વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)મુજબ ઘરમાં પૂજા સ્થાનનું ખૂબ મહત્વ છે. ઘરના બનાવવામાં આવેલા મંદિર સાથે સંકળાયેલ ભૂલોથી મોટું નુકસાન થઈ શકે છે. હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. ઘરમાં કઈ મૂર્તિ રાખવી અને કઈ દિશામાં રાખવી તે વાસ્તુ મુજબ નક્કી કરવામાં આવ્યું છે. વાસ્તુ મુજબ જો તમારે ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી હોય તો તમારે શિવલિંગની એકલા નહીં, પણ શિવ પરિવારની મૂર્તિ રાખવી જોઈએ.
ઘરમાં દરેક પ્રકારની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે શિવ પરિવારની મૂર્તિ અથવા ફોટો મૂકવાનું શુભ માનવામાં આવે છે. ભગવાનની કોઈ પણ મૂર્તિ અથવા ફોટા ઘરના મંદિરમાં નહીં રાખવી જોઈએ જે યુદ્ધની મુદ્રામાં હોય અથવા ભગવાનનું રૌદ્ર રૂપ દેખાય છે. ચાલો આપણે જાણીએ કે ઘરમાં મંદિર બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ઘરમાં મંદિરનું સ્થાન હંમેશાં ઉત્તર-પૂર્વમાં હોવું જોઈએ.
ભગવાનની કોઈ મૂર્તિને બેડરૂમમાં ન રાખવી જોઈએ. જ્યારે રાધા અને કૃષ્ણની ઝૂલતી તસવીર બેડરૂમમાં મૂકી શકાય છે.
ઘરમાં પૂજા સ્થળે ક્યારેય કોઈ પણ ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ.
એક જ ભગવાનની એક કરતા વધારે મૂર્તિને ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ સર્જાય છે.
પૂજાઘરને ઘરની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ક્યારેય ન બનાવવું જોઈએ.
ઘરની પૂજાનું સ્થાન શૌચાલયની નજીક રસોડામાં ન હોવું જોઈએ.
ઉપરાંત, સીડીઓની નીચે ક્યારેય પણ ભુલથી મંદિર બનાવશો નહીં.
ઘરમાં બેઠેલા ગણેશ અને કાર્યસ્થળે ઉભા ગણેશનો ફોટો મૂકવો જોઈએ.
ગણપતિજીની મૂર્તિ અથવા ફોટા ઘરના અથવા કાર્યસ્થળના કોઈપણ ભાગમાં મૂકી શકાય છે, પરંતુ પ્રતિમા લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈ પણ સંજોગોમાં તેનું મો દક્ષિણ દિશા કે નૈઋત્યકોણમાં ન આવવું જોઈએ. આની વિપરીત અસર થાય છે.
મોટા ભાગના ઘરમાં ભગવાન માટે જગ્યા અનુસાર એક અલાઈદું સ્થાન બનાવવામાં આવે જ છે. જો આ સ્શાન વાસ્તુના નિયમ મુજબ બનાવેલું હશે તો અનેક સમસ્યાઓથી બચી શકાય છે. જો કે ઘરની અંદર બનેલું મંદિર વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે મંદિરમાં થતી પૂજા-પાઠથી ઘરના વાતાવરણ સકારાત્મકતા રહે છે. મંદિરની ઊર્જા માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે. તેથી જ ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કયા કયા છે આ નિયમો જાણી લો આજે.
મંદિર માટે ઈશાન (ઉત્તર-પૂર્વ) દિશાને યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં મંદિર હશે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ વધતી રહે છે.
ઘરના મંદિરમાં ક્યારેય મોટી પ્રતિમા ન લગાવવી જોઈએ. પૂજા માટે ફોટા અથવા નાનકડી મૂર્તિઓની સ્થાપના મંદિરમાં કરવી.
શક્ય હોય ત્યાં સુધી ઘરના રસોડા કે બેડરૂમમાં પૂજાઘર ન બનાવવું.પૂજાઘરની ઉપર કે નીચેના માળ પર ટોયલેટ ન હોવું જોઈએ.
પૂજાઘરનો આકાર પિરામિડ જેવો હોય તો ખૂબ જ લાભદાયક છે.પૂજાઘરની અંદર જૂતાં-ચપ્પલ કે ઝાડૂ ન રાખવા.
ખંડિત પ્રતિમા પૂજાઘરની અંદર ન મુકવી. ગણેશજીની પ્રતિમા પૂર્વ કે પશ્ચિમ દિશામાં ન મૂકતા દક્ષિણ દિશામાં મૂકો.હનુમાનજીની તસવીર કે મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરો, જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રહે.