પિતૃદોષ કેટલા પ્રકારના હોય છે અને તેને કેવી રીતે દુર કરશો?આ પાંચ ભૂલ કરવાથી પિતૃદોષ લાગે છે

પિતૃદોષ કેટલા પ્રકારના હોય છે અને તેને કેવી રીતે દુર કરશો?આ પાંચ ભૂલ કરવાથી પિતૃદોષ લાગે છે

તેમના મૃત્યુ બાદ તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તે શ્રાદ્ધ દ્વારા તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખી રહેવાના આશીર્વાદ મળે છે.જે માતા પિતા દાદા દાદી પ્રપિતામહ, માતામહી અને અન્ય વડીલોના લાડ પ્રેમ શ્રમથી કમાવેલ ધન અને ઈજ્જતની મદદથી તમે સૂખપૂર્વક રહો છો તેઓ આજે જ્યારે તેમનુ શરીર પાંચ તત્વમાં વિલીન થઈ ગયુ છે તો તમારુ આ પરમ કર્તવ્ય બને છે કે તમે તમારા પિતૃ માટે કંઇ ન કરી શકો તો તર્પણ તો કરી જ દો.

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કુટુંબમાં પિતૃ દોષ છે. પિતૃ રૂઠ્યા છે અને હવે કોઇ વિધિ કરાવવી પડશે વગેરે.. ત્યારે તેના અલગ અલગ કારણ હોઇ શકે છે. જે કારણથી તમારે પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.જો તમે માતા પિતા પિતામહ અને પરદાદા વગેરે પ્રત્યે અસન્માન પ્રગટ કરો છો અને તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો તો તમને પિતૃદોષનો સામનો કરવો જ પડશે.

પિતૃ દોષ બે પ્રકારના હોય છે.

1. વંશાનુગત
2. અવંશાનુગત

જો તમે તેમના પ્રત્યે કોઈ અપરાધ કર્યો છે તો તમને નીચેમાંથી એક કે બધા પ્રકારના કષ્ટનો સામનો કરવો પડશે.

1. વંશાનુગત – કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા, રોગ કે માનસિક વિકાર આનુવાંશિક હોઈ શકે છે.એટલે કે વંશ ક્રમમાં કોઈ રોગ કે અવાંછનીય ગતિવિધિ થતી જઈ રહી હોય. આ વંશાનુગત દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અથર્વવેદમાં લખેલ ઉપાય કરવામાં આવે છે.

2. અવંશાનુગત – અવંશાનુગતનો અર્થ છે કે પિતૃ લોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રૂષ્ઠ છે તેથી તેમને કારણે તમને જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડે છે .. જેવા કે

1. સંતાન બાધા – સંતાન નહી થાય અથવા તો જો સંતાન છે તો સંતાનથી કષ્ટ બન્યુ રહે છે

2. વિવાહ બાધા – જો કુળ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *