તમને નવાઈ લાગશે અને વિચિત્ર પણ લાગશે પણ આજના જમાનાની સચ્ચાઈ એ છે મોટાભાગના છોકરાઓને પરણિત સ્ત્રીઓ વધારે આકર્ષે છે. એવા ઘણાં કિસ્સા જોવા મળે છે જેમાં કુંવારો છોકરો પરણિત સ્ત્રીના પ્રેમમાં પડ્યો હોય.આ વાતને લઇને કેટલાક અભ્યાસ પણ થયા છે જેમાં આમ થવા પાછળ કેટલાંક કારણો સામે આવ્યાં છે. આજે જાણીશું કે આખરે છોકરાઓ શા માટે કુંવારી છોકરીઓની સરખામણીએ પરણેલી સ્ત્રી તરફ આકર્ષાય છે અને એમને ડેટ કરવાની ઇચ્છા રાખે છે. આ માટેના 5 કારણો અહીં જણાવ્યાં છે.
આત્મવિશ્વાસ : પરણેલી સ્ત્રીઓ કુંવારી છોકરીઓ કરતાં વધારે આત્મવિશ્વાસુ હોય છે. એમનો આ આત્મવિશ્વાસ જ છોકરાઓને એમની તરફ ખેંચે તેમને લાગે છે કે પરણેલી સ્ત્રીઓ દરેક મુશ્કેલીને સારી રીતે સમજી શકે છે અને જલદી નિરાકરણ પણ લાવી શકે છે.
કેરિંગ પાર્ટનર : લરણિત સ્ત્રીઓ કુંવારી છોકરીઓની તુલનામાં વધારે કેરિંગ હોય છે. લગ્ન પછી એમને હરહંમેશ પોતાના પરિવારની ચિંતા રહ્યાં કરે તેમનો આ કેરિંગ એટિટ્યૂડ છોકરાઓને આકર્ષે છે.
હોર્મોન્સમાં પરિવર્તન : લગ્ન પછી છોકરીઓમાં હોર્મોનલ ચેન્જ આવવાને લીધે એમની સ્કિન વધારે ગ્લો કરે છે. સ્ત્રીમાં આવેલું આ પરિવર્તન પુરુષોને તેમની તરફ આકર્ષે છે.
મધુર સ્વભાવ : પરણેલી સ્ત્રીઓ ઘર- બહારના તમામ કામો સારી રીતે મેનેજ કરે છે અને પોતાના ચહેરા પર હંમેશા મીઠી સ્માઈલ રાખવામાં નિપૂણ હોય આવા ખુશમિજાજ વ્યક્તિ સાથે પુરુષ જ શું કામ કોઈને પણ રહેવું ગમે. છોકરાઓને આ ખાસિયત વધારે આકર્ષિત કરે છે.
ઘર અને બહાર વચ્ચે બેલેન્સ રાખવું : મેરિડ સ્ત્રીને ઘર અને બહાર વચ્ચે બેલેન્સ રાખતાં સારી રીતે આવડે છે. તે બધુ એકસાથે સંભાળી શકે છે. પુરુષો આ બાબતે થોડા લાપરવાહ હોય છે. તેથી પુરુષો અને યુવકોને પરણિત સ્ત્રીઓ પાર્ટનર તરીકે વધારે ગમે છે.