમાં રૂપાંતરિત થશે. દીપ્તિ પોતે પર્યાવરણના હિમાયતી હોઈ તેમણે અનેક ઇકો ફ્રેન્ડલી કોસ્મેટિક આઈટમો પણ બનાવી છે, જેના માટે વિદેશથી પણ ઓર્ડર આવી રહ્યા છે. નેચરોપેથ ડોકટરની સાથે પર્યાવરણ પ્રત્યેના પ્રેમને કારણે દીપ્તિ ગાંધીએ આ રાખડી તૈયાર કરી છે.

400 જેટલી રાખડીઓનું વિદેશમાં વેચાણ પણ થઈ ગયું છે

દીપ્તિ ગાંધીએ આવી 500 જેટલી રાખડીઓ બનાવી છે, જેમાંથી 400 જેટલી રાખડીઓનું વિદેશમાં વેચાણ પણ થઈ ગયું છે. એકથી દોઢ મહિનામાં આ રાખડી 30 હજારના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ આવે અને લોકો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનો ઉપયોગ વધારે તેવા ઉદ્દેશથી આ રાખડીઓ તૈયાર કરી એનું વેચાણ ઘણી ઓછી કિંમતે કરવામાં આવી રહ્યું છે. જોકે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રાખડી માત્ર બાળકો માટે જ તૈયાર કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં યુવાનો માટે પણ ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવશે.

કાજલથી લઈને લિપસ્ટિક સહિત અનેક કોસ્મેટિક આઈટેમોનો ખજાનો

નેચરોપેથ ડોકટરની સાથે પર્યાવરણ પ્રત્યેના પ્રેમને કારણે દીપ્તિ ગાંધીએ અત્યારસુધીમાં અનેક કોસ્મેટિક પ્રોડકટ પણ બનાવી છે, જેમાં કાજલ, લિપસ્ટિક, લિપ ગ્લોઝ, પર્ફ્યૂમ, ફાઉન્ડેશન, ટેલકમ પાઉડર, સાબુ, શેમ્પૂ, કન્ડિશનર, યુટ બેગ વગેરેનો સમાવેશ થાય છે.

ફેન્સી રાખડીમાં રુદ્રાક્ષ, વીરા રાખડી અને લાલ દોરા બધાથી સુપરહિટ

ફેન્સી રાખડીઓ એક રૂપિયાથી કરીને સો રૂપિયા સુધીની કિંમતની બજારમાં મળે છે. શ્રીફળ, વીરા, રુદ્રાક્ષ, લાલ દોર વગેરે પ્રકારની વિવિધ વેરાઇટીઓ ઉપલબ્ધ છે. અનેક વરાઇટીમાં સૌથી વધુ ચલણ હોય તો રુદ્રાક્ષ અને આ વખતે આવેલી વીરા રાખડીની છે. જથ્થાબંધ વેપારીઓ માટે અત્યારે વેપારનો સમય છે, તો છૂટક વેપાર છેલ્લા સાત દિવસ દરમિયાન હોય છે.

બજારમાં રાખડીઓ વધી અને ડઝન પર 3થી 4 રૂપિયાનો સામાન્ય વધારો

કોરોનાની પ્રથમ લહેર પૂર્ણ થઈ ગઈ હતી અને લોકડાઉન પણ ખુલી ગયું હતું, પરંતુ કારીગરોના અભાવે રાખડીના માલનું ઉત્પાદન ઘટયું હતું. એને કારણે બજારમાં રાખડીઓ ઓછી દેખાતી હતી. જ્યારે આ વર્ષે પૂરતું ઉત્પાદન થતાં વધુ વરાઇટીઓ બજારમાં દેખાશે. ગત વર્ષ કરતાં દોઢ ગણો વધારો દેખાય છે. ભાવમાં કાચો માલ ટ્રાન્સપોર્ટ ભાડું વધતાં થોડો મોંઘો થયો છે. ડઝન પર ત્રણ ચાર રૂપિયા વધ્યા હોય એવું જથ્થાબંધ વેપારીઓ જણાવે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.