સામાન્ય રીતે સેક્સએ સાંપ્રત સમાજમાં એક ટેબુ સબ્જેક્ય છે. જેના વિશે કોઇ પણ વ્યક્તિ મુક્ત મને વાતચીત કરવાનું ટાળતો હોય છે. આના જ કારણે સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓએ ભોગવવાનું આવે છે તો કેટલાક કિસ્સાઓમાં પુરૂષોએ. ત્યારે આજે એક મહત્વનાં વિષય પર સેક્સ અંગેના નિષ્ણાંત ડોક્ટર સાથેની વાતચીતનાં કેટલાક અંશો….
શું કામ પુરુષ લિં-ગ લાંબુ કે જાડુ કરવા ઈચ્છે છે ?
કોરોનાના લોકડાઉન સમયમાં સૌથી વધુ પતિ અને પત્ની સૌથી વધુ સમય સાથે રહયા છે, ત્યારે હાલના સમયમાં અમદાવાદના સેક્સોલોજીસ્ટ ડોક્ટર પારસ શાહ પાસે દરોજના ત્રણથી ચાર પુરુષ પોતાનું લિં-ગ લાંબુ કે જાડુ કરાવવા માટેની પૂછપરછ કરવા માટે આવે છે. તેવામાં સેકસોલજિસ્ટ ડોક્નીટરની પ્રેક્ટીસમાં સામે આવ્યું છે કે, પુરુષ બ્લુ ફિલ્મ જોઈ-જોઈને આવી માનસિકતા થઇ જતી હોય છે, ત્યારે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે, જ્યારે થિયેટરમાં તમે પત્ની સાથે એક્શન ફિલ્મ જોવા માટે જાવ છો અને એક્શન ફિલ્મમાં હીરો જે ફાઇટ સ્ટન્ટ કરતો હોય છે એ જ ફાઇટ સ્ટન્ટ પુરુષ ઘરે આવીને કરે છે? એટલે કે ડોક્ટર પારસ શાહનું કહેવું છે કે, પુરુષ પોતાની જાત કે લિં-ગને બ્લુ ફિલ્મના પોર્નએક્ટરની સાથે સરખામણી કરી લેતા હોય છે. જેના કારણે આ માનસિકા થઇ જતી હોય છે, એટલે પુરુષને પોતાની જાતને પોર્નએક્ટર સાથે સરખામણી ન કરવી જોઈએ.
શું પુરુષનું લિં-ગ લાંબુ કે જાડુ થઇ શકે છે ?
આ અંગે જવાબ આપતા ડૉ. પારસ શાહે જણાવ્યું કે, મેડિકલ ક્ષેત્રેમાં લિં-ગ લાબું કે જાડુ કરવા માટે કોઈ જ દવા નથી. કોઈ જ ઓઇલ નથી, કોઈ જ પમ્પ નથી, બે રસ્તા છે લિં-ગ લાબું કે જાડુ કરવા માટે ના જેમાં પહેલો રસ્તો છે લિં-ગનું ઓપરેશન જે એક જ દિવસમાં પૂર્ણ થઇ જતું હોય છે. જેનો ખર્ચ આશરે એક લાખ જેટલો થતો હોય છે. જેમાં લિં-ગ લાબું લાંબુ કરી શકાય છે. બીજો રસ્તો છે ફેટના ઈન્જેક્શન જે માટે પણ એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે. જેમાં જાડાઈ વધતી હોય છે ત્યારે ફેટના ઇન્જેક્શનમાં 6 માસ પુરુષને તકલીફ ઉભી થતી હોય છે.
લિં-ગ જાડુ કે લાબું કરવાનો ખર્ચ શું થાય છે ?
જો કે ડોક્ટર પારસ શાહ આ પ્રકારનું ઓપરેશન કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તેમના મતે લિં-ગ જાડું કે લાબું કરવાનું ઓપરેશન કરવાની કોઇ જરૂર નથી. શું કોઈ પુરુષનું નાક આપણે ઓપરેશન કરીને લાંબુ કે જાડુ કરીએ તો શું એ પુરુષ વધારે સુગંધ કે ઓક્સિજન લઇ શકે છે? ત્યારે લિં-ગ લાબું કરવા માટૅ તો એક લાખ જેટલો ખર્ચ થતો હોય છે. લિં-ગ લાંબુ કે જાડુ કરવાથી મહિલા વધારે ખુશ થાય છે તે માત્ર એક માન્યતા છે.
પુરુષનું લિં-ગ જાતીય સંતોષ માટે કેવું હોવું જોઈએ ?
સિનિયર સેક્સોલોજીસ્ટ ડોક્ટરના અનુસાર લિં-ગ મોટું કરવાનો કોઈ જ ફાયદો જાતીય જીવનમાં થતો નથી. જ્યારે ડોક્ટરની પ્રેક્ટિસમાં આમે આવ્યું છે કે, પુરુષનું લિં-ગ નોર્મલ જ હોય છે માત્ર 2 ઇંચ કે તેનાથી વધુ પુરુષનું લિં-ગ પણ સ્ત્રીને સારો સંતોષ આપી શકે છે. ત્યારે સેક્સ કેટલી વાર કરો તે મહત્વનું નથી. તમે કેટલું ખાવ છો તે મહત્વનું નથી પરંતુ કેટલું પચાવી શકો તે મહત્વનું છે તે પ્રકારે ઇન્ટીમેશન દરમિયાન બંન્ને એકબીજામાં ઓતપ્રોત થઇને એકબીજાને કેટલો સંતોષ આપી શકે તે મહત્વનું છે.
સ્ત્રીની યોની શું છે ?
લિં-ગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં શિક્ષિત કે અશિક્ષિત દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે. સિનિયર સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહના મત મુજબ સ્ત્રીનો યોનીમાર્ગ એવી જગ્યા છે, જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે. બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ જન્મ લે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગએ એક ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે, એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિં-ગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે. આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના લિં-ગની જાડાઈ કે લંબાઈ વધુ મહત્વ ધરાવતી નથી હોતી.