પૂજામાં ચઢાવવામાં આવેલું શ્રીફળ ખરાબ નીકળે છે તો ભગવાન આપી રહ્યા છે આવા સંકેત, જાણો આ વિડીયોમાં

Posted by

શું તમારી સાથે પણ કયારેય એવું થયું છે કે તમે જે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હતું તે અંદરથી ખરાબ નીકળી ગયું હોય. કયારેક તો આવું ચોક્કસ થયું હશે અને જ્યારે થયું હશે તો તમે દુકાનદાર પર ગુસ્સે થયા હશો અને મનમાં પણ ખચકાટ થયો હશે. અશુભ થઇ ગયું, ભગવાન નારાજ થઇ ગયા કે કોઇ દુર્ઘટના તો નથી થવાની જેવા કેટલાંય વિચારો મગજમાં ફરવા લાગે છે. પૂજામાં ચઢાવામાં આવેલ નારિયેળનો મતલબ અશુભ નથી, જાણો તેની પાછળનો અર્થ

નારિયેળને માતા લક્ષ્મીનું પ્રતીક મનાય છે. તેમની પૂજામાં નારિયેળ હોવું ખૂબ જ જરૂરી હોય છે. જો પૂજામાં ચઢાવામાં આવેલ નારિયેળ ખરાબ નીકળ્યું તો તેનો મતલબ એ નથી કે કંઇક અશુભ થવાનું છે, પરંતુ નારિયેળ ખરાબ નીકળે તો તે શુભ કહેવાય છે. ખરાબ નારિયેળને શુભ માનવું તેના પાછળ એક ખાસ કારણ હોય છે.

એવું માનવામાં આવે છે કે નારિયેળ ફોડતા સમયે ખરાબ નીકળવાનો અર્થ ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે, આથી તે અંદરથી સંપૂર્ણપણે સૂકાઈ ગયું છે. એટલું જ નહીં આ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન સામે જે પણ ઇચ્છાઓ વ્યક્ત કરશો તે ચોક્કસ પૂરી થતી હોય છે.

જો નારિયેળ ફોડતા સમેય તમારું નારિયેળ સારું નીકળે તો તેને લોકોની વચ્ચે વહેંચી દેવું જોઇએ. આમ કરવું શુભ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *