પિતૃદોષ છે? કરો આ ઉપાય, મળશે મુક્તિ
જ્યોતિષ શાસ્ત્રમાં પાપમાંથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યાં છે. જેમાં દાન, ધર્મ, જાપનો સમાવેશ થાય છે. પરંતુ મહાપાપોને જ્યારે શાંત અથવા પ્રાયશ્ચિત કરવાની વાત આવે છે તો ત્યાં ગાયનુ દાન કરવાનો પણ મહિમા જણાવવામાં આવ્યો છે. પિતૃદોષ પણ એક પ્રકારનુ પાપ જ છે, જેનુ નિવારણ કરવુ આવશ્યક હોય છે. પિતૃ પક્ષ એક એવો અવસર છે, જેમાં તમે સરળતાથી આ પ્રકારના ઉપાયો કરીને પિતૃઓને પ્રસન્ન કરી શકો છો.
ગાયનુ દાન કરવાથી જન્મો-જન્મના પાપ બળી જાય છે
કહેવાય છે કે ગાયનુ દાન કરવાથી જન્મો-જન્મના પાપનો વિનાશ થાય છે. જે લોકો ગાયનુ દાન કરી શકતા નથી. એવા લોકો ગાયની સેવા કરી શકે છે. કોઈ ગૌશાળામાં જઇને ચારા-પાણીના રૂપમાં પોતાનો સહયોગ આપી શકો છો. આધુનિક સમયમાં પ્લાસ્ટિક ખાવાથી ગાયો બિમાર થવાની સુચના મળે છે. એવામાં ગાય પ્લાસ્ટિક ખાતી હોય તો તેને રોકવી પણ ગાયની સેવા સમાન છે, તેથી બધા લોકો ખાવા-પીવાનો સામાન પૉલીથિનમાં ના ફેેંકીને પણ આ સેવા કરી શકે છે. આમ તો સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઘરના દરવાજે આવેલી ગાયને સમજો ભાગ્ય
ઘરના દરવાજે આવેલી ગાયને ક્યારેય ભગાડવી ના જોઈએ. વિચારવુ જોઈએ કે આ તો ભાગ્ય છે કે ઘરના આંગણે સ્વયં ગાય આવી છે. ગોવાળીયાઓએ ગાયને દોહ્યા બાદ ક્યારેય ના છોડવી જોઈએ. દેશી ગાય સાથે જોડાયેલો દેશી શબ્દને લોકલ ના સમજવો જોઈએ. દેશી ગાયનુ દૂધ અને દેશી ઘી ખૂબ દિવ્ય હોય છે. જેના ઉપયોગથી બુદ્ધીનો વિકાસ થાય છે અને મન તેજ ચાલે છે.
સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે ગાય
ગાય સકારાત્મક ઉર્જાનો ખૂબ મોટો સ્ત્રોત હોય છે. જે લોકો ડિપ્રેશનના શિકાર હોય છે, તેઓએ ગાયની સાથે રહેવુ જોઈએ. ગાયની નજીક રહેવાથી તેઓને સ્વાભાવિક રીતે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે અને ડિપ્રેશન ધીમે-ધીમે જતુ રહેશે.