પિતૃ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃ તર્પણ કરીને તમનો આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. શું તમે જાણો છો કે પિતૃઓને સપનામાં જોવાનો અર્થ શું થાય છે? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો પોતાનો એક અર્થ થાય છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે સપનામાં પિતૃઓ દેખાવા તમારા જીવન સાથે સંબંધિત અનેક પ્રકારના સંકેત આપે છે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે સપનામાં પિતૃઓ દેખાવાનો અર્થ શું થાય છે.
તમને તો નથી આવતા ને આવા સપના…
સપનામાં જો કોઇ વ્યક્તિ પોતાના પિતૃઓને હસતા-ખુશહાલ અવસ્થામાં જુએ, તો તેનો અર્થ એ થાય છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે.સપનામાં જો પિતૃ ખુશી મનાવતા મિઠાઇ ખાતા કે વહેંચતા દેખાય તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. આવા સપનાનો અર્થ છે કે કોઇ માટે વિવાહ અથવા સંતાનનો યોગ બની રહ્યો છે.
શ્રાદ્ધ
સપનામાં કોઇના પિતૃ દુખી અથવા તો નારાજ જોવા મળે તો તેનો અર્થ થાય છે કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન નથી. તેવામાં તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઇએ.જો પિતૃ સપનામાં આવીને તમારી સાથે વાત કરે તો તેનો અર્થ એ છે કે તે તમને કંઇક જણાવવા ઇચ્છે છે, બની શકે છે કે તે તમને આવનારી ઘટનાની જાણકારી આપવા માગતા હોય.