પિતૃઓને ભોજનમાં આ 1 ચીજ ચડાવવાથી પિતૃઓ થઈ જાય છે નારાજ, આ ચીજનો ભોગ લગાવવાથી થાય છે ધનપ્રાપ્તિ

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃઓ કોઈને કોઈ રૂપમાં ધરતી પર આવે છે અને ભોજન કરે છે. એટલા માટે પિતૃ પક્ષમાં મૃ-ત પરીજનો માટે દાન, પિંડદાન, શ્રાદ્ધ તથા તર્પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ આશીર્વાદ આપે છે. પિતૃપક્ષ દર વર્ષે ભાદરવા મહીનાની પુર્ણિમા તિથિ થી અશ્વિન મહીનાની અમાવસ્યા તિથી સુધી હોય છે. આ વર્ષે પિતૃપક્ષ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ થી શરૂ થઈ રહ્યું છે. જે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી રહેશે. પિતૃપક્ષનાં પુરા ૧૫ દિવસમાં જરૂરી નિયમોનું પાલન કરવું અને પિતૃઓનું શ્રાદ્ધ તથા પિંડદાન જરૂર કરવું.
ઘણી વાતોણે ધ્યાનમાં રાખવા છતાં પણ આપણાથી જાણતા અજાણતામાં અમુક ભુલ થઈ જાય છે, જેનાથી પિતૃઓ નારાજ થઈને પરત ચાલ્યા જાય છે. એટલા માટે એ જાણી લેવું કે પિતૃપક્ષ દરમિયાન ખાવા-પીવાની કઈ વસ્તુઓથી પણ દુર રહેવું જોઈએ. આમ તો બધા લોકો જાણે છે કે પિતૃ પક્ષમાં માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ પરંતુ માત્ર માંસ-મદિરા જ નહી પરંતુ ખાવા-પીવાની અમુક એવી વસ્તુઓ હોય છે, જેને પિતૃ પક્ષ દરમિયાન ભુલમાં પણ ના ખાવી જોઈએ.
ભુલમાં પણ ના ખાવા કાંદા-લસણ
કાંદા-લસણ આમ તો શાકાહારી લોકો ખાઈ શકે છે પરંતુ હિન્દુ ધર્મમાં તેને તામસીક ભોજન સમાન જ માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ વ્રત અને પુજા-પાઠમાં પણ લસણ કાંદાનો પ્રયોગ વર્જિત માનવામાં આવેલ છે. પિતૃ પક્ષમાં પણ તમે લસણ કાંદાનો પ્રયોગ પુરા પંદર દિવસો સુધી ના કરવો.
પિતૃ પક્ષમાં ના ખાવા જોઈએ આ શાકભાજી
પિતૃપક્ષમાં માંસાહારી ભોજન પર તો મનાઈ હોય જ છે પરંતુ તેની સાથે જ અમુક એવા શાકાહારી ભોજન પણ હોય છે, જેને પિતૃ પક્ષમાં ના ખાવા જોઈએ. જેમકે આ દરમિયાન બટેટા, મુળા વાળા શાકભાજી ના ખાવા જોઈએ. આ શાકભાજીમાંથી બનેલું ભોજન પિતૃને ના ચડાવવું જોઈએ અને ના તો બ્રાહ્મણનાં ભોજન માટે આ શાકભાજીનો પ્રયોગ કરવો જોઈએ.
પિતૃ પક્ષમાં શા માટે વર્જિત માનવામાં આવે છે આ દાળ
પિતૃ પક્ષમાં ચણાની દાળ, મસુરની દાળ ખાવી વર્જીત હોય છે. મસુરની દાળ ને શ્રાદ્ધ કર્મમાં ભુલમાં પણ સામેલ ના કરવી. સાથે જ ચણામાંથી બનેલી વસ્તુઓ પણ આ દરમિયાન ના ખાવી જોઈએ.
કાચા અનાજનો પ્રયોગ ના કરવો
શ્રાધ્ધ કર્મ કે પિતૃ પક્ષમાં કાચા અનાજ જેમ કે લોટ, ચોખા, દાળ, ઘઉં વગેરેનો કોઈપણ રૂપમાં કાચો ઉપયોગ ના કરવો. તમે તેને રાંધીને ખાઈ શકો છો પરંતુ આ અનાજને ના તો જાતે કાચો ખાવો જોઈએ અને ના તો શ્રાદ્ધ દરમિયાન તેનો પ્રયોગ કરવો જોઈએ.