પિતૃપક્ષ દરમિયાન સપનામાં જો મૃત પૂર્વજો દેખાય તો તેઓ આપે છે આ 5 સંકેત, ભૂલથી પણ નજરઅંદાજ ના કરતા

Posted by

આપણા પિતૃઓને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ધરતી પર પોતાના વંશજોને મળવા પધારે છે. જ્યારે આપણે પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કરીએ છીએ તો તે તેને ભોજન તથા જળનાં રૂપમાં ગ્રહણ કરે છે.

પુર્વજ શારીરિક રૂપથી આપણને મળીને કંઇક કહેવામાં અસમર્થ હોય છે, એટલા માટે તેઓ ક્યારેક-ક્યારેક સપનામાં આવીને પણ આપણા વંશજોને અલગ-અલગ સંદેશ આપે છે. જો પિતૃપક્ષ દરમિયાન તમને પણ તમારા પિતૃ એટલે કે પુર્વજ સપનામાં દેખાય છે તો સમજી જાઓ કે તેઓ તમને કંઈક કહેવા માંગે છે. તે શું કહેવા માંગે છે તે એ ચીજ પર નિર્ભર કરે છે કે તે તેઓ તમારા સપનામાં શું કરી રહ્યા હતાં.

જો તમને તમારા સપનામાં તમારા પુર્વજો તમારી પાસે કંઈક માંગતા દેખાય કે પછી તમને તેમના કપડા ફાટેલાં અને પગમાં બુટ-ચંપલ વગેરે ના દેખાય તો તમારા પિતૃપક્ષમાં તેમની માંગવામાં આવેલી ચીજોનું દાન કરી દો. આમ કરવાથી તમારા પિતૃઓ સંતુષ્ટ થશે અને તમને આશીર્વાદ આપશે. તેમના આશીર્વાદથી તમારી ભૌતિક સુવિધાઓમાં ક્યારેય કોઈ ઉણપ આવશે નહિ.

જો તમે સપનામાં તમારા પુર્વજોને કોઈ ઝાડ ઉપર કે ઝાડ પાસે બેસેલા જુઓ કે તેઓ ખુબ જ કમજોર નજર આવી રહ્યા હોય તો સમજી જાઓ કે તેઓ કોઇ તકલીફમાં છે. એવી સ્થિતિમાં તમારે જપ, તપ અને ધ્યાન કરી તેમના કષ્ટ દુર કરવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં પણ કષ્ટ આવશે નહિ અને સુખ-આનંદની વૃદ્ધિ થશે.

જો તમે તમારા પિતૃઓને સપનામાં તમારા ઘરની આસપાસ ભટકતા જુઓ તો સમજી જાઓ કે તે હજુ પણ તમારા પરિવાર સાથે મોહ-માયા રાખે છે. તેમને હજુ પણ તમારી યાદ સતાવે છે. તેવામાં તમારે દરરોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી તમને આનંદ થશે.

જો તમે સપનામાં તમારા પુર્વજોને ખુશ થતા જુઓ છો કે તેમને તમારા માથા પર હાથ ફેરવતા જુઓ છો તો તે સારો સંકેત છે. તેનો મતલબ છે કે તમારૂ આપેલું શ્રાદ્ધ તેમનાં સુધી પહોંચી ચુક્યું છે. તેઓ તમારા આ કામથી ખુબ જ પ્રસન્ન છે. તેઓ તમને આશીર્વાદ આપવા માંગે છે, એટલા માટે ધરતી પર આવીને તમારા સપનામાં આવ્યા છે.

જો તમે સપનામાં તમારા પિતૃઓને ગુસ્સામાં કે નારાજ થતા જુઓ છો તો તે એક સારો સંકેત નથી. તેનો અર્થ છે કે તેઓ તમારી કોઈ વાતથી નારાજ અને દુઃખી છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તેમને સપનામાં આ ચીજ હંમેશા થાય છે. આવી સ્થિતિમાં તમારે પોતાનાં પિતૃઓને ખુશ કરવાની કોશિશ કરવી જોઈએ નહિતર તમારા જીવનમાં દુઃખ આવી શકે છે.

જો તમને તમારા પિતૃ સપનામાં ભટકતા કે કોઈ સુમસામ વિસ્તારમાં ફરતા નજર આવે છે તો તેનો અર્થ એ છે કે તેઓ મુક્તિ ઈચ્છે છે. આ સ્થિતિમાં તમારે પુજાપાઠ કરાવી તેમને મુક્તિ અપાવવી જોઈએ. આવું કરવા પર તેઓ તમને આશીર્વાદ આપશે, જે તમારા જીવનમાં આનંદ લાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *