રડવાના પણ છે ઢગલાબંધ ફાયદા, આંસુ નિકળતાની સાથે જ શરીરમાંથી દૂર થાય છે આ મુશ્કેલીઓ

દરેક વખતે આંખોમાંથી આંસુ (Tears) નીકવાનું કારણે કોઈ દુઃખ કે પીડા નથી. જ્યારે તમે લાગણીશીલ હોવ, જ્યારે તમે ખૂબ ખુશ હોવ, જ્યારે તમે હતાશ હોવ ત્યારે પણ આવું થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ રડે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે રડવું એટલું ખરાબ પણ નથી. તેના પોતાના ફાયદા પણ છે. જાણો, શરીર પર રડવાની સકારાત્મક (Benefits of crying)અસર.
આંસુ શું કામ છે?
આંસુ કામ શું કરે છે ચાલો પહેલા સમજીએ. એક રિપોર્ટ કહે છે કે આંસુ ત્રણ રીતે બહાર આવે છે. પ્રથમ- તેઓ આંખોમાં ભેજ જાળવવાનું કામ કરે છે. બીજુ- જ્યારે હવા, ધૂળ અને ધુમાડો આંખો સુધી પહોંચે છે. ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે વ્યક્તિ લાગણીશીલ બની જાય છે. ઉદાહરણ તરીકે, દુઃખી થવું, આઘાત લાગવો વગેરે.
રડવાના છે આ ફાયદા
મોટાભાગના લોકો જ્યારે આંસુ આવે છે ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરે છે કારણ કે તેઓ તેને નબળાઈની નિશાની માને છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે તેના ઘણા ફાયદા છે. સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ રડ્યા પછી ખૂબ જ હળવાશ અનુભવે છે. સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.
બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે
એક રિસર્ચ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ રડે છે ત્યારે શરીરમાં આવા રસાયણો નીકળે છે, જેનાથી વ્યક્તિને સારું લાગે છે. મૂડ સુધરે છે જેથી આંસુ નિકળ્યા બાદ પેઈનમાં કમી આવે છે. ઉંઘ સારી બને છે અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે.
2011માં થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આંસુમાં એક ખાસ પ્રકારનું કેમિકલ લાઇસોસોમ જોવા મળે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તેથી જ્યારે આંસુ બહાર આવે, ત્યારે તેને વહેવા દો. આમ કરવાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે.