હવે પર્સમાં ATM રાખવાની જરૂર જ નથી. તમે આ રીતે ATM વગર જ પૈસા ઉપાડી શકશો

Posted by

બેંક ઓફ બરોડા(BOB) તમારા માટે એક નવું અપડેટ લઈને આવી છે. હવે તમારે તમારા પાકીટમાં કોઈપણ પ્રકારનું ATM કાર્ડ રાખવાની જરૂર જ નથી. તમે ATM વગર જ બેંક ઓફ બરોડાના કોઈપણ ATM માંથી રૂપિયા ઉપાડી શકો છો. ઘણી વાર એવું બનતું હોય છે, આપણે ઉતાવળમાં ઘરે ક્યાંક ATM ભૂલી જતાં હોય છે કે પછી ક્યાંક ખોવાઈ જાય અને તાત્કાલિક પૈસાની જરૂર પડે તો આપણે અસહાય બની જતાં હોઈએ છીએ. પણ હવે બેંક ઓફ બરોડાની આ નવી અપડેટ તમને આવી મુશ્કેલીઓમાંથી છૂટકારો અપાવશે. તમારે હવે તમારા પર્સમાં ATM લઈને ફરવાની જરૂર જ નથી. જાણો કઈ રીતે આ નવી સિસ્ટમ કામ કરે છે.

ATM કાર્ડ વગર ATMમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડશો

• આ એકદમ સરળ રીતે છે, જે બેંક ઓફ બરોડાના દરેક ATMમાં ઉપલબ્ધ છે.

• તમારે ફકત બેંક ઓફ બરોડાના કોઈપણ ATMમાં જવાનું છે.

• ત્યારબાદ વિથડ્રઓઅલ (Withdrawal) વાયા UPI (Unified Payment Interface) સિલેક્ટ કરવાનું છે.

• તમે કેટલી રકમ ઉપાડવા ઈચ્છો છો એ રકમનો આંકડો ATMમાં નાખો.

• જેવી તમે રકમ નાખશો કે તરજ સિંગલ યુઝ QR Code જનરેટ થશે.

• આ QR Code તમારે તમારી કોઈપણ UPI ધરાવતી એપ્લિકેશનમાં સ્કેન કરવાનો છે.

• ત્યારબાદ બધું કામ તમારા ફોન પર તમારી UPI એપમાં જ થશે.

• તમારે તમારી UPI એપમાં પિન એન્ટર કરવાનો છે.

• ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે આ રકમ તમે ઉપાડવા માંગો છો. તમારે ફક્ત કન્ફર્મ જ કરવાનું છે.

• કન્ફર્મ કરતાંની સાથે જ ATM તમને તમે નક્કી કરેલી રકમનું કેશ ફટાફટ કાઢીને આપી દેશે.

• તમે જેટલા રૂપિયા ઉપાડશો એટલી રકમ તમારા UPI એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે.

બેંક ઓફ બરોડા(BOB) દ્વારા વિકસાવામાં આવેલી આ નવી સિસ્ટમના ફાયદા

• એકદમ સરળ અને ઝડપી ટ્રાન્જેક્શન રીત છે, જે સંપૂર્ણ સુરક્ષિત છે.

• બેંક ઓફ બરોડાના દેશના કોઈપણ ATMમાં આ સુવિધ ઉપલબ્ધ છે.

• હવે પર્સમાં ATM કાર્ડ રાખવાની જરૂર નથી. એટલે પર્સ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તેવા કિસ્સામાં તમારા બેંકમાં રહેલાં રૂપિયા સુરક્ષિત રહેશે.

• ક્યારેક ATM કાર્ડ ખોવાઈ જાય, ચોરી થઈ જાય કે તૂટી જાય તો પણ તમે ચિંતામુક્ત રહી શક્શો અને આરામથી ATM કાર્ડ વગર પણ રૂપિયા ઉપાડી શકશો.

• રોજબરોજ જોવા મળતા ATM ફ્રોડથી સુરક્ષિત રહી શકશો.

• દિવસમાં બે વખત આ રીતનું ટ્રાન્જેક્શન કરીને દર ટ્રાન્જેક્શને વધુમાં વધુ ૫૦૦૦ રૂપિયા ઉપાડી શકાય છે. આ જેમ જેમ આ રીતના ટ્રાન્જેક્શન વધશે તેમ તેમ ઉપાડ કરવાની લિમિટ પણ વધી શકે છે.

• આ નવિન સિસ્ટમ NPCI (National Payment Corporation of India) દ્વારા વિકસાવામાં આવી છે જે આવનારા દિવસોમાં દેશની બેંકોમાં કાર્યરત થાય તેવી શક્યાતા છે.

• NPCI દ્વારા એપ્રૂવ સિસ્ટમ હોવાથી તેની વિશ્વસનિયતા આપોઆપ વધી જાય છે.

ATM કાર્ડ વગર ATM માંથી રૂપિયા ઉપાડવા માટે શું જરૂરી છે

ATM દ્વારા રૂપિયા ઉપાડવાની આ એકદમ સરળ રીત છે. આ સુવિધા માટે તમારી પાસે ફક્ત એક સ્માર્ટ મોબાઈલ ફોન હોવો જોઈએ, જેમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. આ મોબાઈલમાં તમારું બેંકનું ખાતુ કોઈપણ એક UPI એપ્લિકેશનમાં રજિસ્ટર હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *