શ્રી કૃષ્ણ કહે છે કે પૂજા સ્થાન ઉપર આ 2 વસ્તુ હોઈતો તે ગરબી નું કારણ બને છે

Posted by

પૂજા ઘર કે મંદિર ક્યારેય રસોડામાં ન બનાવવું જોઈએ. મોટા ભાગના લોકો પૂજા ઘર રસોડામાં જ રાખતા હોય છે, પરંતુ તે જરાય યોગ્ય નથી. પાણિયારે દીવો કરવો એ અલગ બાબત છે અને મંદિર રાખવું એ પણ અલગ બાબત છે. રસોડામાં બનાવેલ પૂજાસ્થાન બનાવવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો નથી. વળી પૂજાસ્થાન ટોઇલેટની સામે પણ ક્યારેય ન હોવું જોઈએ, કેમ કે ટોઇલેટ પર શુક્રનો પ્રભાવ હોય છે. શુક્ર અનૈતિક સંબંધ અને ભૌતિકવાદી વિચારધારાનું સર્જન કરે છે.

પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય  રાખવી નહીં 

પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય  રાખવી નહીં વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ પૂજા સ્થાન કે મંદિર ઘરમાં હંમેશાં ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો)માં હોવું જોઈએ, કેમ કે આ ખૂણામાં પરમ પિતા પરમેશ્વર અર્થાત્ ઈશ્વરનો વાસ હોય છે.

કહેવાય છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નિવાસ કરે છે તે સાથે ઈશાનના ક્ષેત્રમાં દેવગુરુ બૃહસ્પતિનો અધિકાર છે. અલબત્ત આધ્યત્મિક ચેતનાનો મુખ્ય કારક ગ્રહ બૃહસ્પૃતિ છે. ઉત્તર પૂર્વ ભાગ અથવા ઈશાન ખૂણામાં બ્રહ્માંડમાંથી મળનારી ઊર્જા અને શક્તિઓનો અનુકૂળ પ્રભાવ મળે છે. ફળસ્વરૂપ આધ્યત્મિક પૂજા માનસિક શક્તિઓમાં સકારાત્મક વૃદ્ધિ થાય છે.

ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ

ગણેશજીની સ્થાપના પૂજાસ્થાનમાં દક્ષિણ દિશામાં કરવી જોઈએ. જેથી તેમની દૃષ્ટિ ઉત્તર દિશા તરફની રહે. ઉત્તરમાં હિમાલય પર્વત છે અને તેના પર ગણેશજીનાં માતા પિતા અર્થાત શંકર પાર્વતીજીનો નિવાસ છે. ગણેશજીને પોતાનાં માતા પિતા તરફ જોવાનું સારું લાગે છે માટે જ ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ. ગણેશજી મંગળના પ્રતીક છે અને પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. આમ મંગળ અને શનિ એક સાથે આવે જેથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ વધી જાય છે.

સઘળાં દેવી દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય, સૂર્ય અને ઈંદ્ર વગેરેને ઘરના પૂજાસ્થાનમાં એવી રીતે સ્થાપિત કરવા જોઈએ કે જેથી તેમની પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વમાં, પશ્ચિમ દિશા તરફનું હોય અર્થાત્ આ સઘળાં દેવી દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે. દેવી દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશાવાળી દીવાલ પર ક્યારેય લગાવવી જોઈએ નહિ. આમ કરવાથી તે દક્ષિણામુખી થઈ જાય છે. લક્ષ્મીજી ઉત્તર પૂર્વમાં રહે છે. સરસ્વતી માતા પશ્ચિમ દિશામાં વાસ કરે છે એટલે પશ્ચિમ દિશામાં બેસીને સરસ્વતીજીની પૂજા કરવી અને ઉત્તર પૂર્વમાં બેસીને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.

પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ

પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ. જો પૂજા ઘરમાં મૂર્તિઓ દ્વારની બરાબર સામે હોય તો દ્વાર પર પડદો રાખવો જરૂરી છે. પૂજા કક્ષનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું તથા બહાર નીકળવાનું ઉત્તર દિશા તરફનું હોવું જોઈએ. એનાથી ઘરમાં નિવાસ કરનાર લોકોનાં નામ અને વંશમાં વૃદ્ધિ થાય છે. આ સઘળા સિદ્ધાંતોને અપનાવવાથી પૂજન કક્ષની ગરિમા વધે છે તથા અહિંયા દેવી દેવતા શુભ ફળ આપીને માનસિક અને આધ્યત્મિક સુખ સમૃદ્ધિ આપે છે.

શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે

ઘરમાં વિષ્ણુ, લક્ષ્મી, સીતા રામ, રાધા કૃષ્ણ અને બાલાજી જેવા સાત્વિક અને શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે. પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન સંપત્તિ આપનાર બને છે. પૂજા સ્થાનમાં મૂર્તિઓ એક બીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં. પૂજા સ્થાનમાં કોઈ કારણસર કોઈપણ દેવી દેવતાની મૂર્તિ સહેજ પણ ખંડિત થઈ જાય તો તે પૂજનને યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ મૂર્તિને વિધિવિધાન સહિત પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.

દેવી દેવતાઓ પર ચઢાવેલાં ચંદન, પુષ્પ, માળા અને હવન સામગ્રી તેમજ ધૂપ, જળ, નારિયેળ, જૂનાં વસ્ત્ર વગેરે બિન જરૂરી વસ્તુઓ પણ ફેંકી દેવાને બદલે વહેતા જળમાં વિર્સિજત કરી દેવી જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *