પિતૃ પક્ષમાં આ ૨ શાકભાજી ખાવાની મનાઈ હોય છે, પિતૃઓ નારાજ થઈ જાય છે

Posted by

સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન પિતૃ કોઈ પણ રૂપમાં આવે છે અને ભોજન કરે છે પરંતુ આપણે અમુક એવી ભુલો કરીએ છીએ જેનાથી પિતૃઓ નારાજ થઈને પરત ફરી જાય છે. જો પિતૃઓ આપણાથી નારાજ થઈ જાય તો આપણને કોઈપણ કામમાં સફળતા મળતી નથી. ઘર પરિવારમાં બીમારીઓ આર્થિક સંકટ પૈસાની તંગી વગેરે અનેક પ્રકારની પરેશાનીઓ ઉભી થવા લાગે છે.

પિતૃ પક્ષ દરમિયાન અમુક ચીજો નું સેવન કરવું વર્જિત હોય છે. જો આ ચીજોનું સેવન પિતૃ પક્ષ દરમ્યાન કરવામાં આવે છે તો પણ પિતૃઓ આપણાથી નારાજ થઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પિતૃ પક્ષ દરમ્યાન તમારે કયા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં.

લસણ અને ડુંગળી

હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ભોજનની પસંદગી આપણી પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. પિતૃ પક્ષ દરમિયાન સાદગીમાં રહેવું જરૂરી હોય છે. તેવામાં તામસિક ભોજન કરવાની સ્પષ્ટ મનાય છે. લસણ અને ડુંગળીને તામસીક ભોજન માનવામાં આવે છે. એટલા માટે તેનું સેવન કોઈ પણ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન સમયે કરવામાં આવતું નથી. માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન ભુલથી પણ લસણ ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં. તેની સાથો સાથ માંસ, માછલી અને શરાબનું સેવન પણ બિલકુલ કરવું જોઈએ નહીં.

વાસી ભોજન

જો તમારા ઘરમાં શ્રાદ્ધ છે તો જેને ભોજન કરાવામાં આવી રહ્યું છે તેને અને ભોજન કરાવનાર વ્યક્તિએ વાસી ભોજનથી બિલકુલ પણ દુર રહેવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસોમાં વાસી ભોજનનું સેવન કરવું જોઈએ નહીં.

જમીનની નીચે થતા શાકભાજી (કંદમુળ)

શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં જમીનની નીચે થતા શાકભાજી અને ફળ ખાવા જોઈએ નહીં. આ પ્રકારના શાકભાજીને આપણે કંદમુળ કહીએ છીએ. તેમાં મુળો, બટેટા, શક્કરીયા, સુરણ વગેરે જેવા શાકભાજી આવે છે. પિતૃ પક્ષના આ ૧૬ દિવસોમાં આ શાકભાજીનો ભોગ લગાવો જોઈએ નહીં અને તેનું સેવન પણ કરવું જોઈએ નહીં. આવું કરવાથી પુર્વજો નારાજ થઈને ચાલ્યા જાય છે.તે સિવાય પિતૃ પક્ષમાં દુધી, કાકડી તથા સરસવ પણ ખાવાની મનાઈ ફરવામાં આવેલ છે. શ્રાદ્ધ પક્ષમાં આ ચીજોનું સેવન કરવું અને બીજાને ખવડાવવું બંને ઉપર પ્રતિબંધ છે.

ચણાનું સેવન પણ વર્જિત છે

પિતૃ પક્ષના ૧૬ દિવસોમાં તર્પણ કરનાર વ્યક્તિ માટે ચણાનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. એટલા માટે જ્યાં સુધી શ્રાદ્ધ ચાલે ત્યાં સુધી ભુલથી પણ ચણા ખાવા જોઈએ નહીં. આપણે પોતે સેવન કરવાની સાથોસાથ પિતૃઓના શ્રાદ્ધમાં ચણાની દાળ, ચણા, બેસનની મીઠાઈ વગેરે અર્પિત કરવી અશુભ માનવામાં આવે છે.

મસુરની દાળનું સેવન કરવું નહીં

માન્યતા અનુસાર પિતૃ પક્ષ દરમ્યાન મસુરની દાળનું સેવન પણ ભુલથી પણ કરવું જોઈએ નહીં. આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથોસાથ કોઈ પણ પ્રકારના કાચા અનાજનું સેવન પણ આ સમયમાં અશુભ માનવામાં આવે છે. જે પણ અનાજ ખાવું તેને પકાવીને તેનું સેવન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *