પત્નીએ ખોલી કથાકારની પોલ? લગાવ્યા ગંભીર આરોપો, છોટે મુરારી બાપુ સામે ગંભીર આક્ષેપો

પત્નીએ ખોલી કથાકારની પોલ? લગાવ્યા ગંભીર આરોપો, છોટે મુરારી બાપુ સામે ગંભીર આક્ષેપો

કથાકાર છોટે મુરારી બાપુ ઉર્ફે મુરારિલાલ શર્મા ઉપર તેમની પત્નીએ ગંભીર અને વાંધાજનક આરોપો લગાવ્યા છે. ચુરુ જિલ્લાના રતનગઢમાં રહેતી મુરારી શર્માની પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ કોર્ટમાં ઇસ્તગાસા રજૂ કરી અને મુખ્ય પ્રધાનને ફરિયાદ મોકલી ન્યાયની માંગ કરી છે. કથાકાર છોટે મુરારી બાપુ ઉર્ફે મુરારિલાલ શર્માનો એક વાંધાજનક વીડિયો વાયરલ થયા પછી પત્નીએ મુરારિલાલની રંગરલીયા અને તેના દ્વારા બાળકો પર કરવામાં આવેલા ત્રાસને બધાની સામે મુકવાની કોશિસ કરી છે.

પીડિતાએ આક્ષેપ લગાવ્યો કે, પતિ છોટે મુરારીએ અનેક યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું અને તે એક બદચલન અને આવારા વ્યક્તિત્વવાળો છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, કથિત છોટે મુરારી બાપુ ઉર્ફે મુરારિલાલ શર્મા પ્રવચનો આપતા હતા અને પોતાને ભગવાનનો મહાન અનુયાયી માનતા હતા. 1995માં કસ્બા રતનગઢમાં પ્રવાસ દરમિયાન મુરારી સોનીઓના મંદિરોમાં રોકાયા હતા, જ્યાં લોકો અને સ્ત્રીઓ કથાકારની પૂજા કરવા જતા હતા. એક દિવસ છોટે મુરારી બાપુએ પીડિતાને કહ્યું કે, ગઈકાલે મેં ભગવાનના દર્શન કર્યા હતા. ભગવાને મને કહ્યું કે, તમે ભગવાનના મહાન અનુયાયી છો અને ભગવાન આજે મારા પૂજા ખંડમાં તમને પણ એક વાસ્તવિક દર્શન આપશે. આરોપ છે કે, તે પીડિતાને ભગવાનના દર્શન કરવાની લાલચ આપીને તેના રૂમમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. તેના વિરોધ થતા પાછળથી દગો આપવાના ઇરાદે પીડિતા સાથે 31મે 1995ના રોજ લગ્ન કર્યાં હતાં.

લગ્ન પછી તેમને બે સંતાનો થયા. લગ્ન પછી, છોટે મોરારી બાપુ રતનગઢમાં પીડિતાના પિતાનું ઘર છોડી વાર્તા કથા કરવા જુદી જુદી જગ્યાએ જતા હતા. આ દરમિયાન એક દિવસ તેમના સેવક બાલ ગોવિંદ કિંકરેએ પીડિતાને કહ્યું કે, મહારાજજીએ તમારા લગ્ન પહેલાં પણ અન્ય છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. તે યુવતીનો તમારા લગ્ન પછી કોઈ અતો પત્તો નથી લાગતો.

આ દરમિયાન, મુરારીના અન્ય સેવક મારુતિએ પીડિતાને જણાવ્યું કે, તેના પતિએ યુપીમાં પ્રવાસ દરમિયાન પોતાના શિષ્યની એક દીકરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતનો ઘટસ્ફોટ થયો ત્યારે લોકો તેમને મારી નાખવા માટે તૈયાર હતા, પરંતુ માફી માંગીને અને પૈસા આપ્યા બાદ તેમની પકડમાંથી મુકત થઈ ગયા. એવો આરોપ છે કે, મુરારીએ પીડિતાને શારિરીક, માનસિક અને જાતીય ત્રાસ આપ્યો હતો. એવો આરોપ છે કે, મે 2019 પછી, મુરારીએ પીડિતા સાથે ખરાબ વર્તન કરીને અને બળજબરીથી અશ્લીલ અને ગંદા ફિલ્મો બતાવીને શરમજનક માહોલ શરૂ કર્યો હતો. આરોપીએ પીડિતા અને તેની પુત્રીના અંગત ફોટોગ્રાફ્સ પણ એકત્રિત કર્યા હતા. આ ઉપરાંત આરોપીએ પીડિતા સાથે એકાંતના વીડિયો પણ બનાવ્યા હતા. આ વીડિયોના બદલામાં તેણે 50 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. આરોપી પીડિતાની પુત્રી પર પણ ખરાબ નજર રાખવા માંડી હતી.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ બદચલન અને આવારા વ્યક્તિત્વનો માણસ છે. ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં છોકરીઓના શરીરનું શોષણ કરવામાં આવે છે. આરોપીએ ધમકી આપી હતી કે, અન્ય છોકરીઓ સાથેના મારા અંગત સંબંધોમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો તો, હું તને અને તારા બાળકોને અન્ય સેવકોની જેમ ગાયબ કરી દઈશ.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/Riders?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#Riders</a> suspension at work <a href=”https://t.co/NysT9GrwaE”>pic.twitter.com/NysT9GrwaE</a></p>&mdash; Viral Videos (@the_viralvideos) <a href=”https://twitter.com/the_viralvideos/status/1419187805591203842?ref_src=twsrc%5Etfw”>July 25, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *