પિતૃપક્ષમાં આ ૮ કામ કરવા વાળા લોકો આખી જિંદગી ગરીબ રહે છે, પિતૃઓનાં આશીર્વાદ મેળવવા માટે કરો આટલું કામ

Posted by

સનાતન ધર્મમાં પિતૃપક્ષમાં પિતૃઓની પુજા અને પિંડદાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વર્ષે પિતૃપક્ષ ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યાં છે અને ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પક્ષમાં પિતૃ યમલોકથી ધરતી પર આવે છે અને પોતાનાં પરિવારની આસપાસ વિચરણ કરે છે. શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃની તૃપ્તિ માટે ભોજન કરાવવામાં આવે છે, જેનાથી તેમની આત્માને શાંતિ મળી શકે અને તે આપણને સુખ-સમૃદ્ધિનાં આશીર્વાદ આપી શકે.

શાસ્ત્રોમાં પિતૃઓને પણ દેવતાઓની જેમ સામર્થ્યવાન માનવામાં આવે છે. પિતૃ પણ દેવતાઓની જેમ આશીર્વાદ આપે છે, જેનાં લીધે ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહે છે પરંતુ જ્યારે તેઓ આપણાથી નારાજ થાય છે તો આપણે જીવનમાં ઘણા પ્રકારનાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. એટલા માટે આ પવિત્ર પક્ષમાં અમુક એવા કાર્ય હોય છે, જેને આપણે ના કરવા જોઈએ. આવું કરવાથી પિતૃઓની આત્મા નારાજ થઈ જાય છે.

બધા દોષ દુર થાય છે દુર

પિતૃ-પક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પણ વિધિ કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓની પુજા ના કરવાથી પુર્વજોને મૃ-ત્યુલોકમાં જગ્યા નથી મળતી અને તેમની આત્મા ભટકતી રહે છે. જેનાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘણા દોષ લાગે છે. એટલા માટે પિતૃપક્ષમાં તર્પણ વિધિ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.

આ વાસણોનો પ્રયોગ ના કરો

પુજા દરમિયાન ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ભુલમાં પણ પિતૃપક્ષમાં લોખંડનાં વાસણનો પ્રયોગ ના કરવો જોઇએ. માન્યતા છે કે પિતૃ માટે જે ભોજન તૈયાર કરવામાં આવે છે કે પછી જેમાં ભોજન પીરસવામાં આવે છે, તેમાં લોખંડનાં વાસણનો પ્રયોગ ના કરવો જોઈએ. આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે એટલા માટે આ દરમિયાન તમે તાંબા, પિત્તળ કે અન્ય ધાતુનાં વાસણોનો પ્રયોગ કરી શકો છો.

ના કરો કોઈપણ શુભ કાર્ય

પિતૃ-પક્ષ પિતૃની યાદ અને તેમની પુજા કરવાનો સમય હોય છે. એટલા માટે પરિવારમાં એક તરફથી શોકાકુળ માહોલ રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ અને નવી વસ્તુઓની ખરીદી પણ ના કરવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

પિતૃપક્ષમાં જ પુર્વજોને યાદ કરી રહ્યા છો તો શરીર પર તેલનો પ્રયોગ અને પાનનું સેવન કરવાથી બચવું જોઈએ. સાથે જ બની શકે તો દાઢી અને વાળ પણ ના કપાવવા જોઈએ અને આ દરમિયાન અત્તરનો પ્રયોગ કરવો પણ શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કોઈનું પણ અપમાન ના કરો

પિતૃપક્ષનાં સમયે ભુલમાં પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ખબર નહિ પિતૃ કોઈપણ રૂપમાં દરવાજા પર આવી જાય અને તમારા વ્યવહારથી તેમને દુ:ખ લાગે. એટલા માટે ના તો જાનવર અને ના તો કોઈપણ વ્યક્તિનું આ દિવસોમાં અપમાન ના કરવુ જોઇએ. તેને પોતાની આદત પણ બનાવી લો. જો તમારા દરવાજા પર કોઈ ભિખારી કે અન્ય વ્યક્તિ આવ્યું છે તો તેને ભોજન કરાવ્યા વગર પાછા ના મોકલવા જોઈએ.

આવું ભોજન ના કરવું જોઈએ

પિતૃ પક્ષનાં સમયે હંમેશા સાત્વિક ભોજન કરવુ ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ ભોજનથી પિતૃઓને ભોગ લગાવવામાં આવે છે. ભુલમાં પણ કાંદા, લસણમાંથી બનેલા ભોજનનું સેવન ના કરવું જોઈએ. જો તમને તમારા પુર્વજોની મૃ-ત્યુતિથિ યાદ નથી તો પિતૃપક્ષનાં અંતિમ દિવસે પિંડદાન કે તર્પણ વિધિ કરીને પુજા-અર્ચના કરી શકો છો. આવું કરવાથી બધા જ દોષોમાંથી મુક્તિ મળે છે અને તેમનાં આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

ક્રોધ કરવાથી બચો

પિતૃ પક્ષનાં સમયમાં પોતાનાં મન, વાણી અને તન પર સંયમ રાખવો જોઈએ. ભુલમાં પણ આ દિવસોમાં કોઈને પણ મન અને વાણીથી ખરાબ બોલવું ના જોઈએ અને ના તો ખરાબ કર્મ કરવા જોઈએ. આ સમય પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે. એટલા માટે વાદ-વિવાદ અને દલીલબાજી થી દુર રહેવું જોઈએ. આવું કરવામાં ના આવે તો પિતૃ નારાજ થઈ જાય છે અને તેમનાં ઘરનાં લોકો પરસ્પરમાં ઝઘડતા રહે છે. એટલા માટે આ દિવસોમાં પ્રેમભાવથી રહેવું જોઈએ જેથી કરીને પિતૃઓની કૃપા હંમેશા રહે.

બ્રહ્મચર્યનું પુરી રીતે પાલન કરો

પિતૃપક્ષમાં પિતૃઓનાં નામનો જાપ, તપ અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં મન પર સંયમ રાખીને તેનું ધ્યાન કરવામાં આવે છે અને મનને પવિત્ર રાખવામાં આવે છે. એટલા માટે પતિ-પત્નિ બંનેએ શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પિતૃપક્ષમાં પિતૃ ઘરમાં જ નિવાસ કરે છે એટલા માટે તેમને નારાજ કરવું સારું નથી. આવું કરવાથી ઘણા પ્રકારનાં કષ્ટોનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *